Book Title: Dwatrinshada Dwatrinshika Prakran Part 6
Author(s): Yashovijay Upadhyay, Yashovijay of Jayaghoshsuri
Publisher: Andheri Jain Sangh
View full book text
________________
13
द्वात्रिंशिका
• પ્રસ્તાવના : અસગ્રહ જાય તો મિથ્યાત્વ પણ ખતમ થાય અને તેમ થતાં સમ્યગદર્શનના દ્વાર ઉઘડી જાય. મહોપાધ્યાયશ્રી યશોવિજયવિરચિત “ઉપદેશરહસ્યમાં સ્વમતિકલ્પિત કુતર્ક-કદાગ્રહ પૂર્વક સાધ્વાચાર પાળનારને પણ આજ્ઞાબાહ્ય કહેલ છે. એવા સાધુવેષમાં રહેલ પણ જીવો જો નિર્દોષ ગોચરીની શાસ્ત્રજ્ઞાનો એકાંતે આગ્રહ રાખીને ગુરુકુલવાસસેવનની આજ્ઞાને બાજુ પર મૂકે તો સ્વમતિકલ્પિત તેઓનો સાધ્વાચાર પણ આજ્ઞાબાહ્ય છે. આવું દ્રવ્યચારિત્ર કદી ભાવચારિત્રનું કારણ ન બની શકે. કારણ કે આમાં ભગવાનની આજ્ઞાની સાપેક્ષતા ન હોવાથી, કદાગ્રહથી સ્વમતિકલ્પિત જ આજ્ઞાને માન્ય કરાતી હોવાથી વાસ્તવિક રીતે ભગવાનનું બહુમાન પણ નથી. ઘણું શ્રુત હોવા છતાં ય કદાગ્રહ તેને નિષ્ફળ બનાવે છે. અને ક્વચિત અલ્પશ્રુતજ્ઞાન હોવા છતાં કદાગ્રહથી રહિત અત્યંત સરળ ભાષતુષ મુનિ જેવા કેવળજ્ઞાનલક્ષ્મીને પ્રાપ્ત કરે છે. ભાવચારિત્રની પ્રાપ્તિમાં હેતુભૂત ગુરુપરતંત્રતારૂપ ગુણની પ્રાપ્તિમાં ય આ કદાગ્રહ જ નડતો હોય છે.
કદાચ સરળ એવા અલ્પજ્ઞાનીને સંશય અને અનાભોગનિમિત્તે દોષ લાગવાની શક્યતા ઉભી છે. પણ તે આત્માના ગુણોને ખત્મ કરવાને સમર્થ નથી. જ્યારે કદાગ્રહ તો એથી અત્યંત ખતરનાક છે. કદાગ્રહી તો ઘણો શાસ્ત્રાભ્યાસી હોય તો પણ તેને સમ્યગદર્શનાદિથી ૧૨૦૦ ગાઉનું છેટું રહી જાય છે. “ઉપદેશરહસ્ય’ના છઠ્ઠા શ્લોકની ટીકાના આ શબ્દો છે -
निबिडजडिमजनिताऽनाभोगश्च नाऽऽत्मगुणं दूषयितुमलम्, संशयाऽनध्यसायाऽपेक्षया विपर्यासदोषस्यैव बलीयस्त्वात् ।
જે વ્યક્તિ પોતે માનેલ દર્શનને કે અભિપ્રાયને જ સત્ય તરીકે સ્વીકારે છે એ વ્યક્તિ પોતાને પરિપૂર્ણ માનતો હોવાથી અન્ય પાસેથી તત્ત્વ કે ઉપદેશની અપેક્ષા જ રાખતો નથી. આવી વ્યક્તિ શી રીતે પરમાર્થને પામી શકે ? આમ ભવાભિનંદી કક્ષાનો પ્રબળ કદાગ્રહ જીવને તત્ત્વની જિજ્ઞાસા પણ પ્રાપ્ત થવા ન દે. સ્વ-સ્વ દર્શનના અભિપ્રાયને જ પરમાર્થ સત્ય મનાવનાર કદાગ્રહ મુમુક્ષુઓનો આધ્યાત્મિક વિકાસ થવા દેતો નથી..
૧૪ વિદ્યાના પારગામી હરિભદ્ર બ્રાહ્મણ “મારાથી અજાણ કોઈ પદાર્થ નથી. મારે હવે કશું જાણવાનું બાકી નથી” આવું મિથ્યાભિમાન લઈને ફરતાં હતા. પરંતુ સાથોસાથ “જો કોઈ મને ન સમજાય એવું શાસ્ત્ર ભણાવે તો મારે તેના શિષ્ય થઈ જવું” એવી પ્રતિજ્ઞામાં અન્યદીય સત્યસ્વીકારની તૈયારી રૂપ યોગ્યતા પણ પડી હતી. આમ તેઓની વિશિષ્ટ સરળતા-કદાગ્રહમુક્તતા અને યાકિનીમહત્તરા સાધ્વીજીએ પાળેલી શાસનની મર્યાદાના પ્રભાવે તેમનું મિથ્યાત્વ ઓગળી જતાં જૈનશાસનને એક મહાન રત્નની ભેટ મળી.
કદાગ્રહ જો કે સમ્યગદર્શનનું બાધક તત્ત્વ છે તો પણ યોગ્ય જીવનો સદ્ગુરુનો યોગ આદિ નિમિત્ત મળવાથી તે કદાગ્રહ ઓગળી જતો જોવા મળે છે. આથી સદ્ગનો યોગ અને તેઓના મુખેથી નીકળતી જિનવાણી - આ બન્ને સમ્યગદર્શનાદિની પ્રાપ્તિનું પ્રધાન અંગ છે. પૂર્વે કહ્યું તેમ સદ્ગુરુનો સત્સંગ અને તેના દ્વારા પ્રાપ્ત થતા સમ્ય બોધથી શ્રુતજ્ઞાનથી મિથ્યાત્વ મોહનીય નબળું પડે છે. તે નબળું પડતાં તજ્જન્ય કુતર્કોનું પણ ઉપશમન થાય છે. આથી જ ક્રમશઃ અષ, જિજ્ઞાસા, શુશ્રુષા, શ્રવણાદિ ગુણોની ઉત્તરોત્તર પ્રાપ્તિપૂર્વક ક્રમશ: વધતાં વિશુદ્ધ પરિણામ અને વીર્યોલ્લાસ દ્વારા ગ્રન્થિભેદ કરીને વાસ્તવિક સમ્યગદર્શન અને તેના દ્વારા પ્રાપ્ત થતાં સૂક્ષ્મબોધ આદિ ગુણો પણ પ્રાપ્ત થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org