Book Title: Dwatrinshada Dwatrinshika Prakran Part 6
Author(s): Yashovijay Upadhyay, Yashovijay of Jayaghoshsuri
Publisher: Andheri Jain Sangh

View full book text
Previous | Next

Page 12
________________ द्वात्रिंशिका • પ્રસ્તાવના . 11 આ કદાગ્રહના બે પ્રકાર છે (૧) ખોટી વાતનો આગ્રહ.. આ તો સારો નથી જ. એમાં બે મત નથી. પણ (૨) સાચી વાતનો ય ખોટો આગ્રહ પણ સારો નથી. ધર્મ સારી વસ્તુ છે. પણ તે ય બીજા ઉપર પરાણે ઠોકી બેસાડવાની નથી. ક્યારેક ધાર્મિક ગણાતા મા-બાપો પોતાના સંતાનો ઉપર ધર્મ આચરવાનો અતિ આગ્રહ રાખવા જતાં અપરિપક્વ સંતાનો ઉલટાં ધર્મવિમુખ થઈ જતાં હોય છે. સત્યનો ગ્રહ સારો છે. માટે સત્યગ્રાહી બનવું જોઈએ. પણ ખોટી રીતે સત્યાગ્રહી બનવું ન જોઈએ. પોતાની વાત સાચી હોવાનો નિશ્ચય થયો હોય તો તેનો પક્ષપાત રખાય, પણ બીજા ઉપ૨ તેને પરાણે ઠોકી બેસાડતાં સંઘર્ષ અને અસમાધિ પેદા થાય છે. આમ સંઘર્ષ અને અસમાધિ રૂપ પરપીડન કરનારો સત્યાગ્રહ પણ સારો ન ગણાય. સત્યનો પણ ખોટો આગ્રહ એ કદાગ્રહ છે. - આમ કુતર્કને પેદા કરે છે અવિદ્યા - અજ્ઞાનતા. એના ઉત્તરોત્તર વધુ ખરાબ (૧) અનાગ્રહ, (૨) અણસમજ, (૩) પૂર્વગ્રહ, (૪) કદાગ્રહ રૂપ ૪ સ્વરૂપો આપણે જોયા.. આવી અવિદ્યામાંથી પેદા થતો કુતર્ક સત્કાર્યનો હેતુ શી રીતે બને ? એટલે કુતર્ક પણ એટલો જ ખતરનાક છે. - વળી કદાગ્રહના બે પ્રકારો અવસ્થાભેદથી કલ્પી શકાય છે. (૧) એક ભવાભિનંદી - ભોગરસિક જીવોનો તીવ્ર કદાગ્રહ. આવા જીવો પ્રાયઃ અર્થ-કામની પ્રવૃત્તિમાં રચ્યા પચ્યા હોવાથી નાસ્તિકપ્રાયઃ હોય છે. આવા જીવો અચરમાવર્તમાં હોવાથી અને સંસારસુખને જ સારભૂત માનવાથી તેઓને યોગમાર્ગને વિશે જિજ્ઞાસા પણ થતી નથી.. સંસાર જ સાર છે. Eat, dirnk and be merry “આ લોક મીઠાં તો પરલોક કોણે દીઠાં ?” એ તેઓનું જીવનસૂત્ર હોય છે. યોગમાર્ગના તપત્યાગકષ્ટો, નિયંત્રણો આકરાં લાગવાથી તેની નિંદા પણ કરતાં હોય.. (૨) બીજા પ્રકારના કદાગ્રહીઓ આસ્તિક પ્રકારના હોય છે - અર્થાત્ આત્મા પરલોકાદિને માને ખરાં. પણ પોતાના મત-દર્શન ઉપર ખૂબ મમત્વ હોવાથી અન્ય દર્શનનું ખંડન કરતાં હોય. બીજાની સારી પણ વાત સ્વીકારવાની તત્પરતા ન હોય. આમ સ્વ-સ્વદર્શન ઉપર એકાંત રાગવાળા હોવાથી આ દૃષ્ટિરાગ પ્રકારનો કદાગ્રહ છે. ભલે આ કદાગ્રહ નાસ્તિક ભવાભિનંદીના કદાગ્રહ જેટલો તીવ્ર નથી, તોય વિશેષ આત્મવિકાસ ગુણવિકાસમાં તો આ કદાગ્રહ જરૂર બાધક છે. - આવા વિષયાદિ દોષો પ્રત્યે હેયબુદ્ધિ વિનાના કોઈ પણ પ્રકારના કદાગ્રહથી ત્રસ્ત જીવો કદાચ દીક્ષા લે તોય તે દુઃખગર્ભિત પ્રકારનો વૈરાગ્ય હોવાથી વિષય-કષાય દબાયેલાં પણ વિદ્યમાન જ હોય છે. આથી આવા જીવો શાસ્ત્રાભ્યાસ સ્વમતિથી જ કરે છે..“અધ્યાત્મસાર” માં કહેલ દુઃખગર્ભિત વૈરાગ્યનું (અને ક્વચિત્ મોહગર્ભિત વૈરાગ્યનું પણ) લક્ષણ અહીં ઘટી જાય છે. આવા જીવો લુખ્ખા તર્ક ભણી લે છે, વૈદક-જ્યોતિષ આદિ પણ જાણી રાખે છે. પરંતુ તે બિચારા ઉપશમના નીરથી ભરેલી નદી જેવા શાસ્ત્રમાર્ગને તો અડતાં ય નથી.. Jain Education International शुष्कतर्कादिकं किञ्चिद् वैद्यकादिमप्यहो । पठन्ति ते शमनदीं न तु सिद्धान्तपद्धतिम् ।।४।। તેવા જીવો એકાદ ગ્રન્થનું અધકચરું જ્ઞાન પ્રાપ્ત થઈ જાય એટલામાં તો અભિમાનમાં આવીને ધમધમી ઉઠે છે. પરંતુ પ્રશમ-અમૃતના ઝરણા રૂપી શાસ્ત્રનો સાર (છેડો) તો કદી પામી શકતાં નથી... ग्रन्थपल्लवबोधेन गर्वोष्माणं च बिभ्रति 1 तत्त्वान्तं नैव गन्छन्ति प्रशमामृतनिर्झरम् ।। ५ ।। (अध्यात्मसार. वैराग्यभेदाधिकार श्लो. ५) For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 ... 354