Book Title: Diksha Batrishi Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious
Catalog link: https://jainqq.org/explore/005691/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ }; મહામહોપાધ્યાય શ્રીમદ્ યશોવિજયજી મહારાજ વિરચિત ક્ષત્રીશ એક પરિશીલન ઃ સંકલનઃ પૂ.આ.ભ.શ્રી.વિ. ચન્દ્રગુપ્ત સૂ.મ. પ્રકાશકઃ શ્રી અનેકાન્ત પ્રકાશન Page #2 -------------------------------------------------------------------------- ________________ મહામહોપાધ્યાય શ્રીમદ્દ યશોવિજયજી મહારાજા વિરચિત સિઁશ ત્રિશિ' પ્રકરણાન્તર્ગત દીક્ષા થશીશી-એક પરિશીલન છે પરિશીલન છે પૂ. પરમશાસનપ્રભાવક પૂજયપાદ સ્વ.આ.ભ. શ્રી.વિ. રામચંદ્ર સૂમ.સા. ના પટ્ટાલંકાર પૂ. આ.ભ. શ્રી.વિ. મુક્તિચંદ્ર સૂમ.સા. ના શિષ્યરત્ન પૂ.આ.ભ.શ્રી.વિ. અમરગુપ્ત સૂમ.સા. ના શિષ્યરત્ના પૂ.આ.ભ.શ્રી.વિ. ચન્દ્રગુપ્ત સૂમ, * પ્રકાશક શ્રી અનેકાન્ત પ્રકાશન એક આર્થિક સહકાર એક સગૃહસ્થ . Page #3 -------------------------------------------------------------------------- ________________ દીક્ષા લાશીશી-એક પરિશીલન પ્રથમ સંસ્કરણ : નકલ-૧૦૦૦ વિ.સં. ૨૦૫૫ પ્રકાશન : શ્રી અનેકાંત પ્રકાશન ક્રિ.જે.સુ. ૧૧ : ગુરુવાર 1 પ્રાપ્તિ સ્થાન મુકુંદભાઈ આર. શાહ જતીનભાઈ હેમચંદ શાહ : ૫, નવરત્ન ફ્લેટ્સ, છાપરીયા શેરી, નવા વિકાસ ગૃહ માર્ગ, મહીધરપુરા, પાલડી, અમદાવાદ-૭. સુરત-૩૯૫૦૦૩ વિજયકર કાંતિલાલ ઝવેરી પ્રેમવર્ધક ફ્લેટ્સ, નવા વિકાસ ગૃહ માર્ગ, પાલડી, અમદાવાદ-૭ શા. સૂર્યકાંત ચતુરલાલા મુ.પો. મુરબાડ (જિ. ઠાણે) અશેષ મનસુખલાલ શાહ મોટી મહેતવાડ, વલસાડ એક ફોટો કંપોઝિંગ કુમાર ૧૩૮-બી, ચંદાવાડી, બીજે માળે, સી.પી. ટેક રોડ, મુંબઈ-૪૦૦ ૦૦૪ Page #4 -------------------------------------------------------------------------- ________________ ? દીક્ષા બત્રીશી-એક પરિશીલન ઃ આ પૂર્વેની છેલ્લી બત્રીશીમાં ‘ભિક્ષુનું સ્વરૂપ વર્ણવ્યું. તે ભિક્ષુ દીક્ષાસંપન્ન હોય તો જ તેને ભિક્ષુ કહેવાય છે. તેથી આ બત્રીશીમાં દીક્ષાનું સ્વરૂપ જણાવાય છે. दीक्षा हि श्रेयसो दानादशिवक्षपणात्तथा । सा ज्ञानिनो नियोगेन ज्ञानिनिश्रावतोऽथवा ॥२८-१॥ અનન્તોપકારી શ્રી અરિહન્ત પરમાત્માના પરમતારક શાસનમાં દીક્ષાનું જે મહત્વ છે તેનો ખ્યાલ આપણને છે જ. દિક્ષા વિના મુક્તિ થતી ન હોવાથી દીક્ષાનો મહિમા આપણને સર્વ રીતે સમજાયો નથી-એવું નથી. મુતિ માટે અનન્ય સાધનભૂત દીક્ષાનું મહત્ત્વ નિર્વિવાદ છે. એ પરમતારક દીક્ષાની પ્રાપ્તિ અનેકવાર થવા છતાં મુતિની પ્રાપ્તિ આજ સુધી ન થઈ, એનું કારણ એક જ છે કે અનન્તજ્ઞાનીઓએ ઉપદેશેલી દીક્ષા અને આપણે આરાધેલી દીક્ષા-એ બેના સ્વરૂપમાં ખૂબ જ મોટું અન્તર હતું. પૂજ્યપાદ મહામહોપાધ્યાય શ્રીમદ્દ યશોવિજયજી મહારાજાએ દીક્ષાનું પારમાર્થિક સ્વરૂપ સમજાવીને એ અન્તર જણાવવાનું કાર્ય આ બત્રીશીમાં ક્યું છે. મુમુક્ષુ આત્માઓ એ અન્તરને સમજી લે તો ચોક્કસ જ એમની દીક્ષા, અનન્તજ્ઞાનીઓએ ઉપદેશેલી દીક્ષા સ્વરૂપ બની શકશે. મોક્ષપ્રાપ્તિ માટે એ અનિવાર્ય છે-એ મુમુક્ષુઓને સમજાવવું પડે એમ નથી. ' શ્રેય -મોક્ષને આપતી હોવાથી અને અશિવનો ક્ષય કરતી હોવાથી દીક્ષાને દીક્ષા કહેવાય છે. “દીક્ષા' શબ્દની વ્યુત્પત્તિના Page #5 -------------------------------------------------------------------------- ________________ આધારે “દીક્ષા' શબ્દનો આ અર્થ શ્રી ષોડશક પ્રકરણમાં વર્ણવ્યો છે. “દીક્ષા' શબ્દથી પ્રતીત થનારો એ અર્થ દરેક દીક્ષાર્થીએ નિરંતર યાદ રાખવો જોઈએ. દીક્ષા, મોક્ષને આપનારી હોવી જોઈએ અને સંસારનો અત્ત કરનારી હોવી જોઈએ. શિવ-મોક્ષથી ભિન્નને સંસાર કહેવાય છે. જ્યાં શિવ-કલ્યાણ નથી એ અવસ્થાને સંસાર કહેવાય છે. ચારગતિમય આ સંસારમાં કલ્યાણનો લેશ પણ નથી. અને ચારગતિમય સંસાર, કર્મયોગે છે તેથી સર્વથા સકલર્મક્ષયે થનાર મોક્ષથી તે તદ્દન જ જુદો છે. આવા અશિવસ્વરૂપ સંસારનો ઉચ્છેદ કરનારી દિક્ષાને અને મોક્ષનું પ્રદાન કરનારી દીક્ષાને જ દીક્ષા કહેવાય છે. જે દીક્ષાથી સંસારનો ઉચ્છેદ થતો નથી અને મોક્ષ પ્રાપ્ત થતો નથી, એને દીક્ષા માનવાનું યોગ્ય નથી. દીક્ષાનું પરિપાલન કરનારાએ રાત અને દિવસ ચિતવવું જોઈએ કે આપણી દીક્ષાથી સંસારનો ઉચ્છેદ કેમ થતો નથી; અને મોક્ષ કેમ મળતો નથી. આજની આપણી દશા જોતાં વિચારવું પડે કે ખરેખર જ અશિવના ઉચ્છેદ માટે અને શ્રેયની પ્રાપ્તિ માટે દીક્ષા લીધી હતી ને ? અને જો એ આશય હતો તો આજે એ છે કે નહિ ? સાચું કહીએ તો મોટા ભાગે અશિવના ઉચ્છેદનો વિચાર જ આવતો નથી. એના બદલે દુઃખના ઉચ્છેદનો જ વિચાર આવે છે. સહેજ પણ પ્રતિકૂળતા જણાય એટલે તેને દૂર કરવાનો વિચાર આવે છે. અશિવના ઉચ્છેદનો વિચાર તો કોણ જાણે ક્યાં ભાગી જાય છે ? આવી સ્થિતિમાં શ્રેય પામવાની વાત તો યાદ જ આવતી નથી. દીક્ષા લીધા પછી અશિવના ઉચ્છેદનો અને શ્રેય પામવાનો આશય 2 Page #6 -------------------------------------------------------------------------- ________________ ઉદ્દેશ વીસરી જવાય તો દીક્ષા દીક્ષા નહિ રહે અનન્તજ્ઞાનીઓએ ઉપદેશેલી એ દીક્ષા એ પરમપવિત્ર આશયને લઈને છે. એ આશય વિનાની દીક્ષા આત્માને લાભદાયી નહિ બને. શ્લોકના ઉત્તરાર્ધમાં પૂ. ઉપાધ્યાયજી મહારાજાએ ખૂબ જ માર્મિક વાત કરી છે. શ્રેયાનું પ્રદાન કરનારી અને અશિવસંસારનો ઉચ્છેદ કરનારી દીક્ષા ચોક્કસપણે જ્ઞાનીને હોય છે અથવા જ્ઞાનીભગવન્તની નિશ્રામાં રહેનારને હોય છે. જેઓ જ્ઞાની નથી અથવા તો જ્ઞાનીની નિશ્રામાં રહેતા નથી; એવા લોકોને ચોક્કસ જ દીક્ષાની પ્રાપ્તિ થતી નથી. દીક્ષાની વાસ્તવિક પ્રાપ્તિ માટે જ્ઞાન અથવા તો જ્ઞાનીની નિશ્રા જ કારણ છે-એ આથી સ્પષ્ટપણે સમજી શકાય છે. જ્ઞાની બન્યા વિના અથવા જ્ઞાનીની નિશ્રામાં નિરંતર રહ્યા વિના દીક્ષાની પ્રાપ્તિ અને આરાધના કોઈ પણ રીતે શક્ય નથી-આ વાત દીક્ષાના પરમાર્થને સમજતી વખતે ખ્યાલમાં રાખવી જોઈએ. જ્ઞાનીની નિશ્રા એટલે ગુરુષારતન્ય. જ્ઞાની-ગુરુની સાથે રહેવા માત્રથી "જ્ઞાની નિશ્રા કહેવાતી નથી. જ્ઞાનીને આધીન થઈને રહેવાથી જ્ઞાનીની નિશ્રા પ્રાપ્ત થાય છે. જ્ઞાનીની સાથે રહીએ અને પોતાની ઈચ્છા મુજબ વર્તીએ તો ચોક્કસ જ દીક્ષાની પ્રાપ્તિ નહીં થાય. સ્વચ્છન્દતા' સઘળા ય અનર્થોનું મૂળ છે. સકલ પાપોથી રહિત એવી પણ નિષ્પાપ દીક્ષા, સ્વચ્છન્દતાને લઈને અનર્થકારિણી બને છે-એ વીસરવું ના જોઈએ. પાપ ગમે છે એવું ન પણ હોય પરન્તુ સ્વચ્છન્દીપણું ગમતું નથી-એમ કહેતાં પૂર્વે એકવાર નહિ સો વાર વિચારવું પડે એવી લગભગ સ્થિતિ છે. સર્વથા પાપરહિત Page #7 -------------------------------------------------------------------------- ________________ જીવન જીવવાનો નિર્ણય કર્યા પછી પણ ગુરુષારતન્યના અભાવે દીક્ષા પારમાર્થિરૂપે પરિણામ પામતી નથી. અને તેથી ન તો શ્રેયની પ્રાપ્તિ થાય છે, તેમ જ ન તો અશિવ-સંસારનો ઉચ્છેદ થાય છે. ૨૮-૧૨ા. જ્ઞાનીને જ અથવા તો જ્ઞાનીની નિશ્રામાં જ રહેનારને ચોક્કસપણે દીક્ષા હોય છે, તેનું કારણ સમજાવવા દૃષ્ટાન્ત દ્વારા દીક્ષાનું સ્વરૂપ જણાવાય છે. एकः स्यादिह