________________
અહેમુ શ્રી કમલ ગુરુભ્યો નમઃ
સંયોજકીય પૂજ્ય ગુરૂદેવે જે વિશાળકાય અનુયોગનું ઉપાડ્યું હતું તે હિન્દી, ગુજરાતી ભાષાના ૧૯ ભાગોમાં પૂર્ણ થઈ રહ્યું છે. ગુરૂદેવે સન્ ૮૨માં જે મને ભાવના પ્રકટ કરી હતી એ એમની ભાવના બધાના સહકારથી હું પૂર્ણ કરી શક્યો છું એની મને ઘણી જ ખુશી થાય છે.
‘શ્રેયાંસ વદુ વિનાનિ' અર્થાતુ સારા કાર્યોમાં વિઘ્નો આવે જ છે તે અનુસાર આ કાર્યમાં પણ ઘણી જ વિનો આવ્યા. ગુરૂદેવે પણ અટલ સંકલ્પ કરી લીધો અને છેલ્લા શ્વાસ સુધી આ કામની લાગણી રાખી. એમની હયાતીમાં હિન્દીનું કાર્ય પૂર્ણ થયું અને ગુજરાતીના પણ છ ભાગ છપાઈ ગયા હતા. પછી મારા ઉપર જવાબદારી આવી. હું પણ લાંબા-લાંબા વિહાર, ચાતુર્માસ, પ્રવચન, ગૌચરી વગેરે અનેક જવાબદારીઓને નિભાવતા જેટલો સમય પ્રાપ્ત થતો એમાં સમય કાઢી ત્રણ વર્ષના ટૂંકા ગાળામાં જહેમત ઉઠાવી આના ૫ ભાગ પૂર્ણ કરી આ કાર્યને પૂર્ણ કરવામાં ગુરૂદેવના આશીર્વાદથી સફળ થયો. | મારા સાથી મુનિરાજશ્રી ગૌતમ મુનિજીએ પણ આ કાર્ય કરવામાં સારો સહકાર આપ્યો છે. તેઓએ પ્રવચનની બધી જવાબદારી સંભાળી તેમજ સેવાભાવી સંજયમુનિએ ગોચરી-પાણી અને સેવાની લાગણી રાખી જેથી હું આ કાર્ય કરી શક્યો તે બન્નેનો ઋણી છું.
શ્રુતાચાર્યા સાધ્વી ડૉ. મુક્તિપ્રભાજી, સાધ્વી ડૉ. દિવ્યપ્રભાજી, સાધ્વી ડૉ. અનુપમાજી, સાધ્વી ભવ્યસાધનાજી અને સાધ્વી વિરતિસાધનાજીએ મૂળ હિન્દીના કાર્યમાં તેમજ ગુજરાતી ભાષાન્તરના કાર્યમાં સારો સહકાર આપ્યો. તેમની નાની-નાની શિષ્યાઓ સાધ્વી વિરાગ સાધનાજી, સાધ્વી સ્વયંસાધનાજી, સાધ્વી લક્ષિતસાધનાજી અને નવદીક્ષિત સાધ્વી જિનેશ્વરાજીએ પણ પોતાના અધ્યયનથી સમય કાઢી લખાણના કાર્યમાં સારો સમય આપ્યો એટલે એ સતી મંડળની શ્રુત સેવા પ્રસંશનીય છે.
મૂળ પાઠ અને ભાષાંતર જોવા માટે ગ્રંથોની ઘણી આવશ્યકતા રહે છે એના માટે ઘણા આગમગ્રંથ, કોષ વગેરે વિહારમાં જોડે રાખવાની વ્યવસ્થા કરવી પડી ત્યારે જ ટૂંકા ગાળામાં આ કાર્ય થઈ શક્યું. દરેક ઉપાશ્રયોમાં આગમ ગ્રંથો વસાવવા જ જોઈએ. ચોપડા પ્રાપ્ત ન થવાથી મૂળપાઠ અને ભાષાંતર કદાચ શુદ્ધ નહીં થઈ શક્યું હોય. ગુજરાતી ભાષાનો મારો સારો અભ્યાસ નથી જેથી હિન્દી શબ્દોનો પણ પ્રયોગ થઈ ગયો હશે તો પાઠક તે અંશને સ્વબુદ્ધિથી સુધારીને વાંચે અને સૂચિત કરે જેથી બીજા સંસ્કરણમાં સંશોધન થઈ શકે.
નારણપુરા સંઘના અને અનુયોગ ટ્રસ્ટના માનદ્દમંત્રી શ્રી જયંતિભાઈ સંઘવીએ સંઘનું ઘણું કામ હોવા છતાં આ અનુયોગનું કાર્ય પૂર્ણ કરાવવામાં ભારે જહેમત ઉઠાવી છે. તેમજ શ્રી નવનીતભાઈ, બચુભાઈ, વિજયરાજજી વગેરે ટ્રસ્ટીઓના આગ્રહપૂર્ણ સૂચન નિર્દેશથી આ કાર્ય સંતોષજનક રીતે પાર પડી શક્યું છે.
મહાવીર કેન્દ્ર આબુના ટ્રસ્ટીઓએ કેન્દ્રના વ્યવસ્થાપકશ્રી માંગીલાલજીને આ કાર્યમાં સમય આપવા માટે મંજૂરી આપી જેથી પ્રફ તપાસવા અને પ્રેસ સંબંધી ગોઠવણ કરવામાં સમય આપી શક્યા આમ ટ્રસ્ટીઓની ગુરૂદેવ તેમજ કાર્ય પ્રત્યે લાગણી પ્રસંશનીય છે.
સેવાભાવી શિવજીરામજી શર્માના સુપુત્ર મહાવીર શર્માએ લાંબા-લાંબા વિહારોમાં સાથે રહી પ્રફ તપાસવા, ગ્રંથોની વ્યવસ્થા કરવી વગેરે જવાબદારીઓ સંભાળી તેથી જ કાર્ય થઈ શક્યું.
પ્રેસવાળા દિવ્યાંગભાઈએ મારા હિન્દીના અક્ષરોને ગુજરાતીમાં ફેરવીને જે સહકાર આપ્યો તેમજ શુદ્ધ અને સુન્દર છપાઈકામ ઝડપથી કરી આપ્યું તેથી જ આ કાર્ય પૂર્ણ થઈ શક્યું.
બોટાદ સંપ્રદાયના શ્રી અમીચંદજી મ., લિંબડી અજરામર સંપ્રદાયના કુશળ કાર્ય દક્ષશ્રી ભાસ્કરમુનિજી તેમજ ગોંડલ સંપ્રદાયના યુવાપ્રણેતા શ્રી ધીરજમુનિજીએ અવાર-નવાર કાર્યને વેગ આપવાની અને લાયબ્રેરિઓમાં સેટ વસાવવાની પ્રેરણા આપી. આવી રીતે સૌ સહકાર આપે તો ગ્રંથો ગામ-ગામ પહોંચી જાય અને તેનો સારો સદુપયોગ થાય. સ્વાધ્યાય પ્રેમિઓ આ અનુયોગનો વધારેમાં વધારે ઉપયોગ કરે અને પ્રચાર-પ્રસાર કરે એજ અભ્યર્થના...
- ઉપપ્રવર્તક વિનયમુનિ જ
=
2
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org