Book Title: Diksha Batrishi Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious

View full book text
Previous | Next

Page 68
________________ વૃત્તિઓનો સામાન્ય નિરોધ હોવા છતાં વિશિષ્ટ ચિત્તવૃત્તિનો નિરોધ નથી હોતો. તેથી ચિત્તવૃત્તિના વિરોધમાત્રને ધ્યાન માનીએ તો અધ્યાત્માદિ વ્યવહાર- કાળમાં ધ્યાન માની શકાશે નહિ. પરંતુ ધ્યાનનું સ્વરૂપ મન, વચન, કાયાની સમ્પ્રવૃત્તિ પણ હોવાથી એ દષ્ટિએ વ્યવહારકાળમાં ધ્યાન અક્ષત છે. અહીં ગ્રંથકારશ્રીએ મનવચનકાયાના સુવ્યાપારને કરણદઢસુવ્યાપાર સ્વરૂપે વર્ણવ્યો છે. કરણ એટલે મન, વચન અને કાયા, એનો દઢ જે સવ્યાપાર છે-તેને પણ યોગ કહેવાય છે, જે ધ્યાન (શુભધ્યાન) સ્વરૂપ છે. ફળની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી જે મન વચન અને કાયાની પ્રવૃત્તિ છે, તેને દઢ વ્યાપાર કહેવાય છે. શરૂઆત કરીએ અને ફળ મળે એ પૂર્વે જ પ્રવૃત્તિનો ત્યાગ કરી દઈએ તો એ પ્રવૃત્તિને દઢ પ્રવૃત્તિ કહેવાતી નથી. દઢતા વિનાની પ્રવૃત્તિ-એ ધ્યાન નથી. ૨૮-૨૮ મનવચનકાયાની દઢ સમ્પ્રવૃત્તિ, ઉપર જણાવ્યા મુજબ ધ્યાન-સ્વરૂપ હોવાથી દીક્ષામાં એવી શુભ પ્રવૃત્તિને આશ્રયીને અનારશ્મિત્વ (આરંભનો અભાવ)નું પ્રતિપાદન આગમમાં ક્યું છે-એ જણાવાય છે. शुभयोग प्रतीत्यास्यामनारम्भित्वमागमे । व्यवस्थितमितश्चांशात् स्वभावसमवस्थितिः ॥२८-२९॥ કહેવાનો આશય એ છે કે “માત્ર ચિત્તવૃત્તિનો નિરોધ ધ્યાન ન હોય અને મનવચન તથા કાયાનો દઢ સુવ્યાપાર પણ ધ્યાન હોય તો દીક્ષામાં તેવા ધ્યાનથી તો આરંભ થશે. કારણ કે

Loading...

Page Navigation
1 ... 66 67 68 69 70 71 72 73 74