Book Title: Ganitanuyoga Part 2
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: Agam Anuyog Prakashan

View full book text
Previous | Next

Page 17
________________ ધૈર્ય, સહિષ્ણુતા અને પુરુષાર્થ વડે પરાજિત કરી. આપની શારીરિક પ્રતિકૂળતાઓ દરમ્યાન આપના અંતેવાસી શિષ્ય શ્રી વિનયમુનિજી મ. ‘વાગીશ’ તથા સાધ્વીવૃંદ ડૉ. શ્રી દિવ્યપ્રભાજી, પં. દલસુખભાઇ માલવણિયા, પં. દેવકુમારજી વગેરેનો સાથ-સહકાર મળતો રહ્યો. આપે આગમ અનુયોગ ટ્રસ્ટ દ્વારા હિંદી અનુવાદ ૮ ભાગોમાં અને ગુજરાતી ૪ ભાગોમાં પ્રકાશિત કર્યાં શેષ ભાગોનું કાર્ય શ્રી વિનયમુનિજી મ. તથા ટ્રસ્ટીગણ અત્યધિક પરિશ્રમકરી સંપન્ન કરવા પ્રયત્નશીલ રહેછે. આપના વિશાળવિચરણ ક્ષેત્ર દ્વારા આપનો અનુયાયી વર્ગ પણ એટલો જ વિશાળ અને વ્યાપક છે જેનું મુખ્ય કારણ આપની બિનસાંપ્રદાયિક્તાની ભાવના હતી. સ્વાસ્થ્યની પ્રતિકૂળતા દરમ્યાન પણ આપે અદ્ભૂત આત્મબળદ્વારા જે સમત્વ ભાવ અપનાવ્યો તે બધા માટેપ્રેરણારૂપ છે અને ખૂબ-ખૂબ વંદનીયછે. જ્ઞાનરાધના, મૌન, તપ અને જપ આપના જીવનના પર્યાય સમા બની ગયા હતાં. નિરર્થક ચર્ચા, જ્ઞાતિસંપ્રદાયોની વાતો કે ટીકા-ટિપ્પણીમાં આપે કદી ક્યારેય સમય બરબાદ કર્યો નથી. યુવાવસ્થાથી જ દ્વિદળનો ત્યાગ, એક સમય ભોજનમાં પણ માત્ર એક જ રોટલીનું ઉણોદરી તપ આપની રસેન્દ્રિય પ્રત્યેની નિસ્પૃહતા દર્શાવે છે. છેલ્લા ૧૮ વર્ષોથી આપે અન્ન-પાણીનો ત્યાગ કરી માત્ર ફળોનો રસ, ગાયના દૂધથી જ જીવનનિર્વાહ કર્યો. છેલ્લા ૨૭ વર્ષથી દરેક મંગળવારે મૌન, રાત્રિના બે વાગ્યે નિદ્રા ત્યાગ કરી સાધનામાં લીન થતાં અને આવાં જ ઉત્તમ આચારને કારણે આપે ‘સંતરત્ન’ ના બિરૂદને સાર્થક કર્યું. એટલું જ નહિ પરંતુ રાષ્ટ્રીય સંતની હરોળમાં આપનું નામ જયવંતુ બન્યું. ૬ ડિસેમ્બર ૧૯૯૩, પોષ સુદ ૧૪ સવંત ૨૦૫૦ ના રોજ જયપુરમાં આચાર્ય સમ્રાટશ્રી દેવેન્દ્રમુનિએ આપને ‘ઉપાધ્યાય પદે’જૈનશાસનપ્રભાવકપદ ગૌરવાન્વિત કર્યા, આપ કરુણા, દયા, વાત્સલ્ય અને પ્રેમની સાક્ષાત્ મૂર્તિ હતા અને આથી જ આપે માનવ કલ્યાણ હિતાર્થે વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કર્યું. શ્રીવર્ધમાન મહાવીર સેવા કેન્દ્ર દેવલાલી, જિલ્લો નાસિક (મહારાષ્ટ્ર) જ્યાં વૃધ્ધ સાધુ-સાધ્વી સેવા કેન્દ્ર, જનહિતાર્થે હોસ્પિટલ, માનવ રાહત કેન્દ્રજેવી વિવિધ પ્રવૃત્તિઓવિદ્યમાનછે. શ્રી વર્ધમાન મહાવીર કેન્દ્ર-આબુ પર્વત જ્યાં પ્રતિવર્ષ ચૈત્રી ઓળીનું આયોજન થાય છે અને ભોજન શાળા, ઉપાશ્રય, પુસ્તકાલય, ઔષધાલય, અતિથિગૃહ છે. તદ્ઉપરાંત આગમ અનુયોગ ટ્રસ્ટ અમદાવાદ, શ્રી મહાવીર કલ્યાણ કેન્દ્ર મદનગંજ, અંબિકા જૈન ભવન- અંબાજી વગેરે અનેક સંસ્થાઓ આપની પ્રેરણા અને આશીર્વાદ વડે અનેકવિધપ્રવૃત્તિઓમાં કાર્યરત માનવકલ્યાણનાં ઉત્તમ કાર્યો કરેછે. ૧૭ ડિસેમ્બર ૨૦૦૦બપોરના ૧-૩૦ વાગ્યે એકાએક આપનું સ્વાસ્થ્ય બગડયું આપે ૨-૪૫ વાગ્યે સંથારો ગ્રહણ કર્યો અને રાત્રે સમય ૩-૪૫ પોષ વદ આઠમ(ગુજ. માગસર વદ ૮) સોમવાર ૧૮ ડિસેમ્બરના રોજ જીવનજ્યોતદિવ્યજ્યોતમાંવિલીન થઇ. ૧૯ડિસેમ્બર બપોરે ૩વાગ્યે ‘કમલ કહૈયાવિહાર'માં હજારો ભક્તોસાધકોની જનમેદની વચ્ચે આત્માનાનિરંજનનિરાકાર સ્વરૂપના ઘોષ સાથે અગ્નિસંસ્કારવિધિસંપન્ન થઇ. આપના સ્વર્ગારોહણથી શ્રમણ સંધમાં જ નહીં પરંતુ સમગ્ર જૈન જગતમાં જે ખોટ પડી છે તેની પૂર્તિ અસંભવ, અશક્યછે.

Loading...

Page Navigation
1 ... 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 ... 614