चक्षुष्मानन्यस्तदनुवृत्तिमान् । પ્રસ્તુતો યુવાપર્ પ્રામં અાવ્યું હતું . ૨૮-રા શ્લોકનો અર્થ ખૂબ જ સ્પષ્ટ છે. ગત્તવ્ય (ઈષ્ટ સ્થાન) એવા ગામમાં એક ચક્ષુવાળો (દેખતો) અને બીજો તેને અનુસરનારો એવો અન્ય-એમ બંને જણા એ કારણે એકી સાથે પહોચે છે, તેમ અહીં જ્ઞાની અને તેમને અનુસરનારો અજ્ઞાની એવો જ્ઞાનિનિશ્રાવાળો-એમ બંને આત્માઓ ગન્તવ્ય એવા મોક્ષમાં એક સાથે પહોંચે છે. જ્ઞાની પહેલાં અને તેમની નિશ્રામાં રહેનારા પછી મોક્ષે જાય-આવો કોઈ નિયમ નથી. ગ્રન્થકારપરમર્ષિએ સુપ્રસિદ્ધ દૃષ્ટાન્તથી અહીં જ્ઞાની અને તેમની નિશ્રાને પામેલા આત્માઓની ઈષ્ટસ્થાને (મોક્ષ) પહોંચવાની યોગ્યતા એકસરખા સ્વરૂપે વર્ણવી છે. દૃષ્ટાન્તનો વિચાર કરીએ તો દીક્ષાની યોગ્યતા કેટલી વિકસાવવાની આવશ્યકતા છે-એ સમજાયા વિના નહીં રહે. આંખે દેખતા, ઈષ્ટ સ્થાને પહોંચે એ તો સમજી શકાય છે. પરન્તુ તેમને Page #8 -------------------------------------------------------------------------- ________________ અનુસરનારા એવા અંધજનો પણ તેમની સાથે જ ઈષ્ટ સ્થાને પહોંચે છે-એ માનવાનું અઘરું છે. નજરે જોવા છતાં એ વાત માનવા મન તૈયાર થતું નથી. આજ સુધી એવો કોઈ અંધજન જોયો નથી કે, જેનું અનુસરણ કરાય છે તે જે કહે તેમાં કોઈ પણ જાતની દલીલ કરતો હોય. અંધજનને પૂર્ણપણે જાણ હોય છે કે પોતે અંધ છે; અને મને દોરી જનારો દેખતો છે. એ કહે કે-ચાલો! તો ચાલવા માંડે; દોડો! તો દોડવા માંડે; થોભો! તો થોભી જાય; આવી તો કંઇકેટલીય સૂચનાઓ અંધજનને કરાય તો પણ તેના મનમાંય એવો વિચાર નથી આવતો કે આમનું કાંઈ ઠેકાણું જ નથી. ઘડીક્યાં કહે કે ચાલો! અને તુરત જ કહે છે કે થોભો ! અંધજન, તેને દોરનારા જે રીતે દોરે તે રીતે કોઈ પણ પ્રકારના શલ્ય (મનનો ડંખ) વિના દોરાય છે. પણ લોકોત્તર માર્ગમાં જ્ઞાનીભગવન્તો પ્રત્યે આવો અતૂટ વિશ્વાસ સંપાદન કરવાનું ઘણું જ અઘરું છે. પૂજ્ય ભવનિસ્તારક ગુરુદેવશ્રી પ્રત્યે અગાધ શ્રદ્ધા જન્મે તો જ્ઞાનીની નિશ્રાવાળી દીક્ષા પ્રાપ્ત થઈ શકશે. આપણી સમજણ કરતાં પૂ. ગુરુદેવશ્રીને વધારે સમજણ છે-એવું અત્તરથી માનવાનું પૂરું છે. તેઓશ્રીની સાધના, સમજણ, દીર્ધદર્શિતા અને પારમાર્થિક હિતની ચિન્તા વગેરે પ્રત્યે અહોભાવ જાગે તો જ્ઞાનીની નિશ્રામાં રહેવાનું ખૂબ જ સરળ બને. રાતદિવસ સાથે રહેવાનું અને પ્રતિકાર વિના તેઓશ્રીના વચનને માનવા નહીં-આના જેવી વિટંબના બીજી કોઈ નથી.... .ર૮-રા જ્ઞાનીને જ્ઞાન હોવાથી તેઓ નિરતિચાર ચારિત્રનું પાલન TE મલમલ) GSSS Page #9 -------------------------------------------------------------------------- ________________ કરે એ બરાબર છે; પરન્તુ જ્ઞાનીની નિશ્રામાં રહેનારને તેવા પ્રકારનું જ્ઞાન નહિ હોવાથી તેઓને દીક્ષાની યોગ્યતાનો સંભવ કઈ રીતે હોય-આવી શંકાના સમાધાન માટે જણાવાય છેयस्य क्रियासु सामर्थ्यं स्यात् सम्यग्गुरुरागतः । योग्यता तस्य दीक्षायामपि माषतुषाकृतेः ॥२८-३॥ જેમને ક્રિયામાં ગુરુદેવશ્રી પ્રત્યેના રાગના કારણે સુંદર સામર્થ્ય પ્રાપ્ત થાય છે, તેવા શ્રીમાલતુષ મહાત્મા જેવા મહાત્માઓ દીક્ષા માટે યોગ્ય છે. કહેવાનો આશય એ છે કે ભૂતકાળના જ્ઞાનાવરણીય કર્મના તીવ્ર ઉદયના કારણે જ્ઞાન ન મળે ત્યારે જ્ઞાનના અભાવે વાસ્તવિક રીતે ચારિત્રની ક્રિયા કરવાનું સામર્થ્ય પ્રાપ્ત થતું નથી. પરન્તુ ભવનિસ્તારક પૂ. ગુરુદેવશ્રી પ્રત્યે સારી રીતે રાગ થવાથી; તેઓશ્રીનાં પરમતારક વચનોનો સર્વશે. સ્વીકાર કરાય છે, અને તેથી તે તે ક્રિયાઓ કરવાનું સુંદર સામર્થ્ય પ્રાપ્ત થાય છે, જેથી