Book Title: Diksha Batrishi Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious

View full book text
Previous | Next

Page 8
________________ અનુસરનારા એવા અંધજનો પણ તેમની સાથે જ ઈષ્ટ સ્થાને પહોંચે છે-એ માનવાનું અઘરું છે. નજરે જોવા છતાં એ વાત માનવા મન તૈયાર થતું નથી. આજ સુધી એવો કોઈ અંધજન જોયો નથી કે, જેનું અનુસરણ કરાય છે તે જે કહે તેમાં કોઈ પણ જાતની દલીલ કરતો હોય. અંધજનને પૂર્ણપણે જાણ હોય છે કે પોતે અંધ છે; અને મને દોરી જનારો દેખતો છે. એ કહે કે-ચાલો! તો ચાલવા માંડે; દોડો! તો દોડવા માંડે; થોભો! તો થોભી જાય; આવી તો કંઇકેટલીય સૂચનાઓ અંધજનને કરાય તો પણ તેના મનમાંય એવો વિચાર નથી આવતો કે આમનું કાંઈ ઠેકાણું જ નથી. ઘડીક્યાં કહે કે ચાલો! અને તુરત જ કહે છે કે થોભો ! અંધજન, તેને દોરનારા જે રીતે દોરે તે રીતે કોઈ પણ પ્રકારના શલ્ય (મનનો ડંખ) વિના દોરાય છે. પણ લોકોત્તર માર્ગમાં જ્ઞાનીભગવન્તો પ્રત્યે આવો અતૂટ વિશ્વાસ સંપાદન કરવાનું ઘણું જ અઘરું છે. પૂજ્ય ભવનિસ્તારક ગુરુદેવશ્રી પ્રત્યે અગાધ શ્રદ્ધા જન્મે તો જ્ઞાનીની નિશ્રાવાળી દીક્ષા પ્રાપ્ત થઈ શકશે. આપણી સમજણ કરતાં પૂ. ગુરુદેવશ્રીને વધારે સમજણ છે-એવું અત્તરથી માનવાનું પૂરું છે. તેઓશ્રીની સાધના, સમજણ, દીર્ધદર્શિતા અને પારમાર્થિક હિતની ચિન્તા વગેરે પ્રત્યે અહોભાવ જાગે તો જ્ઞાનીની નિશ્રામાં રહેવાનું ખૂબ જ સરળ બને. રાતદિવસ સાથે રહેવાનું અને પ્રતિકાર વિના તેઓશ્રીના વચનને માનવા નહીં-આના જેવી વિટંબના બીજી કોઈ નથી.... .ર૮-રા જ્ઞાનીને જ્ઞાન હોવાથી તેઓ નિરતિચાર ચારિત્રનું પાલન TE મલમલ) GSSS

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74