________________
ગુજરાતના ચૌલુક્યકાલીન અભિલેખે : એક અધ્યયન બને છે. સામાન્ય રીતે અભિલેખો તે તે કાલની પ્રશિષ્ટ ભાષામાં લખાયેલા હોય છે. ચૌલુક્ય કાલના થોડા અરબી લેખોને બાદ કરતાં મોટા ભાગના લેખો સંસ્કૃત ભાષામાં લખાયા છે. લિપિ પરત્વે પણ આ કાલમાં પ્રચલિત આદ્ય
સ્વરૂપની નાગરી લિપિ વ્યાપકપણે પ્રચલિત હાઈ સંસ્કૃત ભાષા અને આદ્યસ્વરૂપની નાગરી લિપિના જ્ઞાનથી મોટા ભાગના લેખો ઉકેલી શકાય છે. ભાષા તેમજ લિપિમાં થોડી થોડી વિશિષ્ટતા હોય છે, જે તેને અભ્યાસ કરતાં તરતા ; ખ્યાલમાં આવે છે.
અભિલેખોમાં યથાર્થ પઠનથી એમાં નોંધાયેલી મહત્વની હકીકતોની માહિતી. પ્રાપ્ત થાય છે. સાધારણ રીતે અભિલેખોમાં મોટાભાગે જે તે કાલના રાજાઓનાં નામ તેમનું કુલ તથા ઘણે ભાગે પ્રવર્તમાન સંવત્સરના વર્ષમાં સમયનિર્દેશ કરેલ હોય છે. આથી તે કાલના રાજકીય ઈતિહાસ તથા તેની સાલવારી માટે નોંધપાત્ર માહિતી પ્રાપ્ત થાય છે. આ ઉપરાંત અભિલેખમાં સેંધાયેલી અન્ય વિગતોના આધારે જે તે કાલનાં ધર્મ, સમાજ, અર્થતંત્ર, રાજ્યતંત્ર, સ્થાપત્ય, શિલ્પ વગેરેને લગતી મહત્વની સાંસ્કૃતિક વિગતો ઉપલબ્ધ થાય છે. પ્રાચીન અભિલેખોમાં નિર્દેશ પામેલાં સ્થળે રાજાઓ, વર્ષો વગેરેને નિર્ણય કરે એ અભ્યાસની બાબત બને છે અને આથી જ્યાં સ્પષ્ટ લિખિત ઇતિહાસ મળતો ન હોય ત્યાં મુખ્યત્વે અને જ્યાં લિખિત ઇતિહાસ મળતા હોય તેને પ્રમાણભૂત બનાવવાની દષ્ટિએ અભિલેખોને અભ્યાસ મહત્ત્વનું બની રહે છે. આ દષ્ટિએ અહીં ચૌલુક્યકાલીન અભિલેખોને અભ્યાસ અભિપ્રેત છે.
(૨) પ્રસ્તુતકાલીન અભિલેખનું પઠન, પ્રકાશન અને સૂચીકરણ: - ચૌલુક્યકાલીન અભિલેખો જુદા જુદા સામયિકોમાં છેલ્લા કેટલાક દાયકાથી પ્રગટ થતા રહ્યા છે. આ અભિલેખો પ્રગટ કરવામાં નીચેની વ્યક્તિઓએ પિતાને ફાળો આપ્યો છે : - ઈ. હુશ, એચ. લ્યુડસ, એચ. એચ. ધ્રુવ, એચ. એચ. વિલ્સન, કઝીન્સ, કનૈયાલાલ ભા. દવે, કિહેન, કે. એન. દીક્ષિત, કાશીનાથ પાઠક, ગિરજાશંકર વ. આચાર્ય, જે. એસ. કુડાલકર, જે. જી. કુન્હી, જે.એફ. ફલીટ, જી. ખૂલર, 3. એ. દેસાઈ, ડી. આર. ભાંડારકર, ડી. બી. ડિસકળકર, ડી. સી. સરકાર, દ. પૂ. ખખ્ખર, દેવીપ્રસાદ મુન્શી, પિટર્સને પીટર, બનેંસ, પ્રવીણચંદ્ર પરીખ. ભારતી શેલત, ભોગીલાલ સાંડેસરા, મુનિ દર્શનવિજ્યજી, મુનિ જયંતવિજયજી