________________
(૧) ચરણકરણાનુયોગ - કાલિકશ્રુત (અગ્યાર અંગસૂત્ર, મહાકલ્પસૂત્ર અને શેષ છેદ સૂત્રો) (૨) ધર્મકથાનુયોગ - ઋષિભાષિત (ઉત્તરાધ્યયન સૂત્ર પણ) (૩) ગણિતાનુયોગ - સૂર્યપ્રજ્ઞપ્તિ (૪) દ્રવ્યાનુયોગ - દૃષ્ટિવાદ
ચાર અનુયોગોના આ જ નામોનું વિશેષાવશ્યકભાષ્યના રચયિતા જિમભદ્રગણિએ સ્પષ્ટરૂપમાં નિમ્નગાથામાં ઉલ્લેખ કર્યો છે -
“ભvisrગો -ધામ-સંવા-દ્રા ** અર્થાત્ ચરણાનુયોગ, ધર્મકથાનુયોગ, સંખ્યાનુયોગ (ગણિતાનુયોગ) અને દ્રવ્યાનુયોગ એ ચાર અનુયોગ કહ્યા છે. શ્વેતામ્બર જૈન પરંપરામાં અનુયોગોનો આ ક્રમ માન્ય છે. દિગમ્બર પરંપરામાં અનુયોગોના નામ જુદા મળે છે અને દ્રવ્યસંગ્રહટીકા અને પંચાસ્તિકાવ્યની તાત્પર્યવૃત્તિના અનુસાર તેના નામ આ પ્રમાણે છે –
(૧) પ્રથમાનુયોગ, (૨) ચરણાનુયોગ, (૩) કરણાનુયોગ અને (૪) દ્રવ્યાનુયોગ. પ્રથમાનુયોગમાં ત્રેસઠ સલાકા પુરુષોના ચરિત્રનું વર્ણન હોય છે તેને એક રીતે શ્વેતામ્બર પરંપરાનું માન્ય ધર્મકથાનુયોગની શ્રેણીમાં ગણી શકાય. ચરણાનુયોગમાં ઉપાસકાધ્યયન આદિના શ્રાવકધર્મ તથા આચારારાધન આદિના યતિધર્મનો મુખ્યરૂપે સમાવેશ કરવામાં આવ્યો છે. કરણાનુયોગમાં ત્રિલોકસાર આદિના ગણિતીય વિષયનો સમાવેશ થાય છે. શ્વેતામ્બર પરંપરામાં આવે ગણિતાનુયોગ કહેવામાં આવે છે. દ્રવ્યાનુયોગમાં જીવાદિ પદ્રવ્યોના વર્ણનની પ્રધાનતા હોય છે તથા જીવાદિના શુદ્ધાશુદ્ધ રૂપનો વિચાર કરવામાં આવે છે. આ પ્રમાણે વિષય-વસ્તુ અને નામોની દૃષ્ટિથી દિગમ્બર અને શ્વેતામ્બર પરંપરામાં કોઈ વિશેષ અંતર નથી. ક્રમમાં અંતર અવશ્ય છે. દિગમ્બર પરંપરામાં પ્રથમાનુયોગ કિં વા ધર્મકથાનુયોગને ચરણકરણાનુયોગથી પૂર્વ રાખેલ છે. તથા શ્વેતામ્બર પરંપરામાં ધર્મકથાનુયોગના પૂર્વે ચરણકરણાનુયોગને સ્થાન આપવામાં આવ્યું છે.
અનુયોગોના ઉપર્યુક્ત વિભાજનમાં એક વિશેષ ઉલ્લેખનીય કથન એ છે કે ભદ્રબાહુ સ્વામી (ચોથી શતાબ્દી ઈ.પૂ.) એ જે અંગસૂત્રાદિ આગમોને ચાર અનુયોગોમાં વિભક્ત કરવાનો નિર્દેશ કર્યો છે તે બૃહદદ્રવ્યસંગ્રહના ટીકાકાર બ્રહ્મદેવે (૧૬મી શતાબ્દી)ના સૂત્રોના વિષય-વસ્તુને અનુયોગ-વિભાજનમાં જુદુ જ મહત્વ આપ્યું છે. જેમકે - શ્રાવકધર્મ અને યતિધર્મનું વર્ણન કરતા સૂત્રોનું તેમણે ચરણાનુયોગમાં સમાવેશ કર્યો છે. તે જ પ્રમાણે ભદ્રબાહુસ્વામીએ કાલિકસૂત્રોજે ચરણકરણાનુયોગમાં રાખ્યું છે. પ્રથમાનુયોગ અથવા ધર્મકથાનુયોગમાં દિગમ્બર પરંપરામાં ત્રેસઠ શલાકા પુરુષોનું વર્ણન કરવાવાળા પુરાણોને સ્થાન દેવામાં આવ્યું છે ત્યારે શ્વેતામ્બર પરંપરામાં ઋષિભાષિત ઉત્તરાધ્યયનસૂત્ર જેવા આગમોને ધર્મકથાનુયોગ કહ્યા છે. શ્વેતામ્બર પરંપરામાં ચરણાનુયોગને ચરણકરણાનુયોગ કહ્યો છે અને ગણિતાનુયોગની અલગથી ગણના કરવામાં આવી છે. જ્યારે દિગમ્બર પરંપરામાં કરણાનુયોગના અંતર્ગત ગણિતાનુયોગનો સમાવેશ થાય છે.
ઉપાધ્યાયપ્રવર પં.રત્નમુનિ શ્રી કયાલાલજી મહારાજ "કમલે” યુગની માંગને ધ્યાનમાં રાખતા લગભગ ૫૦ વર્ષોના અથક પરિશ્રમથી શ્વેતામ્બર સ્થાનકવાસી પરંપરાને માન્ય ૩૨ આગમોના આધારે ચાર અનુયોગોનું વિભાજન કર્યું છે. ચાર અનુયોગોમાંથી ચરણાનુયોગ, ધર્મકથાનુયોગ અને ગણિતાનુયોગનું પ્રકાશન પહેલા જ થઈ ગયું છે. દ્રવ્યાનુયોગનું પ્રકાશન પણ આ ચતુર્થભાગની સાથે પૂર્ણતાને પ્રાપ્ત કરી રહ્યો છે.
- આચાર્ય આર્યરક્ષિતના અનુયોગ વિભાજનના કાર્યને ઉપાધ્યાય શ્રી કવૈયાલાલજી મહારાજ કમલ'એ આગળ વધાર્યું. આર્યરક્ષિતે જે અનુયોગોનું સ્થળ વિભાજન કરી વિભિન્ન આગમોના વિષય-વસ્તુને પ્રાધાન્યથી અલગ-અલગ અનુયોગોમાં
૧. ધર્મકથાનુયોગ આદિ નામોના ઉલ્લેખ મલધારી હેમચંદ્ર વિશેષાવશ્યકભાષ્ય પર પોતાની વૃત્તિમાં કર્યો છે દૃષ્ટવ્ય
વિશેષાવશ્યકભાષ્ય ભાગ-૨, ગાથા - ૨૨૯૪-૨૨૯૫ની વૃત્તિ. વિશેષાવશ્યકભાષ્ય ગાથા-૨૨૮૧.
૨.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org