________________
| | | | | | | | | | | | |
| | | | | | | | | | | | | | | | |
પ્રકાશાકીય છે
IIIIIIIIIIIIIIITTTTTTTTTTTTTTTI/
5
MB)
અનુયોગ ગ્રન્થમાળા ગુજરાતી સંસ્કરણમાં ગણિતાનુયોગનો બીજો ભાગ પ્રકાશિત કરતાં આનંદની લાગણી અનુભવીએ છીએ.
પૂજ્ય ગુરુદેવ ઉપાધ્યાયશ્રીએ આ ભગીરથ કાર્ય હાથમાં લીધું હતું. અંતિમ શ્વાસ પર્યત તેઓ આ અનુયોગ કાર્ય માટે કાર્યરત રહ્યાં. એમના સ્વર્ગગમન પછી એમના વિદ્વાન વિનયવંત શિષ્ય શ્રી વિનયમુનિજીએ તેમના આ અધુરા કાર્યને હાથ પર ધર્યું અને વેગ આપ્યો. પૂ.ગુરુદેવ પ્રત્યેની વિશેષ શ્રદ્ધા અને લાગણીને કારણે વ્યાખ્યાન તથા સંઘ સંચાલન જેવી અનેકવિધ જવાબદારીઓ હોવા છતાં પણ તેમાંથી સમય કાઢીને આવા વિશાળ મહામૂલા ગ્રંથને યથાશીધ્ર પૂર્ણ કરવા પ્રયત્નશીલ રહ્યાં.
મહાસતીજી ડૉ. શ્રી મુક્તિપ્રભાજી, ડૉ. શ્રી દિવ્યપ્રભાજી વગેરે મહાસતી છંદ અને પં. દેવકુમારજીએ ગ્રંથના પાઠ ઉમેરવામાં, અનુવાદ - સંશોધન તથા સંકલનમાં અને સારાંશ તૈયાર કરવા માટે શ્રી વિનયમુનિજીને સતત સાથ-સહકાર આપતાં જ રહ્યાં આથી એમનો અહીંયા ઉલ્લેખ કરી તેમના પ્રત્યે આભારની લાગણી પ્રદર્શિત કરીએ છીએ.
ડૉ. કનુભાઈ શેઠ અન્ય સંશોધન કાર્યમાં વ્યસ્ત હોવા છતાં પણ આવા વિશાળકાય ગ્રંથનો સંપૂર્ણ અનુવાદ અને તેમાં અનેકવાર ઉમેરણો કરવા છતાં યથા સમયે અનુવાદ કાર્ય પૂર્ણ કરવામાં જે સાથ-સહકાર આપ્યો તે માટે તેમના આભારી છીએ.
નારણપુરા સ્થાનકવાસી જૈન સંઘના માનનીય પ્રમુખશ્રી, માનદ્દમંત્રીશ્રી વગેરેએ પ્રકાશિત પુસ્તકોના HH સંગ્રહ માટે વિશાળ જગ્યા ફાળવી આપી અને કાર્ય વગેરે કરવાને માટે ઓફિસની સગવડતા આપી આ માટે તેમનો ઘણો આભાર.
ટ્રસ્ટના માનદ્દમંત્રીશ્રી જયંતિભાઈ ચંદુલાલ સંઘવી ગુરુદેવ પ્રત્યેની અપાર શ્રદ્ધા-ભક્તિને કારણે અનેક કાર્યોમાં વ્યસ્ત હોવા છતાં પણ તેમના અમૂલ્ય સમય સાથે ખૂબજ ભક્તિભાવ-લાગણીથી આ સમગ્રકાર્યને ખૂબ વ્યવસ્થિત અને સુંદર રીતે જવાબદારીપૂર્વક સંભાળી રહ્યા છે. જેનો માત્ર શબ્દો દ્વારા આભાર વ્યક્ત કરવો એ ઔપચારિકતા જ કહેવાયને !
શ્રી માંગીલાલજી શર્માએ સંકલન કાર્યમાં સતત પ્રવૃત્ત રહી સેવા આપી તે ઉલ્લેખનીય છે. પ્રેસવાળા (ઓન-ઓ-ગ્રાફિક્સ) દિલીપભાઈના સહકારથી જ આ કાર્ય સુંદર રીતે પૂર્ણ થયું. પ્રૂફરીંડિગનું કાર્ય શ્રી મહાવીર પ્રસાદ શર્માએ કરી આપ્યું. એ બધાનો આભાર માનીએ છીએ.
પૂ. ગુરુદેવ દ્વારા સંપાદિત દ્રવ્યાનુયોગ'નું અનુવાદ કાર્ય પણ શીધ્ર પૂર્ણ કરવા પ્રયત્નશીલ છીએ. H આ કાર્ય બહુજ કષ્ટ સાધ્ય અને શ્રમ સાધ્ય છે અને વ્યવસ્થિત કરવામાં, પ્રૂફરીડીંગમાં પૂરતો સમય
લાગે છે એટલે વાચકોને થોડું ધૈર્ય ધારણ કરવા નમ્ર વિનંતી છે. હાલ તેનો પ્રથમ ભાગ પ્રેસમાં આપી દીધેલો છે.
આટલું વિશાળ કાર્ય બધાના સહયોગથી શક્ય બને છે. દાનવીરોના ઉદાર સહકાર સહયોગથી આટલું મોટું વિશાળ કાર્ય કરી શક્યા છીએ જેથી સહયોગકર્તા બધા મહાનુભાવોના આભારી છીએ.
આ અનુયોગનો સદુપયોગ થાય વધારેમાં વધારે બધા સ્વાધ્યાય કરીને આ ગ્રન્થોનો લાભ ઉઠાવે લાયબ્રેરીઓમાં વસાવવો અને બધા તે પ્રત્યે પ્રયત્નશીલ રહે એ જ પ્રાર્થના..
નવનીતભાઈ ચુનીલાલ પટેલ
પ્રમુખ
ATT ||||||||||||||||||||||||||||| || IIIIIIIIIIIIIIIIIIIIIII
IIIIIITTTTTTTTTTTTTTTTTTTTTI||
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org