Book Title: Guru Nanakna Tran Bhakti Pado
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: J B Kruplani & Maganbhai Desai Memorial Trust
View full book text
________________
૧. પ્રાસ્તાવિક
એક પાશ્ચાત્ય ફિલસુફે લંગમાં કહ્યું છે કે, ઢોર-જાનવર પણ જે ઈકવર વિષે કલપના કરી શકતાં હોય, તે તેમણે કલ્પેલા ઈશ્વરને માથે મોટાં શીંગડાં હોય!
બંગ બાદ કરીએ, તે પણ તેના કહેવાનો અર્થ એટલો તે ખરો કે પરમ તત્વ ઈશ્વરને દરેક જણ પોતપોતાના સર્વ મુજબ જ કલ્પી શકે છે, કહ્યું છે.
ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણ એ પ્રકારની વિવિધ કલ્પનાઓનું તથ્ય આ પ્રમાણે દર્શાવ્યું છે
यो यो यां यां तनुं भक्तः श्रद्धयाचितुम् इच्छति । तस्य तस्याचलां श्रद्धाम् तामेव विदधाम्यहम् ॥ स तया श्रद्धया युक्तः तस्या राधनम् ईहते । लभते च ततः कामान् मयैव विहितान् हि तान् ।
- - અ૦ ૭, ૦ ૨૧-૨૨] “ભગવાનના જે જે સ્વરૂપને ભક્ત શ્રદ્ધાપૂર્વક અર્ચવા ઈચ્છે છે, તેની તે તે સ્વરૂપ વિષેની શ્રદ્ધાને ભગવાન દૃઢ કરે છે.
“એવી શ્રદ્ધાને બળે ભક્ત તે તે સ્વરૂપની આરાધના કરે છે અને તે વાટે ભગવાને જ પૂરી કરેલી પોતાની કામના વ્રત કરે છે.” ' અર્થાત આવી કલ્પનાઓ કોઈક ને કોઈક કામનાથી પ્રેરિત થયેલી હોય છે. અને કામના પોતપોતાના સાવ મુજબ જ ઉદ્ભવતી હોવાથી, છેવટે આ કલ્પનાઓ તે કલ્પના કરનારના સવથી મર્યાદિત બને છે. - ભગવાન શ્રીકૃષ્ણ એવી કલ્પનાઓની ફલશ્રુતિ પણ નીચે પ્રમાણે સંભળાવી દીધી છે –
___ अन्तवत्तु फलं तेषाम् तद् भवत्यल्पमेधसाम् ।। ७ - २३ ।।
“– એ અલ્પ બુદ્ધિવાળા લોકોને તે તે કલ્પનાઓથી મળતું ફળ અંતવાન - મર્યાદિત જ હોય છે.” (૭-૨૩)
તે આધ્યાત્મિક પરિપૂર્ણતા ન કહેવાય.
રાજકુમાર સિદ્ધાર્થ જ્યારે જરા-વ્યાધિ અને મૃત્યુનાં દુઃખોથી ત્રાસીને તે બધા વિનાની સ્થિતિની ખોજમાં નીકળ્યા, ત્યારે શરૂઆતમાં તે જુદા જુદા ધ્યાનમાર્ગી યોગીઓના સંપર્કમાં આવ્યા. તે યોગીઓ મોટા મોટા શિષ્ય - સમુદાય સાથે વિચરતા
૧૭.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org