ચારિત્રની કોઈ પણ ક્રિયા વિશુદ્ધ રીતે કરી શકાતી હોવાથી તેવા આત્માઓમાં દીક્ષાની યોગ્યતા મનાય છે. શ્રી માપતુષ મુનિનું દૃષ્ટાન્ત ખૂબ જ સુપ્રસિદ્ધ છે. શ્રી ઉત્તરાધ્યયન સૂત્રનું ચોથું અસંખય અધ્યયન, તેઓશ્રી કંઠસ્થ કરી રહ્યા હતા. ભૂતકાળના જ્ઞાનાવરણીય કર્મના તીવ્ર ઉદયે એ અધ્યયન, તેઓશ્રી કંઠસ્થ કરી શક્યા નહિ. પુષ્કળ પ્રયત્ન પણ જ્યારે તે મહાત્માને એ અધ્યયનનું જ્ઞાન પ્રાપ્ત થયું નહિ, ત્યારે તેઓશ્રીના પૂ. ગુરુદેવશ્રીએ તેમને કહ્યું કે-આગળના અધ્યયનની ક્રિયા કરી લઈએ. એ સાંભળી શ્રી માલતુષ મુનિએ Page #10 -------------------------------------------------------------------------- ________________ પૂ. ગુરુદેવશ્રીને એ અધ્યયનના અભ્યાસ અંગે વાસ્તવિક વિધિ કયો છે-તે પૂછ્યું. ગુરુદેવે જણાવ્યું કે આ ચોથું અધ્યયન જ્યાં સુધી આવડે નહિ ત્યાં સુધી તેના સમુદ્ધેશ-અનુજ્ઞાની ક્રિયા થાય નહિ; અને ત્યાં સુધી આયંબિલનો તપ કરવો પડે. આ પ્રમાણે સાંભળીને શ્રી માપતુષ મુનિએ પૂ. ગુરુદેવશ્રીના જણાવ્યા મુજબ શ્રી ઉત્તરાધ્યયનસૂત્રના ચોથા અધ્યયનને અભ્યસ્ત કરવા માટે ઉત્કટ પ્રયત્ન કરવા સાથે આયંબિલનો તપ ચાલુ રાખ્યો. બાર વર્ષ સુધીની એ સાધનાના અન્તે તેઓશ્રીએ કેવલજ્ઞાનને પ્રાપ્ત કર્યું. વિશિષ્ટ ક્ષયોપશમના અભાવે જ્ઞાનની પ્રાપ્તિ ન થવા છતાં, પૂ. ગુરુદેવશ્રીના પરમતારક વચનનો સ્વીકાર કરી ચારિત્રની સમગ્ર સાધના દ્વારા તેઓશ્રી કેવલજ્ઞાની બન્યા. આથી સમજી શકાશે કે આવા માતુષ મુનિ જેવા મુગ્ધ આત્માઓ દીક્ષા માટે યોગ્ય છે. અબુધ માણસને મોટા ભાગે આપણે મુગ્ધ સમજીએ છીએ. પરન્તુ એ વાત બરાબર નથી. ખરી રીતે તો જેઓ અબુધ તો છે અને સાથે સાથે તેઓ સરળ હોય તો તેઓ મુગ્ધ છે. આવા પ્રકારની મુગ્ધતા જેમનામાં છે તે આત્માઓ દીક્ષાગ્રહણ માટે યોગ્ય છે. આવી મુગ્ધતા જેમનામાં નથી, તેઓ દીક્ષા માટે યોગ્ય નથી. હૃદયની સરળતા આત્માને પ્રજ્ઞાપનીય બનાવે છે. અને પ્રજ્ઞાપનીય આત્મા ક્રમે કરી પ્રજ્ઞાવાન બને છે. પ્રજ્ઞાવાન આત્મા ચારિત્રની ક્રિયાઓ સમ્યક્ પ્રકારે કરવા સમર્થ બને છે.... 1122-311 ઉપર જણાવ્યા મુજબ જેઓ દીક્ષા માટે યોગ્ય છે તેમને દીક્ષા કઈ રીતે આપવી તે જણાવાય છે ૭ Page #11 -------------------------------------------------------------------------- ________________ देया दीक्षास्य विधिना नामादिन्यासपूर्वकम् । हन्तानुपप्लवश्वायं सम्प्रदायानुसारतः ॥२८-४॥ શ્લોકનો અર્થ સ્પષ્ટ છે કે- પૂર્વે જણાવ્યા મુજબ જે દીક્ષા માટે યોગ્ય છે તેને આગમમાં જણાવ્યા મુજબની વિધિથી, નામાદિના ન્યાસ(પ્રદાન) પૂર્વક દીક્ષા આપવી જોઈએ. પોતાના સંપ્રદાયના અનુસાર કરેલો આ નામાદિન્યાસ વિધ્વરહિત છે. આશય એ છે કે સમ્યગુ ગુરુરાગના કારણે ચારિત્રની ક્રિયાઓ માટેનું સામર્થ્ય પ્રાપ્ત થયા પછી મુમુક્ષુ સંયમાર્થી આત્માને આગમમાં જણાવેલી વિધિપૂર્વક દીક્ષા આપવી જોઈએ. અને તે વખતે સંપ્રદાય(પૂર્વમહાપુરુષોએ બતાવેલી સામાચારી) મુજબ નામાદિનો ન્યાસ કરવો જોઈએ. આ નામાદિનો ન્યાસ વિમ્બરહિત હોય છે. આગમમાં સુપ્રસિદ્ધ એવા નામાદિના ન્યાસથી જ નિર્વિઘ્નપણે દીક્ષાનો નિર્વાહ થાય છે અર્થાત્ દીક્ષાના પારમાર્થિક ફળ સુધી પહોંચાય છે. ' કોઈ મુમુક્ષુ આત્માને દીક્ષા આપતી વખતે તેનું પ્રશાન્ત, પ્રશમ, ભદ્ર...