Book Title: Diksha Batrishi Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious

View full book text
Previous | Next

Page 70
________________ સદ્દીક્ષામાં શુભ કરણ (મન, વચન અને કાયા) વ્યાપાર સ્વરૂપ વ્યવહારનયને આશ્રયીને ધ્યાન માનીએ તો આત્મમાત્ર (વચન-કાયાદિ નહીં) ધ્યાનના પ્રતિબંધ સ્વરૂપ જે વ્યુત્થાન છે; તે વ્યુત્થાન સ્વરૂપ જ કરણસુવ્યાપારાત્મક વ્યવહાર થશે-આવી શંકા કરવાપૂર્વક તેનું નિરાકરણ કરાય છેव्युत्थानं व्यवहारश्चन ध्यानाऽप्रतिबन्धतः । स्थितं ध्यानान्तरारम्भ एकध्यानान्तरं पुन: ॥२८-३०॥ વ્યવહાર વ્યુત્થાનસ્વરૂપ છે આ પ્રમાણે નહિ કહેવું. કારણ કે તેથી ધ્યાનનો પ્રતિબંધ થતો નથી. ધ્યાનાંતરના આરંભમાં એક ધ્યાનાંતર (પૂર્વધ્યાન) જેમ અનુકૂળ રહે છે, તેમ વ્યવહાર પણ ધ્યાનને અનુકૂળ છે. આ પ્રમાણે ત્રીશમા શ્લોકનો સામાન્ય અર્થ શંકા કરનારનો આશય એ છે કે દીક્ષામાં મનવચનકાયાની શુભ પ્રવૃત્તિને આશ્રયીને અનારંભિત્વ હોવા છતાં માત્ર આત્માનું જ ધ્યાન રહેતું નથી, આત્મતર શરીરાદિનું પણ ધ્યાન રહે છે. એ ધ્યિાન આત્મમાત્રધ્યાનનો પ્રતિબંધ કરતું હોવાથી વ્યુત્થાનદોષસ્વરૂપ છે. આથી સ્પષ્ટ છે કે વ્યવહાર (વ્યવહારનયપ્રસિદ્ધ ધ્યાન) વ્યુત્થાન છે. આનું સમાધાન કરતાં ફરમાવ્યું છે કે ઉપર જણાવ્યા મુજબ વ્યવહાર- સ્વરૂપ ધ્યાન; ધ્યાનનો પ્રતિબંધ કરતું નથી. પરંતુ મનવચનકાયાના સુવ્યાપાર સ્વરૂપ એ ધ્યાન, મનવચનકાયાના નિરોધ માટે અનુકૂળ છે. ચિત્તવિક્ષેપો જ ધ્યાનના પ્રતિબંધક છે. એક ધ્યાનાંતર (વ્યવહાર વખતનું સુવ્યાપારસ્વરૂપ ધ્યાન) મૈત્રી,

Loading...

Page Navigation
1 ... 68 69 70 71 72 73 74