Book Title: Dwatrinshada Dwatrinshika Prakran Part 6
Author(s): Yashovijay Upadhyay, Yashovijay of Jayaghoshsuri
Publisher: Andheri Jain Sangh

View full book text
Previous | Next

Page 7
________________ • પ્રસ્તાવના : द्वात्रिंशिका યોગદષ્ટિ સમુચ્ચયના પદાર્થોનો મહોપાધ્યાયજીએ ૨૦ થી ૨૪ એમ કુલ પાંચ બત્રીસીઓમાં સંગ્રહ કરેલો છે. ૨૦મી બત્રીસીમાં ઈચ્છા યોગાદિનું વર્ણન, ૨૧ મી બત્રીસીમાં મિત્રાદષ્ટિનું વર્ણન, ૨૨મી બત્રીસીમાં તારાદિ ૩ દૃષ્ટિઓનું વર્ણન મળે છે. પ્રસ્તુત છઠ્ઠા ભાગની ૨૩મી અને ૨૪મી બત્રીસીઓ પણ યોગદૃષ્ટિસમુચ્ચય ગ્રન્થના જ પદાર્થોના સંગ્રહ રૂપ છે. ૨૫મી “કલેશપ્રહાણ ઉપાય બત્રીસીમાં પણ આચાર્યશ્રી હરિભદ્રસૂરિજીરચિત જ “યોગબિન્દુ' ગ્રન્થનું કેટલાંક અંશમાં અનુસરણ કરેલું છે. અને ૨૬મી “યોગમાયાભ્ય” બત્રીસીમાં મુખ્યતયા પતંજલિ મુનિકૃત યોગસૂત્રના ૩જા વિભૂતિપાદને ઉદેશીને નિરૂપણાત્મક અને સમીક્ષાત્મક વિવરણ કરેલું છે. આમ, પ્રસ્તુત ગ્રન્થરત્નમાં મહોપાધ્યાયજીએ સૂરિપુરંદર શ્રી હરિભદ્રસૂરિજીના ગ્રન્થોના પદાર્થોનો સંગ્રહ કરેલો છે. તેઓએ ઘણે ઠેકાણે તો આચાર્યશ્રીની ટીકાના જ શબ્દો યથાવત્ રાખ્યા છે. એમાં જરાય લઘુતા અનુભવી નથી. પરંતુ એ રીતે જાણે તેઓની ભક્તિ જ પ્રગટ કરી છે. માટે જ કદાચ તેઓ અત્યારે “લઘુ-હરિભદ્ર'ના ઉપનામથી બિરદાવાઈ રહ્યા હશે. બેશક, આચાર્યશ્રી હરિભદ્રસૂરિજીના પદાર્થોને યુક્તિઓને અનુસરવા દ્વારા તેની પુષ્ટિ આપવા સાથે સ્વયં જે નવા તર્કોનું તેમાં સંમિશ્રણ કરેલું છે અને મૂળ પદાર્થોની વધુ સ્પષ્ટતા કરી છે તેથી મહોપાધ્યાયજીની પ્રન્યરચના પણ ખૂબ આવશ્યક જ છે. વળી મહોપાધ્યાયજીએ સંક્ષિપ્ત ટીકા રચી હોવાથી તેના અર્થનો વિશદ પ્રકાશ પાડનારી અને રહસ્ય ખોલનારી, બહુશ્રુત મુનિરાજશ્રી યશોવિજયજી મહારાજે રચેલી “નયેલતા વૃત્તિ અહીં પ્રસ્તુત છે. આની આગવી વિશેષતા એમાં આવેલ અને યથાશક્ય ચલ અનેક ગ્રન્થોના પ્રચુર સંદર્ભો છે. આ ટીકા એ અમૂલ્ય નજરાણું છે. અધ્યેતાઓને પરિચય થાય તે માટે ગ્રન્થવિષય અને ગ્રન્થ વિષે મારું ચિંતન યથાશક્તિ રજૂ કરીશ. • ૨૩મી કુતર્કગ્રહનિવૃત્તિ બત્રીસી • ન્યાયશાસ્ત્ર (તર્કશાસ્ત્ર)નો અભ્યાસ કરી રહેલ કોઈ વિદ્યાર્થી રસ્તા ઉપરથી પસાર થતો હતો. સામેથી ઉન્મત્ત બનેલો હાથી આવી રહ્યો હતો. તે મહાવતના અંકુશની બહાર હતો. આથી મહાવતે બૂમ પાડી, “અરે ભાઈ ! જલ્દી દૂર ભાગ.. નહીંતર હાથી તને મારી નાખશે.” ન્યાયશાસ્ત્રનું હજી પરિણમન નહીં થવાથી વિદ્યાર્થી કહે છે કે “અરે મૂર્ખ ! આ રીતે યુક્તિ વિનાનું કેમ બોલે છે ? શું આ હાથી સ્પર્શેલાને મારશે કે નહીં સ્પર્શલાને ? જો સ્પર્શલાને મારે તો પહેલાં તને જ મારવાનો પ્રસંગ આવે. કેમ કે તું હાથીને સ્પર્શેલો છે. અને જો નહીં અડકેલાને મારે તો આખા ય જગતના લોકોને મારશે. કેમકે તે બધાં ય અડકેલા નથી.” (આથી ક્યાંય પણ જઈશ તો પણ મને હાથી મારશે જ.). આટલું બોલે ત્યાં તો હાથીએ આવીને તેને સૂંઢમાં પકડી લીધો. મહા મુસીબતે તે મહાવત વડે મુક્ત કરાયો. અસ્થાને કરેલાં તર્કોથી અર્થાત્ કુતકોથી પીડિત થયેલાં જીવો પ્રત્યક્ષમાં જ કેવી નુકસાની અને વિનાશ નોતરી શકે છે ? એનું આ પ્રસ્તુત બત્રીસીમાં બતાવેલ સચોટ દષ્ટાંત છે. વિષયની ભૂમિકામાં એક નજર - મિથ્યા દૃષ્ટિઓમાં આ કુતર્કોનું જોર ઘણું હોય છે. આનું કારણ છે અવેદ્યસંવેદ્ય-પદની હાજરી, વેદ્યસંવેદ્ય-પદની અપ્રાપ્તિ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 354