Book Title: Dwatrinshada Dwatrinshika Prakran Part 6
Author(s): Yashovijay Upadhyay, Yashovijay of Jayaghoshsuri
Publisher: Andheri Jain Sangh
View full book text
________________
10 • પ્રસ્તાવના :
द्वात्रिंशिका (૨) અણસમજ :- આના કારણે અંધક મુનિના પિતા પુત્રની દીક્ષિત અવસ્થામાં પણ પુત્રને તાપ ન લાગે માટે છત્ર ધારણ કરતાં હતાં. પાછળથી પુત્રમુનિની હત્યાના સમાચારથી કેવો આઘાત લાગ્યો હશે ? વર્તમાનમાં પણ ઘણી અણસમજો ચાલે છે. જેમ કે આજના સુધારાવાદી - જમાનાવાદી લોકો પૂર્વની ચાર પ્રકારની વર્ણવ્યવસ્થાની સંસ્કૃતિને ભેદભાવની નીતિમાં ખપાવે છે... કુસંસ્કાર અને કુવિદ્યાના આશ્રય સમાન સ્કૂલ - કોલેજો ઉભી કરવામાં ધર્મબુદ્ધિ, નારીને પુરુષ સમોવડી બનાવવામાં નિષ્પક્ષપાતિતાની સમજ, ઇંડા વગેરે માંસાહારનાં ભક્ષણમાં પૌષ્ટિકતાની બુદ્ધિ... આવી અનેક અણસમજ) અજ્ઞાનતા જમાનાવાદી લોકો જીવોમાં પ્રવર્તે છે.
(૩) પૂર્વગ્રહ :- ઉપરના બે ય કરતાં આ વધારે ખતરનાક અજ્ઞાનતા છે. આ પૂર્વગ્રહ જીવ માત્ર પ્રત્યે મૈત્રીનો વિરોધી છે. કોઈક પોતાની ઈચ્છાથી જરા વિરુદ્ધ વર્તન-વાણી-વિચાર કરે, પોતાના કાર્યોમાં જાણતાં-અજાણતાં વિઘ્ન કરે ત્યારે પોતાના કર્મનો દોષ નહીં વિચારવાથી અથવા બીજાનો એંગલ અપેક્ષા નહીં વિચારવાથી તેના પ્રત્યે પૂર્વગ્રહ બંધાય છે. બસ, પછી તેના પ્રત્યે રોષ, વિરોધી વલણ, ધિક્કાર પેદા થાય છે, જે ચિક્કાર કર્મબંધ અને ભવભ્રમણનું કારણ બને છે. આવા સમયે પોતાના અંતરાયાદિ કર્મોના ઉદયની વિચારણા અથવા “કદાચ તે પણ સાચો હોઈ શકે – એની અપેક્ષાએ એ પણ સાચો છે” એ પ્રમાણે અન્યના દૃષ્ટિકોણથી વિચારાય તો આ પૂર્વગ્રહ રૂપી અજ્ઞાનતામાંથી અચૂક નીકળી જવાય. આ દોષ સર્વજીવહિતાશય રૂપ ચારિત્રમાં દૂષણરૂપ છે, તેમાં વિઘ્નકર્તા છે.
(૪) કદાગ્રહ - પૂર્વના ત્રણેય દોષો કરતાં સૌથી ખતરનાક આ દોષ છે. “મારો મત જ સાચો.. બીજાનો ખોટો.. મારા દેવાદિ જ સાચા.. બીજાના નહીં. મારું માનેલું - બોલેલું - આચરેલું સાચું.. બીજાનું તે બધું ય ખોટું.. આ છે કદાગ્રહનું વરવું સ્વરૂપ.
આ કદાગ્રહની ઉત્પત્તિ અહંકારમાંથી થાય છે. આથી કદાગ્રહ પણ અહંકાર જેટલો જ - કદાચ તેથી ય વધુ ખતરનાક છે. કેમ કે ફળ પ્રાયઃ વધુ બળવાન હોય છે.
સાચા અધ્યાત્મશાસ્ત્રજ્ઞો-યોગશાસ્ત્રજ્ઞો તો આને દૂરથી જ તિલાંજલિ આપે છે. કારણ કે “મારું. જ સાચું” એવી દઢ માન્યતાવાળા જીવમાં કદીય યોગની નિષ્પત્તિ થતી નથી. કોરડું સીઝ, સૂર્ય પશ્ચિમમાં ઉગે, ઉખરભૂમિમાં વાવેલું બીજ અંકુરિત થાય અને પાણી વલોવવાથી માખણ નીકળે તો જ કદાગ્રહી જીવમાં યોગનો પ્રવેશ થાય. પણ એવું કદી બનતું નથી.
માટે જ યોગવિષયક અનેક પ્રૌઢ ગ્રન્થના રચયિતા આચાર્યશ્રી હરિભદ્રસૂરિજી કદાગ્રહી સાથે વાદ કરવાની કે તેને ધર્મોપદેશ આપવાની પણ ના કહે છે; મહોપાધ્યાયજી શ્રી યશોવિજય મહારાજે તો “અધ્યાત્મસાર”ના અસગ્રહત્યાગાધિકારમાં આની ચેતવણી આપતી વાણી સુણાવી દીધી છે કે “કાચા ઘડામાં પાણી ભરાય તો શું થાય ? ઘડો પણ ફૂટી જાય અને પાણી પણ ઢોળાઈ જાય. એમ ગુરુ જો કદાગ્રહીને - અપાત્રને ઉપદેશ આપે તો તે શ્રુતનો પણ નાશ થાય અને શ્રુતજ્ઞાનનો દુરુપયોગ કરવા દ્વારા કદાગ્રહી જીવનો ય નાશ થાય.”
જે મૂઢાત્મા કદાગ્રહીને હિતોપદેશ આપે છે તે મહોપકારી (!) કૂતરીના શરીર ઉપર કસ્તૂરીનો લેપ લગાવે છે..” (અ.સા. અદ્મહત્યાગાધિકાર. ૧૪-૧૫)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org