Book Title: Dwatrinshada Dwatrinshika Prakran Part 6
Author(s): Yashovijay Upadhyay, Yashovijay of Jayaghoshsuri
Publisher: Andheri Jain Sangh

View full book text
Previous | Next

Page 9
________________ • પ્રસ્તાવના : द्वात्रिंशिका આપતાં કહ્યું છે કે, હકીકતમાં ત્યાજ્ય હોવા છતાં ય જેમ અપ્રશસ્ત કષાયોને કાઢવા પ્રશસ્ત કષાયો દિવાદિ તત્ત્વોના રાગાદિ રૂપ) ખડાં કરવા જરૂરી છે તેમ અતત્ત્વનો આગ્રહ કાઢવા તત્ત્વનો આગ્રહ રાખવો જરૂરી છે. પછી આત્મવિશુદ્ધિવિશેષ વધતાં પ્રશસ્ત કષાયોની જેમ તત્ત્વનો આગ્રહ પણ જાગ્રત સાધકમાંથી નીકળી જશે. કુતર્કો પૂર્વે કહ્યા મુજબ અનર્થકારી હોવાથી જ પતંજલિ આદિ યોગમાર્ગના જ્ઞાનીઓએ અજ્ઞાનરૂપી અંધકારને ફેંકી નાંખે એવું વિધાન કરેલું છે કે, वादांश्च प्रतिवादांश्च वदन्तो निश्चितांस्तथा । તત્ત્વ નૈવ કચ્છત્તિ તિનવીનવવત્ તો II (કા.પ્ર.૨૩/૧, પૃ.9૧૧૨) અસિદ્ધિ આદિ દોષોને દૂર કરીને નિશ્ચિતરૂપે વાદ-પ્રતિવાદ કરનારાઓ કયારેય “આત્માની સિદ્ધિ આદિ રૂપ તત્ત્વના અંતને પામતાં નથી. આંખે પાટા બાંધીને ભ્રમણ કરતાં ઘાણીનું તેલ પીલનારા બળદ ઘણું ભમવા છતાં ય ઠેરના ઠેર હોય છે. તેમ વાદ-પ્રતિવાદમાં ગતિ થાય છે પણ પ્રગતિ થતી નથી. માટે જ આ બત્રીસીના ૩૧મા શ્લોકમાં ગ્રન્થકારે શ્રીહરિભદ્રસૂરિજી મ.ના વચનને ટાંકતા કહ્યું છે કે ज्ञायेरन् हेतुवादेन पदार्था यद्यतीन्द्रियाः। कालेनैतावता प्राज्ञैः कृतः स्यात् तेषु निश्चयः ।। (/રૂ9, પૃ.૧૬૧૨) હેતુવાદોથી-તર્કથી કે અનુમાનથી જો અતીન્દ્રિય પદાર્થોનું જ્ઞાન થઈ શકતું હોય તો અનંતકાળમાં અનંતા વિદ્વાનોએ અનંત અનુમાનો કર્યા. તેનાથી એ પદાર્થોનો નિર્ણય થઈ ગયો હોત. પણ હજી થયો નથી. આથી કુતર્કની પ્રચુરતાવાળા વાદ-પ્રતિવાદથી કે અનુમાનથી તત્ત્વનો નિશ્ચય થવા રૂપ અંત આવતો નથી. અફસોસ ! આ હકીકત હોવા છતાં ય વર્તમાન વિજ્ઞાનવાદીઓ-ભૌતિકવાદીઓ આમાં જ રચ્યાપચ્યા રહેતાં હોય છે. તેઓની આસ્થા તર્ક(Logic)માં જ હોય છે. અતીન્દ્રિય આત્મા, કર્મ આદિ પદાર્થોની સિદ્ધિ પણ તેઓ તર્કથી જ કરવાનો આગ્રહ રાખે છે. પરિણામે તેઓ શાસ્ત્રશ્રદ્ધાથી ૧૨ ગાઉ છેટા અને તેણે બતાવેલ સત્યોથી ૨૪ ગાઉ છેટા રહે છે. તર્કને આધારે આગળ વધતાં વિજ્ઞાને અનેક ચમત્કારિક શોધો કરી છે. પણ એ માર્ગ તેઓને શું વિશ્વશાંતિ-આત્મસંતોષ-ઉપશમભાવ તરફ લઈ જાય છે ખરો ? એ વિનાના ભૌતિક સંશોધનોને કરાતો ખડકલો શું તેને સાચા સુખની પ્રાપ્તિ કરાવી શકશે ખરો? ના, શ્રદ્ધામાર્ગને તદન પુંઠ કરનારા તેઓએ હકીકતમાં “કુ' એવા તર્કોથી કરેલા સંશોધનો દ્વારા ખડકેલ ભોગસામગ્રી અને શસ્ત્રસરંજામ કદાચ સ્વ-પર ઉભયના આંતરિક અધઃપતન અને બાહ્ય સંહારનું સાધન બની ગયું છે. માટે જ પ્રસ્તુતમાં ગ્રન્થકારે કદાગ્રહ-કુતર્કને આપેલી ઉપમાઓ સુસંગત થાય છે. અહીં “નયેલતા'નૂતનવૃત્તિકાર મુનિરાજે વાદ-પ્રતિવાદ સામે “ નાકો’ નો આદેશ કરનારા સ્વશાસ્ત્ર અને પરશાસ્ત્રના પ્રચુર સંદર્ભો ટાંકીને કમાલ કરી છે. દા.ત. વાવો નાગવત: (નાર મ#િસૂત્ર.૭૪) ઈત્યાદિ. આમ અન્ય દર્શનીઓ પણ કદાગ્રહ સ્વરૂપ કુતર્કની ભયંકરતાથી વાકેફ હોવાથી કુતર્ક-વાદવિવાદથી ચેતવે છે. આવા સંદર્ભો સૂચવે છે કે અન્ય દર્શનમાં ય માર્ગાનુસારિતાનો અર્થાત્ સરળતા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 354