________________
ગુજરાતના ચૌલુકચઢાલીન અભિલેખા : એક અધ્યયન
તામ્રપત્રો : ઘણા પ્રાચીન સમયથી ભૂમિદાનના મહિમા સ્વીકારાયા છે. ભૂમિદાનથી દાન લેનારને કાયમી ઊપજતું સલામત સાધન પ્રાપ્ત થતું હતુ. ભૂમિદાન વંશપરંપરાગત હેાવાથી એ ભૂમિના ભાગવટા પેઢી દર પેઢી ચાલુ રહેતા. આથી ભૂમિદાન સાથે એને લગતું ખત લખી આપવામાં આવતું અને એ રાજશાસનનું ખત તાંબાના પતરા પર કાતરાવી આપવામાં આવતું. તાં” એ દી ટકાઉ . પદાર્થ હેાઈ તેના પરના લખાણના દસ્તાવેજ સૈકાઓ સુધી ટકી રહેતા. દાનશાસન કાતરેલાં તાંબાનાં પતરાંને તામ્રપત્ર”, “તામ્રશાસન” કે દાનપત્ર' કહેવામાં આવે છે. એમાં લેખને અતે રાજના સ્વહસ્ત (દઋત) કરવામાં આવતા હાય છે.
પતરાંની આડી કે ઊભી ધાર પાસે એક કે બે કાણાં પાડવામાં આવતાં અને તેમાં તાંબાની સળી પરેાવીને તેની ઠંડી વાળવામાં આવતી. આમાંની એક કડીના સાંધા પર તાંબાના કે કાંસાના ગટ્ટો લગાવીને તેના પર રાજમુદ્રાની છાપ લગાડવામાં આવતી, જેથી જુદાં જુદાં શાસનપત્રામાં પતરાંને આડાં-અવળાં જોડી શકાય નહી. દાનપત્રમાં અક્ષર ઊંડા કાચવામાં આવતા, આથી અક્ષરાની ક્રારા ઉપસેલી રહેતી. સામાન્ય રીતે તામ્રપત્રને જમીનની અંદર, પાણિયારામાં, કાઠીમાં કે દીવાલની અંદર રાખેલા બાકેારામાં મૂકવામાં આવતાં હતાં. વિ. સં. ૧૧૮૪ (ઈ. સ. ૧૧૨૮)નુ સિદ્ધરાજ જયસિંહનું તામ્રપત્ર નદીની ભેખડામાંથી મળી આવ્યું હતુ,૧૫ જ્યારે મૂળરાજ–ર જાનુ વિ. સં. ૧૨૩૨ (ઈ. સ. ૧૧૭૬)નું બ્રાહ્મણવાડામાંથી પ્રાપ્ત થયેલુ. તામ્રપત્ર -પાણિયારામાંથી મળ્યું હતુ..૧૬
તામ્રપત્રના ઉપલા પતરાની અને નીચેના પતરાની બહારની બાજુ કારી રાખવામાં આવતી હતી. એટલે કે પતરાની અંદરની બાજુ પર જ લખાણ કાતરવામાં આવતું હતું. આ લખાણુની નજીકની બાજુએ એક ખીન્ન પાસે ઘસાય નહીં તે માટે એની કિનારાને અંદરની બાજુ સ્હેજ ઉપસાવવામાં આવતી હતી. આ કાલનાં બધાં પતરાં આ પ્રશ્નારનાં દષ્ટિગાચર થાય છે.
આ કાલ દરમ્યાન કુલ ૫૩ જેટલાં તામ્રપત્રા ઉપલબ્ધ થયાં છે. આ તામ્રપત્રાને તેનાં પૂર્વાવતી મૈત્રક કાલનાં તથા અનુમૈત્રક કાલનાં તામ્રપત્રા સાથે સરખાવતાં તે ઉત્તરમૈત્રક ઢાલનાં તામ્રપત્રાની સાથે મળતાં જણાય છે. અનુમૈત્રક કાલમાં રાષ્ટ્રકૂટાનાં તામ્રપત્ર ત્રણ પતરાં પર કાતરાયેલાં હતાં, જ્યારે તેની પહેલાં મૈત્રકેાનાં તામ્રપત્ર બે પતરાં પર કાતરેલાં હતાં. અલબત્ત, એમનુ કદ માં રખાતું. ચૌલુકચકાલીન તામ્રપત્રો પણ સાધારણ રીતે માટા કદનાં ખે