Book Title: Diksha Batrishi Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious

View full book text
Previous | Next

Page 66
________________ આશય એ છે કે અધ્યાત્મ, ભાવના, ધ્યાન, સમતા અને વૃત્તિ-સંશય-આ પાંચ પ્રકારનો યોગ છે. મોક્ષની સાથે આત્માને જોડી આપનાર આત્મવ્યાપારને યોગ કહેવાય છે. અધ્યાત્માદિ યોગોમાં સાધારણ રીતે મોક્ષસાધતા મનાય છે. અધ્યાત્માદિ કમે; વૃત્તિ- (કર્મજન્ય આત્મપરિણામ)સંક્ષયની પ્રાપ્તિ પછી જ મોક્ષની પ્રાપ્તિ થાય છે. છતાં અધ્યાત્માદિ દરેકમાં યોગત્વ મનાય છે. માત્ર ધ્યાન, સમતા અને વૃત્તિસંક્ષય - એ ત્રણમાં જ નહીં. આમ છતાં “અધ્યાત્મ અને ભાવનાનો ધ્યાન વડે ઉપક્ષય (કાર્યસ્વરૂપે પરિણમવું) થતો હોવાથી અધ્યાત્મ કે ભાવનાને યોગ ન માનીએ તો વૃત્તિસંય વડે ધ્યાનનો પણ ઉપક્ષય (ધ્યાન વૃત્તિસંલયસ્વરૂપે પરિણમતું હોવાથી) થાય છે તેથી તેને પણ યોગ નહિ મનાય.” આ પ્રમાણે શ્લોનો ભાવાર્થ છે. આથી સમજી શકાશે કે તે તે ગુણસ્થાનકે અપુનર્બન્ધકાદિ દશામાં મોક્ષના ઉદ્દેશથી પ્રવર્તેલા અધ્યાત્મ, ભાવના, ધ્યાન, સમતા અને વૃત્તિસંક્ષય જેમ યોગ છે તેમ શુભોપયોગ અને શુદ્ધોપયોગ મોક્ષનાં કારણ છે. સામાન્ય રીતે ઉચિત (પોતાની ભૂમિકાને અનુરૂપ) પ્રવૃત્તિને કરનારા, શાસ્ત્રના આધારે મૈત્રી, પ્રમોદાદિ ભાવનાથી ભાવિત બની જે જીવાદિતત્ત્વની વિચારણા કરે છે તેને વિચારણાને) અધ્યાત્મ કહેવાય છે. દરરોજ વધતા એવા ચિત્તવૃત્તિના નિરોધથી યુક્ત અધ્યાત્મના અભ્યાસ(વારંવાર-સતત કરવું તે)ને “ભાવના કહેવાય છે. પ્રશસ્ત (વિહિત) સૂક્ષ્મ એક વિષયમાં સ્થિર બનેલા ચિત્તને ધ્યાન’ કહેવાય છે. અજ્ઞાનના કારણે વિષયોમાં કલ્પલા

Loading...

Page Navigation
1 ... 64 65 66 67 68 69 70 71 72 73 74