વગેરે નામ રાખવાથી તે તે નામના અર્થ પ્રગમાદિનું સ્મરણ થાય છે. તેવા પ્રકારના નામથી જ તે નામવાળા પવિત્ર આત્માઓના ગુણો યાદ આવે છે. અને તેથી ઉત્તમ કુળ અને જાતિ સંપન્ન આત્માઓને ગ્રહણ કરેલી સર્વવિરતિસંબધી પ્રતિજ્ઞાનું પાલન સરળ બને છે. આશય એ છે કે કોઈ સંયોગવશ સાધુમહાત્માને પરીષહાદિ નિમિત્તે અરતિ વગેરે થાય ત્યારે પોતાના તે તે પ્રશમાદિ નામના અર્થના અનુસ્મરણથી તેમને ત્યારે એમ થાય કે-“મારું નામ ક્યાં અને મારું વર્તન ક્યાં છે તે તે Page #12 -------------------------------------------------------------------------- ________________ નામવાળા પૂર્વમહાત્માઓએ પરીષહાદિ કેવી રીતે સહ્યા? ક્યાં એમની સહનશીલતા અને જ્યાં આ મારી અસહિષ્ણુતા ? આવી અરતિ વગેરેના કારણે તો એવા તારક આત્માઓનું નામ બગડે. આથી એ પુણ્યાત્માઓના નામને ધરનારા મને આ ના શોભે..”આ રીતે વિચારવાથી એ સાધુ મહાત્મા અરતિ વગેરેને દૂર કરી; ગ્રહણ કરેલી સર્વવિરતિધર્મની પ્રતિજ્ઞાનું પાલન બરાબર કરી શકે છે. આ બધો લાભ વાસ્તવિક રીતે ઉત્તમ જાતિ અને કુળ સંપન્ન આત્માઓને શક્ય છે. એવા આત્માઓ સહજપણે જ લજ્જાદિ ગુણોને ધરતા હોય છે. અકુલીન જનોમાં એવી કોઈ જ યોગ્યતા હોતી નથી, કે જેથી તેઓ આવી રીતે પોતાના નામના અનુસ્મરણથી પ્રતિજ્ઞાનો નિર્વાહ કરી શકે. આ વાતને જણાવતી વખતે અન્યત્ર કહ્યું છે કે પોતાના ગુરુદેવશ્રીને આથી તે નામાદિનું સ્થાપન કલ્યાણકારી છે. નામના નિમિત્તે જે પ્રવજ્યાનું પરિપાલન સ્વરૂપ તત્ત્વ છે એ પૂર્વે જણાવ્યું છે. આ નામની જે સ્થાપના છે તે વાસ્તવિક દીક્ષા છે. બીજો જે વિધિ છે તે ઉપચાર છે. ૨૮૬૪માં ચોથા શ્લોકમાં જે નામતિન્યાસપૂર્વ’- આ પ્રમાણે જણાવ્યું છે, ત્યાં નામાદ્રિ અહીં સદ્ધિ પદથી જેનો સંગ્રહ કરવાનો છે- તેનું વર્ણન કરાય છે. नाम्नान्वर्थेन कीर्त्तिः स्यात् ‘स्थापनारोग्यकारिणी । द्रव्येण च व्रतस्थैर्य भावः सत्पददीपनः ॥२८-५।। યોગ્ય મુમુક્ષુ આત્માને દીક્ષા આપતી વખતે નામ, સ્થાપના, Page #13 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્ય અને ભાવનો ન્યાસ કરવો જોઈએ. ગુણને અનુરૂપ એવા નામન્યાસથી કીર્તિ થાય છે. સ્થાપના આરોગ્યને કરનારી છે. દ્રવ્યથી વ્રતમાં સ્થિરતા મળે છે. અને ભાવ વિશિષ્ટ આચાર્યપદાદિનો પ્રકાશક હોય છે-આ પ્રમાણે શ્લોકનો સામાન્યાર્થ છે. કહેવાનું તાત્પર્ય એ છે કે, કોઈ પણ મુમુક્ષુને દીક્ષા આપતી વખતે તેનું જે નામ રખાય છે તે તેના અર્થને અનુસરનારું ગુણનિષ્પન્ન હોય તો, તે સાંભળવા માત્રથી જ તેના અર્થને સમજવાથી વિદ્વાનોને તેમ જ બીજા પણ સામાન્ય માણસોને મનની પ્રસન્નતા પ્રાપ્ત થતી હોય છે. દા.ત. શ્રી ભદ્રબાહુ અને શ્રી સુધર્મસ્વામી વગેરે નામ સાંભળીને તેઓશ્રીની પ્રત્યે અને તેઓશ્રીના ગુણાદિની પ્રત્યે વિશિષ્ટ બહુમાનભાવ પેદા થાય છે. આવી રીતે તે તે મહાત્માઓના તે તે ગુણાનુરૂપ નામ સાંભળવાથી તે તે મહાત્માઓ અને તેઓશ્રીના ગુણાદિ પ્રત્યે બહુમાનભાવ પેદા થાય છે. આથી તે તે મહાત્માઓની કીર્ત્તિ ફેલાય છે. નામન્યાસની જેમ દીક્ષા વખતે સ્થાપનાન્યાસ પણ કરવો જોઈએ. સ્થાપના આકારવિશેષસ્વરૂપ છે. અહીં સામાન્ય રીતે સાધુવેષ-સ્વરૂપ સ્થાપનાની વિક્ષા છે. ઓઘો, મુહપત્તી અને ચોલપટ્ટો વગેરે સાધુવેષને ધારણ કરવા સ્વરૂપ જ અહીં સ્થાપનાન્યાસ છે. સાધુવેષસ્વરૂપ સ્થાપનાનું ગ્રહણ કરવા દ્વારા ભાવગર્ભિત ચારિત્રની ક્રિયાથી રાગાદિ ભાવરોગનો ઉપમર્દ (વિનાશ) થાય છે અને તેથી સ્થાપનાન્યાસ ભાવ-આરોગ્યનું કારણ બને છે. સામાન્યથી દીક્ષા લેતાં પૂર્વે જ મુમુક્ષુ આત્માને ૧૦ Page #14 -------------------------------------------------------------------------- ________________ સર્વથા પાપથી નિવૃત્ત થવાની ભાવના ઉત્કટ કોટિની હોય છે. હજુ ક્યાં દીક્ષા લીધી છે જે માટે