________________
વૈર્ય, સહિષ્ણુતા અને પુરુષાર્થ વડે પરાજિત કરી. આપની શારીરિક પ્રતિકૂળતાઓ દરમ્યાન આ૫ના અંતેવાસી શિષ્ય શ્રી વિનયમુનિજી મ. ‘વાગીશ’ તથા સાધ્વીછંદ ડૉ. શ્રી દિવ્યપ્રભાજી, પં. દલસુખભાઇ માલવણિયા, પં. દેવકુમારજી વગેરેનો સાથ-સહકાર મળતો રહ્યો. આપે આગમ અનુયોગ ટ્રસ્ટ દ્વારા હિંદી અનુવાદ ૮ ભાગોમાં અને ગુજરાતી ૪ ભાગોમાં પ્રકાશિત કર્યાં શેષ ભાગોનું કાર્ય શ્રી વિનયમુનિજી મ. તથા ટ્રસ્ટીગણ અત્યધિક પરિશ્રમકરી સંપન્ન કરવા પ્રયત્નશીલ રહે છે. | આપના વિશાળ વિચરણ ક્ષેત્રદ્વારા આપનો અનુયાયી વર્ગ પણ એટલો જ વિશાળ અને વ્યાપક છે જેનું મુખ્ય કારણ આપની બિનસાંપ્રદાયિક્તાની ભાવના હતી. સ્વાથ્યની પ્રતિકૂળતા દરમ્યાન પણ આપે અદ્ભૂત આત્મબળદ્વારાજેસમત્વભાવ અપનાવ્યોતે બધા માટે પ્રેરણારૂપ છે અને ખૂબ-ખૂબ વંદનીય છે. - જ્ઞાનરાધના, મૌન, તપ અને જપ આપના જીવનના પર્યાય સમા બની ગયા હતાં. નિરર્થક ચર્ચા, જ્ઞાતિસંપ્રદાયોની વાતો કે ટીકા-ટિપ્પણીમાં આપે કદી ક્યારેય સમય બરબાદ કર્યો નથી. યુવાવસ્થાથી જ દ્વિદળનો ત્યાગ, એક સમય ભોજનમાં પણ માત્ર એક જ રોટલીનું ઉણોદરી તપ આપનીરસેન્દ્રિય પ્રત્યેની નિસ્પૃહતા દર્શાવે છે. છેલ્લા ૧૮ વર્ષોથી આપે અન-પાણીનો ત્યાગ કરી માત્ર ફળોનો રસ, ગાયના દૂધથી જ જીવન નિર્વાહ કર્યો. છેલ્લા ૨૦ વર્ષથી દરેક મંગળવારે મૌન, રાત્રિના બે વાગ્યે નિદ્રા ત્યાગ કરી સાધનામાં લીન થતાં અને આવાં જ ઉત્તમ આચારને કારણે આપે ‘સંતરત્ન' ના બિરૂદને સાર્થક કર્યું. એટલું જ નહિ પરંતુ રાષ્ટ્રીય સંતની હરોળમાં આપનું નામ જયવંતુ બન્યું. ૬ ડિસેમ્બર ૧૯૯૩, પોષ સુદ ૧૪ સવંત ૨૦૫૦ ના રોજ જયપુરમાં આચાર્ય સમ્રાટ શ્રી દેવેન્દ્રમુનિએ આપને ‘ઉપાધ્યાયપદે જૈનશાસન પ્રભાવકપદ ગૌરવાન્વિત કર્યા.
આપ કરુણા, દયા, વાત્સલ્ય અને પ્રેમની સાક્ષાતુ મૂર્તિ હતા અને આથી જ આપે માનવ કલ્યાણ હિતાર્થે વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કર્યું. શ્રીવર્ધમાન મહાવીર સેવા કેન્દ્ર દેવલાલી, જિલ્લા નાસિક (મહારાષ્ટ્ર) જયાં વૃધ્ધ સાધુ-સાધ્વી સેવા કેન્દ્ર, જનહિતાર્થે હોસ્પિટલ, માનવ રાહત કેન્દ્રજેવી વિવિધ પ્રવૃત્તિઓ વિદ્યમાન છે.
શ્રી વર્ધમાન મહાવીર કેન્દ્ર-આબુ પર્વત જ્યાં પ્રતિવર્ષ ચૈત્રી ઓળીનું આયોજન થાય છે અને ભોજન શાળા, ઉપાશ્રય, પુસ્તકાલય, ઔષધાલય, અતિથિગૃહ છે. તઉપરાંત આગમ અનુયોગટ્રસ્ટ અમદાવાદ, શ્રી મહાવીર કલ્યાણ કેન્દ્ર મદનગંજ, અંબિકા જૈન ભવન- અંબાજી વગેરે અનેક સંસ્થાઓ આપની પ્રેરણા અને આશીર્વાદ વડે અનેકવિધ પ્રવૃત્તિઓમાં કાર્યરત માનવકલ્યાણનાં ઉત્તમ કાર્યો કરે છે. ( ૧૭ ડિસેમ્બર ૨૦OOબપોરના ૧-૩૦વાગ્યે એકાએક આપનું સ્વાથ્ય બગડ્યું આપે ૨-૪૫ વાગ્યે સંથારો ગ્રહણ કર્યો અને રાત્રે સમય ૩-૪૫ પોષ વદ આઠમ(ગુજ, માગસર વદ ૮) સોમવાર ૧૮ ડિસેમ્બરના રોજ જીવનજ્યોત દિવ્યજ્યોતમાં વિલીન થઇ. ૧૯ડિસેમ્બર બપોરે ૩વાગ્યે ‘કમલ કવૈયાવિહાર’માં હજારો ભક્તોસાધકોની જનમેદની વચ્ચે આત્માના નિરંજનનિરાકાર સ્વરૂપનાઘોષ સાથે અગ્નિસંસ્કારવિધિ સંપન્ન થઇ.
આપના સ્વર્ગારોહણથી શ્રમણ સંઘમાં જ નહીં પરંતુ સમગ્ર જૈન જગતમાં જે ખોટ પડી છે તેની પૂર્તિ અસંભવ, અશક્ય છે.
Sain
F
C
International
--for private & Personal use only,
www.atelibras org