________________
ગુજરાતના ચૌલુકાલીન અભિલેખે : એક અધ્યયન બીજું, ચૌલુકય કાલની પહેલાં ત્રિક કાલ તેમજ અનુમૈત્રક કાલમાં શિલાલેખોની સરખામણીમાં તામ્રપત્રોની સંખ્યા વિશેષ મળતી હતી. આ કાલમાં તામ્રપત્રોની સંખ્યા ઘટી છે અને શિલાલેખોની સંખ્યા વધીને લગભગ ત્રણ ગણું જેટલી થઈ છે. ઉત્તરાલમાં તામ્રપત્રો પરના લેખો વિરલ બનતા જાય છે, જ્યારે શિલાલેખોનું પ્રમાણ ઉત્તરોત્તર વધતું જાય છે. (૪) અભિલેખોના ફલકની દષ્ટિએ પ્રકારે
ફલકની દષ્ટિએ ઉપલબ્ધ અભિલેખેને નીચેના પ્રકારોમાં વર્ગીકૃત કરી શકાય?
શિલાલેખ : શિલા એટલે કે પથ્થર કે ખડક પર લખાણ કેતરવાની પ્રથા ભારતની જેમ ગુજરાતમાં અતિ પ્રાચીનકાળથી પ્રચલિત હતી. ઈ. પૂ. ત્રીજી સદીના અશોકના ગિરનાર શૈલલેખો એના આ પ્રકારના પ્રાચીનતમ પુરાવા રૂપ છે.
સોલંકીકાળ દરમ્યાન ઘણા લેખ શિલા પર લખાયેલા છે, જેમકે સિદ્ધરાજ જયસિંહને વિ. સં. ૧૧૯૩ (ઈ. સ. ૧૧૩૭)ને ગાળાને લેખ આ પ્રકારનું સરસ દષ્ટાંત પૂરું પાડે છે. ભીમદેવ–૨ જાને વિ. સં. ૧૨૯૧ (ઈ. સ. ૧ર૩૫)ને આબુને શિલાલેખ પણ આ પ્રકારને સરસ નમૂને પૂરે પાડે છે.
શિલાલક: શિલાફલક એટલે પથ્થરની તકતી. આના પર સાધારણ રીતે નાના કે મધ્યમ કદને લેખ લખાતો. સામાન્ય રીતે શિલાની સરખી ઘડેલી સુંવાળી બાજુ પર આવો લેખ કરવામાં આવતો. આ પ્રકારના લેખ મંદિર, વાવ, મસ્જિદ, કબર વગેરેના નિર્માણ, જીર્ણોદ્ધારને લગતાં લખાણ ધરાવતા હોય છે.
આ કાલ દરમ્યાન આ પ્રકારના લગભગ ૪૨ જેટલા લેખો ઉપલબ્ધ થયા છે. જેમકે સિદ્ધરાજના સમયને વિ.સં. ૧૧૯૫ (ઈ. સ. ૧૧૩૮)ને કચ્છભદ્રેશ્વરને ચોખંડા મહાદેવને લેખ આ પ્રકાર છે. કુમારપાલના સમયને વિ. સં. ૧૨૦૨ (ઈ. સ. ૧૧૪૬) ના માંગરોળની સોઢલી વાવને લેખ તેમજ હિ. સં. ૬૧૫ (ઈ. સ. ૧૨૧૮)ની ખંભાતની સાલ્વામહેલ્લા મસ્જિદને લેખ આના દષ્ટાંતરૂપ છે.
શિલાભ : ધણી વાર કેટલાક લેખો શિલા સ્તંભ પર કોતરવામાં આવતા. તેને શિલા સ્તંભ–લેખ કહેવામાં આવે છે.
આ કાલ દરમ્યાન આ પ્રકારના બે લેખ પ્રાપ્ત થયેલા છે. વિ. સં. ૧૧૯૫ (ઈ. સ. ૧૧૩૮)ને સિદ્ધરાજ જયસિંહના સમયને કીર્તિસ્તંભ લેખ સિદ્ધપુરના