પાપ કરી શકાય-આવો વિચાર મુમુક્ષુ આત્માને તો ન જ આવવો જોઈએ. “હજુ દીક્ષા લીધી નથી માટે પાપ કરવું પડે છે.” આવો એકમાત્ર વિચાર તેના હૃદયમાં રમતો હોય છે. તેથી જ આવા મુમુક્ષુ આત્મા શક્ય પ્રયત્ન જેમ બને તેમ પાપની નિવૃત્તિ વધારે પ્રમાણમાં કરતા હોય છે. વર્તમાનની પરિસ્થિતિ ખૂબ જ વિલક્ષણ છે. જેમની દીક્ષા આવતી કાલે છે-એવા પણ મુમુક્ષુ આત્માઓ એમ વિચારતા હોય છે કે-દીક્ષા લીધા પછી બધું બંધ જ છે ને ? માટે અભક્ષ્ય-અપયાદિ છેલ્લી વાર વાપરી લઈએ. ખરી રીતે આવા મુમુક્ષુઓ દીક્ષા માટે યોગ્ય નથી. ગૃહસ્થજીવનમાં પણ જેમ બને તેમ વધુ પાપ નિવૃત્તિને કરનારા આત્માઓ દીક્ષા માટે યોગ્ય છે. આવા આત્માઓને સાધુવેષના સમર્પણ સ્વરૂપ સ્થાપનાન્યાસ કરવાથી એના નિરંતર દર્શનથી આવા આત્માઓને હવે મારાથી કોઈ પણ સંયોગોમાં પાપ થાય નહિ'-આવો ખ્યાલ સતત રહ્યા કરે છે. નિસર્ગથી જ સરળ એવા આત્માઓ માટે ઉપર જણાવ્યા મુજબ સ્થાપના-ન્યાસ, ભાવરોગસ્વરૂપ પાપથી સર્વથા દૂર રાખી ભાવ-આરોગ્યનું કારણ બને છે. શ્લોકમાંનું સ્થાપનારોથરિ'-આ પદ ઉપર જણાવેલા પરમાર્થને જણાવે છે. “વેષ'ની પણ મહત્તા છે, જે ઉપર જણાવ્યા મુજબ ભાવરોગથી દૂર રાખી આત્માને ભાવારોગ્યનું પ્રદાન કરે છે. આવો વેષ ભાવરોગનું સાધન ના બને એનો મુમુક્ષુજનોએ ખ્યાલ રાખવો જોઈએ. Page #15 -------------------------------------------------------------------------- ________________ નામન્યાસથી કીર્તિ ફેલાય છે. સ્થાપનાન્યાસથી આરોગ્ય (ભાવારોગ્ય)ની પ્રાપ્તિ થાય છે અને દ્રવ્યથી વ્રતની સ્થિરતા પ્રાપ્ત થાય છે. અહીં દ્રવ્યથી સામાન્ય રીતે આચારાજ્ઞાદિ કૃત વિવક્ષિત છે. અથવા સકલ સાધુપણાની ક્રિયા વિવક્ષિત છે. દીક્ષા જીવનમાં મૃત અને ક્રિયાની પ્રાપ્તિ થવાથી ગ્રહણ કરેલી સર્વવિરતિનું પ્રતિપાલન નિરતિચારપણે દઢતાપૂર્વક થઈ શકે છે. કોઈ પણ વસ્તુનું જ્ઞાન હોય અને કરવાનો અભ્યાસ હોય તો તે વસ્તુ ખૂબ જ સરસ રીતે દઢતાપૂર્વક કરી શકાય છે. આવી જ રીતે આચારાલ્ગાદિ શ્રુતજ્ઞાનની પ્રાપ્તિથી અને સાધુપણાની સકલ ક્ષિાના અભ્યાસથી સર્વવિરતિનું પાલન ખૂબ જ દઢતાપૂર્વક કરી શકાય. અન્યથા મહાવ્રતોના પાલનમાં કોઈ સ્થિરતા નહીં રહે. મૃતાભ્યાસ અને ક્રિયાભ્યાસ વ્રતની સ્થિરતાનું અદ્ભુત સાધન છે. એ સાધનને સેવ્યા વિના વ્રતની સ્થિરતા શક્ય નથી. મોક્ષની સિદ્ધિ ન થાય ત્યાં સુધી વ્રતની સ્થિરતા આવશ્યક છે. વ્રતના પાલન માટે દઢ નિર્ધાર ન હોય તો તેમાં સ્થિરતા ક્યાંથી આવે? વ્રતના પાલન માટે જે દઢ નિશ્ચય અપેક્ષિત છે, તે મોક્ષની તીવ્ર ઈચ્છાથી જન્મે છે. મોક્ષની ઈચ્છાને ઉક્ટ બનાવવા માટે સંસારની અસારતાનું અને મોક્ષની એકાંતે સારતાનું વારંવાર પરિભાવન કરવું જોઈએ. આ પરિભાવન માટે શ્રુતાભ્યાસ વિના બીજે કોઈ ઉપાય નથી. વર્તમાન સમયમાં મુમુક્ષુ આત્માઓને લગભગ શ્રુતાભ્યાસની આવશ્યકતા જણાતી નથી. શાસ્ત્રની દ્રષ્ટિએ શ્રુતાભ્યાસ વિના સંસારની અસારતાદિનું પરિભાવને શક્ય નથી. અને એ વિના વ્રતમાં સ્થિરતા આવતી નથી. માત્ર સાધુવેષમાં Page #16 -------------------------------------------------------------------------- ________________ ટકી રહેવું એ વ્રતની સ્થિરતા નથી. વ્રતની પરિણતિમાં સ્થિર રહેવું એ વ્રતની સ્થિરતા છે. શ્રુતાભ્યાસ વિના છાપાં વગેરે વાંચીને દિવસો તો પસાર થઈ જશે અને વેષમાં પણ ટકી રહેવાશે. પરંતુ વ્રતની પરિણતિમાં સ્થિરતા નહીં મળે. શ્રુતાભ્યાસ વિનાની બાહ્ય પ્રવૃત્તિ (છાપાં વગેરે વાંચવાની) ગમે છે એનું પણ ખરું કારણ એ છે કે વ્રતમાં સ્થિરતા નથી. વ્રતમાં