Book Title: Dwatrinshada Dwatrinshika Prakran Part 6
Author(s): Yashovijay Upadhyay, Yashovijay of Jayaghoshsuri
Publisher: Andheri Jain Sangh
View full book text
________________
1
• પ્રસ્તાવના :
द्वात्रिंशिका પોતાને સર્વજ્ઞ માનવાના મિથ્યાભિમાનમાં રાચતાં ૧૪ વિદ્યા પારગામી ઈન્દ્રભૂતિ ગૌતમ પણ અહંકારજન્ય કદાગ્રહથી પીડિત થઈને પ્રભુ વીર સાથે વાદ કરવા ગયા. પણ પરમ સદ્ગુરુ વીતરાગ સર્વજ્ઞ પ્રભુ વીરની સ્યાદ્વાદ અને સમન્વયગર્ભિત મધુરી વાણીથી મિથ્યાભિમાન-કદાગ્રહ સંપૂર્ણતયા ઓગળી જવાથી સમ્યગદર્શન પામીને તેઓ સર્વવિરતિધર બન્યા, સરળતા અને વિનયના પરમ શિખર ઉપર આરૂઢ થયા.
બૌદ્ધ મતનો સૂક્ષ્મ અભ્યાસ કરવા બૌદ્ધ મઠમાં ગયેલ સિદ્ધર્ષિ ગણિવરે બૌદ્ધ મતનો જ મનથી સ્વીકાર કરી લીધો.. અભિગ્રહ પ્રમાણે ઓઘો પાછો આપવા આવ્યા ત્યાર ગુરુદેવે પુનઃ જૈનમતમાં સ્થિર કર્યા... પુનઃ બૌદ્ધમતનો અભ્યાસ અને સ્વીકાર... ફરી જૈનધર્મમાં સ્થિર કરાયા.. આમ ૭ (મતાંતરે ૨૧) વખત બન્યું. છેવટે ગુરુએ છેલ્લાં ઉપાય રૂપે યુક્તિપૂર્વક લલિતવિસ્તરા' ગ્રન્થના અભ્યાસની તક આપી. અને તેઓ સદાય માટે જૈનધર્મમાં સ્થિર થઈ ગયા. પણ ૭-૭ વખત આમ બનવાનું અને અંતે સત્ય પામવાનું કારણ શું? સદાય સત્ય સ્વીકારવાની તેમની અપૂર્વ તૈયારી કેવા સરળ ! નિષ્કપટ ! સત્યગ્રાહી ! પુનઃ પુનઃ વંદન હો તેવા મહાત્માઓને !
આવા મધ્યસ્થબુદ્ધિવાળા સર્વદર્શનમર્મજ્ઞ પણ મહાપુરુષો જૈનદર્શનનો આશ્રય કરે છે તેનું કારણ સ્યાદ્વાદ-સિદ્ધાંતથી સર્વદર્શનમય જિનશાસનની પ્રમાણભૂતતા જ છે, નહીં કે દૃષ્ટિરાગાદિ. તેઓના જ આવા આંતર ઉદ્ગારો હોય છે,
स्वागमं रागमात्रेण द्वेषमात्रात् परागमम् । न श्रयामस्त्यजामो वा किन्तु मध्यस्थया दृशा ।।
આમ પ્રથમ મિત્રાદિ ચાર દષ્ટિમાં જ જો અજ્ઞાન-અવિદ્યાજનિત કદાગ્રહજનક કુતર્કોની ખતરનાકતા જાણીને તેને ખતમ કરાય તો જરૂર પ્રતિબંધક બાધક તત્ત્વ જતાં ગ્રન્થિભેદજન્ય સમ્યગુદર્શનવાળી સૂક્ષ્મબોધસહિત સ્થિરાદિ ચાર દૃષ્ટિઓ પ્રાપ્ત થઈ શકે. આવી આ વિષયની અહીં મહત્ત્વની ભૂમિકા હોવાથી જ ગ્રન્થકારે ૨૩મી આખીય બત્રીસી આ પદાર્થ સમજાવવા રોકેલી છે.
મહોપાધ્યાયશ્રી યશોવિજય મહારાજ ૨૩મી બત્રીસીમાં જણાવે છે કે કુતર્ક અસિદ્ધિ આદિ ઘણા દોષોથી દુષ્ટ હોવાથી મોટે ભાગે તે કુતર્ક-યુક્તિઆભાસ બની જાય છે. આથી આના ઉપર બહુ નિર્ભર રહેવા જેવું નથી.
શાસ્ત્રકારોએ તર્ક કરવાની ના કહી નથી.. પણ આમાં કુતર્ક બની જવાના બે ભયસ્થાનો હોવાથી ખૂબ ચેતવ્યા છે. (૧) અસ્થાને તર્ક ન કરવો જોઈએ. (૨) શાસ્ત્ર(આગમ)નિરપેક્ષ તર્ક કરવો અનુચિત છે. તર્ક આડેધડ થઈ શકતો નથી. પણ જે તર્કમાં/અનુમાનમાં (અ) દષ્ટ અને (બ) ઈષ્ટનો વિરોધ ન આવે તે રીતે જ તર્ક થઈ શકે. (એ) દષ્ટ એટલે પ્રત્યક્ષ અનુભવ. પ્રત્યક્ષથી સિદ્ધ થતી વસ્તુ સાથે વિરોધ કરે તેવો તર્ક કુતર્ક છે. (બી) ઈષ્ટ એટલે પોતાને સંમત સર્વજ્ઞોક્ત આગમશાસ્ત્ર. તર્ક આનાથી પણ વિરોધમાં જવો ન જોઈએ. નહીંતર તે કુતર્ક બને. આ હકીકતને પ્રસ્તુત “નયેલતા વૃત્તિકારશ્રીએ ૩જા શ્લોકની ટીકામાં સ્પષ્ટ રીતે જણાવી છે “ત = ૩ મનિરપેક્ષતા”
શેયપદાર્થના બે પ્રકારો - જૈનદર્શનમાં શેય પદાર્થોને બે પ્રકારના કહેલાં છે. (૧) આગમગમ્ય“આગમ આપવચન રૂપ હોવાથી શ્રદ્ધેય છે” એવી શ્રદ્ધાથી આગમોક્ત દશ્ય-અદશ્ય પદાર્થનું જ્ઞાન થાય છે. આમાં ય જે અતીન્દ્રિય-અદશ્ય અનંતજીવમય નિગોદાદિ પદાર્થો છે તે તો આગમથી જ જાણવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org