Book Title: Dwatrinshada Dwatrinshika Prakran Part 6
Author(s): Yashovijay Upadhyay, Yashovijay of Jayaghoshsuri
Publisher: Andheri Jain Sangh

View full book text
Previous | Next

Page 13
________________ 12 પ્રસ્તાવના : द्वात्रिंशिका અંગ્રેજીમાં પણ કહેવત છે - A little knowledge is dangerous. કુતર્કનું ફળ :- આમ કદાગ્રહાદિજન્ય કુતર્કનું ઉત્પત્તિસ્થાન અને સ્વરૂપ બન્ને ખરાબ છે. આથી તેનું ફળ પણ ખતરનાક છે. કુતર્ક માત્ર કદાગ્રહમાંથી પેદા જ નથી થતો, પણ તે કદાગ્રહને પેદા પણ કરે છે. કુતર્કનું ફળ કદાગ્રહ છે. આ વાત બીજા શ્લોકની “નયેલતા”માં મુનિપુંગવશ્રી યશોવિજય મહારાજે સ્પષ્ટ કરતાં કહ્યું છે કે “સર્વપનિવેશનનેન્િ |' આથી જ જમાલિ જેવા ૫૦૦ સાધુના ગુરુને ય ભગવાનની સાપેક્ષ વાત- “ક્રિયા કૃત' એ ન સમજાઈ. આથી એકાંતે તેના નિષેધનો કુતર્ક કરનાર જમાલિને મિથ્યાત્વનો ઉદય થયો. સમ્યક્ત ગુમાવ્યું. માર્ગભ્રષ્ટ થયા. અને તે કદાગ્રહ મૃત્યુ સુધી રહેવાથી ભવભ્રમણ વધારનારો થયો. ગોષ્ઠામાહિલ, રોહગુપ્ત વગેરે નિહ્નવોની શાસનવિરોધી બનનારાઓની વાત શાસ્ત્રોમાં નોંધાઈ છે. આ છે કદાગ્રહજન્ય, કદાગ્રહસ્વરૂપ અને કદાગ્રહજનક એવા કુતર્કોનો કરુણ અંજામ. પૂર્વોક્ત શાસ્ત્રીયદિષ્ટાંતમાં તો મહાવતે માંડ માંડ પેલાં વિદ્યાર્થીને બચાવી લીધો પણ અહીં તો મહાવત રૂપી સદ્ગુરુનો તો કરુણાથી પણ કરેલો બચાવ-પ્રયાસ નિષ્ફળ નીવડ્યો. જાલિમ કદાગ્રહે નિયતિને સલામ કરવાની ફરજ પાડી. આમ કદાગ્રહી જીવ જ્યારે ઉપદેશને જ લાયક નથી. તો શી રીતે તેમાં યોગના સૂર્યોદયની ઉષા પણ પ્રગટશે ? સરળ જીવમાં યોગબીજનું વાવેતર - અનંત પુદ્ગલપરાવર્તમય ભવચક્રમાં હવે જે જીવનો માત્ર એક પુદ્ગલપરાવર્ત સંસાર બાકી છે, જે જીવની કાળાદિ પ્રભાવે કર્મની લઘુતા થઈ છે; દેવ, ગુરુ, ધર્મ હવે કંઈક ગમવા લાગ્યા છે, તેમાં ય જે જીવ જ્યારે છેલ્લાં યથાપ્રવૃત્તકરણ વખતે ગ્રંથિભેદની નજીક આવી જાય છે અર્થાત હવે ફરી કયારેય મોહનીય કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ બાંધવાનો નથી- એવી અપુનબંધકદશામાં આવે છે ત્યારે જ યોગપ્રાપ્તિના સૂર્યોદયનો ઉષાકાળ પ્રગટે છે. ભૂતકાળના અનંત પ્રવાહમાં નદી-ઘોલ-પાષાણન્યાયે સંસારચક્રમાં ભટકતાં ભટકતાં સહજ રીતે વક્રતા-કષાયાદિ દોષો ઘસાતાં ઘસાતાં જેઓના આંતરિક પરિણામો કાંઈક સરળ અને કોમળ બન્યા હોય, જીવદળ કાંઈક કૂણું બનેલું હોય, તેમાં જ વાવેલ હિતોપદેશરૂપી બીજ અંકુરિત થાય છે. જે જીવો સરળ અને કોમળ હોય તે ધર્મોપદેશ સાંભળવાને તેમજ ધર્મ કરવાને લાયક છે. જેઓ કદાગ્રહી-વક્ર અને નિષ્ઠુર હોય છે તેઓ ધર્મ સાંભળવાને કે કરવાને જરાય લાયક નથી. ગુરુનો ઉત્કૃષ્ટ વિનય કરનારા ય કદાગ્રહી-વક્ર વિનયરત્ન જેવા તો સાધુવેષમાં ય શયતાનનું કામ કરીને ભવભ્રમણ વધારી મૂકે છે. સરળ અને પ્રજ્ઞાપનીય બની ચૂકેલાં જીવો (ચાર-ચારની હત્યા કરનારા પણ દઢપ્રહારી જેવાઓ) પશ્ચાત્તાપની આગ પ્રગટાવીને એ જ ભવે ભવનો અંત કરનારા બની જાય છે. સમ્યગુદર્શનનો પ્રતિબંધક કદાગ્રહ :- કદાગ્રહ એ સમ્યગ્દર્શનને અટકાવનારો દોષ છે. અધ્યાત્મસાર'માં અસંગ્રહત્યાગાધિકારના પ્રથમ શ્લોકમાં કહ્યું કે- જ્ઞાનીઓએ મિથ્યાત્વ રૂપી દાવાનળને ઠારવામાં અસદ્ગહના = કદાગ્રહના ત્યાગને જલભરપૂર મેઘની ઉપમા આપી છે. આથી બુદ્ધિમાન શ્રુતજ્ઞાનનો સાર પામેલાં પુરુષોએ તો વિશુદ્ધ સરળતાદિ ભાવો વડે કદાગ્રહની મુક્તિમાં જ રતિ રાખવી જોઈએ. (અ.સા.અસદ્મહત્યાગાધિ૧) મિથ્યાત્વીવીનત્તનીરવાદીર્ઘદત્યા મુદ્દન્તિ | अतो रतिस्तत्र बुधैर्विधेयो विशुद्धभावैः श्रुतसारवद्भिः ।।१।। For Private & Personal Use Only www.jainelibrary.org Jain Education International

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 ... 354