સ્થિરતાની આવશ્યક્તા હોય તો વહેલામાં વહેલી તકે શ્રુતાભ્યાસની પ્રવૃત્તિને શરૂ કર્યા વિના બીજો કોઈ જ ઉપાય નથી. માત્ર કૃતાભ્યાસથી પણ વ્રતમાં સ્થિરતા નથી આવતી. સાધુભગવંતો માટે તે તે કાળે વિહિત કરેલી સઘળીય ક્રિયાઓનો અભ્યાસ પણ વ્રતની સ્થિરતામાં આવશ્યક છે. આથી જ અહીં ‘દ્રવ્ય પદથી સલસાધુષિાનો પણ સમાવેશ ક્યું છે. સમર્થ મૃતના અભ્યાસીઓ, સકલ સાધુકિયાના અભ્યાસી હોવા જોઈએ. જ્ઞાનીને કર્તવ્યતાનો પરિણામ હોય જ-એ સમજી શકાય છે. આ પ્રમાણે મૃત અને સકલસાધુષિા સ્વરૂપ દ્રવ્યના ન્યાસ વડે વ્રતની સ્થિરતા પ્રાપ્ત થાય છે. " - ભાવના ન્યાસથી સત્પદની પ્રાપ્તિ જણાવાય છે. સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યફચારિત્રાદિ સ્વરૂપ ભાવની પ્રાપ્તિથી વિશિષ્ટ પુષ્યયોગે સાધુભગવંતોને ભવિષ્યમાં આચાર્યપદાદિની પ્રાપ્તિ થતી હોય છે. એને જણાવનારો અહીં ભાવનો વાસ છે. ક્ષયોપશમભાવની નિર્મળતાના કારણે કોઈવાર આત્માને વિશિષ્ટ પુણ્યયોગે એવા આચાર્યપદાદિની પ્રાપ્તિ થતી હોય છે. ભાવિમાં થનારા એ કાર્યનાં સમ્યગ્દર્શનાદિસ્વરૂપ ભાવો Page #17 -------------------------------------------------------------------------- ________________ કારણસ્વરૂપ લિંગો છે. જેમ કાર્ય (ધૂમાદિ)ના કારણે કારણ(અગ્નિ વગેરે)નું અનુમાન થાય છે, તેમ કારણ(મંગલાદિ)ના કારણે કાર્ય(વિનનાશાદિ)નું પણ અનુમાન થાય છે. વિશિષ્ટ સમ્યગ્દર્શનાદિસ્વરૂપ ભાવ ભાવિમાં પ્રાપ્ત થનાર આચાર્યપદાદિનો અનુમાપક છે. “માવ: સતકીપર:” આ શ્લોના છેલ્લા પદથી જણાવેલી વાતને સ્પષ્ટ રીતે જણાવી છે કે આચાર્યત્વ વગેરે વિશિષ્ટ સ્થાને અવસ્થિત (રહેલા) આત્માઓની અવસ્થાનો પ્રકાશક (જણાવનારો-સૂચવનારો) આ ભાવ છે. નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવનો વાસ (પ્રદાન); ઉપર જણાવ્યા મુજબ અનુક્રમે કીર્તિ, આરોગ્ય અને વ્રતની સ્થિરતાને કરનાર તેમ જ સત્પદને જણાવનાર છે. નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ-આ ચારે ય ભેગા મળીને શ્રેષ્ઠ કોટિનાં કીર્તિ, આરોગ્ય વગેરેનાં કારણ બને જ છે-એ વિચારવું જોઈએ. સામાન્યથી પ્રત્યેકનું કારણ બનનારાના સમુદાયના કારણે અંતે તે પ્રત્યેથી ઉત્પન્ન થનારા કાર્યમાં જ પ્રકૃષ્ટતાનો આવિર્ભાવ થતો હોય છે. અન્યગ્રંથ (શ્રી ષોડશક પ્રકરણોમાં પણ એ વાતને સ્પષ્ટપણે ફરમાવતાં જણાવ્યું છે કે-નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ; ચોક્કસપણે કીર્તિ, આરોગ્ય, ધ્રુવસ્થિરતા) અને પદની પ્રાપ્તિને સૂચવનારાં છે-આ પ્રમાણે આચાર્યભગવંતો જણાવે છે. તેથી નામાદિના ન્યાસ માટે પ્રયત્ન કરવો જોઈએ. આ ગાથામાં ધ્રુવ પદ ધ્રુવતા (સ્થિરતા) અર્થને જણાવનારું છે. ધ્રુવ પદ વાસ્તવિક રીતે સ્થિરાર્થક છે, તેથી ઉપર જણાવ્યા મુજબ ભાવની (સ્થિરતાની) પ્રધાનતાનો નિર્દેશ છે. Page #18 -------------------------------------------------------------------------- ________________ શ્રી ષોડશક પ્રકરણની ઉપર જણાવેલી વિગતને અનુલક્ષી સંસારના સુખ માટે ધર્મ કરાય'-આવી પોતાની માન્યતાનું કેટલાક વિવેચકોએ સમર્થન કર્યું છે. પરંતુ ઉપર જણાવેલી વાત ઉપરથી સમજી શકાશે કે અહીં એવી કોઈ જ સંસારના સુખની વાત નથી. કીર્તિ, આરોગ્ય, વ્રતની સ્થિરતા અને સત્પદની પ્રાપ્તિ શિષ્યને થાય એવી ભાવનાથી નામાદિનો ન્યાસ પૂ. ભવનિસ્તારક ગુરુદેવ કરતા હોય છે. કીર્તિ, આરોગ્ય વગેરેને સંસારના સુખ રૂપે જોવાની પ્રવૃત્તિ ખરેખર જ વિકૃત છે. ભવનિસ્તારને કરનારી દીક્ષા સંબંધી નામાદિન્યાસ ભવનિસ્તારનાં જ અંગ છે, ભવનાં અંગ નથી... આ બધી વાત સામાન્યથી “શ્રી જિનશાસનની મોસૈકલક્ષિતા આ પુસ્તિકામાં જણાવી છે. અને “શ્રી ષોડશક એક પરિશીલન' આ પુસ્તકમાં જણાવીશ એટલે એ વિષયમાં અહીં જણાવ્યું નથી. જિજ્ઞાસુઓએ તે તે પુસ્તકો વાંચી લેવાં જોઈએ... ૨૮-પા ' હવે દીક્ષાનું સ્વરૂપ જણાવાય છે. આ પૂર્વે દીક્ષા’ શબ્દને આશ્રયી દીક્ષાનું સ્વરૂપ વર્ણવ્યું હતું, હવે દીક્ષાનું જે કાર્ય છે તેને આશ્રયી દીક્ષાનું સ્વરૂપ વર્ણવાય છેइहादौ वचनक्षान्तिधर्मक्षान्तिरनन्तरम् । . अनुष्ठानं च वचनानुष्ठानात् स्यादसंगकम् ॥२८-६॥ શ્લોકનો અર્થ સ્પષ્ટ છે. “દીક્ષામાં શરૂઆતમાં વચનક્ષમાં હોય છે અને પછી ધર્મક્ષમા હોય છે. તેમ જ અધ્યયન, વૈયાવચ્ચ વગેરે સ્વરૂપ અનુષ્ઠાનો સ્વરૂપ અનુષ્ઠાનોમાં પ્રથમ Page #19 -------------------------------------------------------------------------- ________________ વચનાનુષ્ઠાન હોય છે અને પછી એ અનુષ્ઠાનોના કારણે ઉત્પન્ન થનારું અસંગ અનુષ્ઠાન હોય છે. આ પ્રમાણે છઠ્ઠી ગાથાનો શબ્દાર્થ છે. વચનક્ષમા, ધર્મક્ષમા, વચનાનુષ્ઠાન અને અસંગાનુષ્ઠાનાદિનું સ્વરૂપ આગળના શ્લોકોથી ગ્રંથકારશ્રી સ્વયં જણાવશે. એ પૂર્વે અહીં એ યાદ રાખવું જોઈએ કે દીક્ષા લીધા પછી પાંચ મહાવ્રતોનું પાલન બાવીશ પરીષહોને સહન કરવા નિર્દોષ ભિક્ષા, નવકલ્પી વિહાર; દશ પ્રકારના શ્રમણધર્મનું વિશુદ્ધ પાલન; પાંચ સમિતિ અને ત્રણ ગુમિનું પાલન પંદર કલાકનો સ્વાધ્યાય; અને ગુરુષારતન્ય વગેરે અનેક આચારોનું અપ્રમત્તપણે પાલન કરવાનું છે. આ બધામાં દશ પ્રકારના યતિધર્માન્તર્ગત ક્ષમા ધર્મની પ્રધાનતા હોવાથી આ શ્લોમાં ક્ષમાધર્મથી દીક્ષાનું સ્વરૂપ સમજાવ્યું છે. શ્રી જિનશાસનનો સાર ક્ષમાધર્મ છે. એના અસ્તિત્વમાં જ બીજા બધા ધર્મોનું અસ્તિત્વ છે. ક્ષમાના અભાવમાં બીજા બધા ધર્મોનું કોઈ મહત્વ નથી. “સહનશીલતાએ મુનિજીવનનો પ્રાણ છે. સખેદ માનવું પડે એમ છે કે વર્તમાનમાં ક્ષમાધર્મની ચિકાર ઉપેક્ષા સેવાય છે. એનું મુખ્ય કારણ સહનશીલતાના અભાવ કરતાં પણ સહન કરવાની વૃત્તિનો અભાવ છે. દીક્ષામાં જેનું નામ પણ ના જોઈએ તે-સહન ન કરવાની વૃત્તિ-નું અસ્તિત્વ ક્યાંથી વ્યાપી ગયું તે જ સમજાતું નથી. દેખીતી રીતે કોઈ પણ જાતનો વાંક ન હોય તો પણ તે અંગે જે પણ સહેવું પડે તે કોઈ પણ જાતના પ્રતીકાર વિના સહન કરી લેવું જોઈએ-એમ સ્પષ્ટપણે સાધુઓને ઉપદેશ્ય છે. આવી સ્થિતિમાં સ્પષ્ટ રીતે વાંક હોવા Page #20 -------------------------------------------------------------------------- ________________ છતાં એ અંગે પૂ. ગુર્નાદિક કશું જણાવે તો તે સહન કરવાની વૃત્તિ ન હોય તો ક્ષમાધર્મ પામવાનું કઈ રીતે શક્ય બને ? ખોટું સહન થતું નથી'-આ કથન સાચું નથી. અવસરે કેટલું સહન કરીએ છીએ, કોનું સહન કરીએ છીએ અને કેવું સહન કરીએ છીએ-એ, કોઈ પણ જાતની માયાને સેવ્યા વિના વિચારવાની જરૂર છે. એ પ્રમાણે વિચાર કરવાથી સમજાશે કે સહન થતું નથી-એ સાચું નથી, પરંતુ સહન કરવું નથી-એ સાચું છે. પાપનું ફળ ભોગવ્યા વિના ચાલે એવું નથી. વગર ગુનાની સજા આપણે ત્યાં નથી. વર્તમાનમાં વાંક ન જણાય તો ચોક્કસ જ એ ભૂતકાળનો હશે. આપણી ભૂલ વિના આપણને કોઈ સજા કરતું નથી... આવી શ્રદ્ધા કેળવીને ગમે તે રીતે સહન કરવાની વૃત્તિ મેળવી લીધા વિના ચાલે એવું નથી. તિતિક્ષા અને પ્રતિચિકીર્ષા (પ્રતીકાર કરવાની ઈચ્છા) આ દ% અનાદિકાળથી ચાલ્યા જ કરે છે. પ્રતિચિકીને દૂર કરી તિતિક્ષા (લાચારી વિના સહન કરવાની વૃત્તિ) કેળવી લેવાય તો ક્ષમાધર્મને સરળતાથી આરાધી શકાય. ઉપર જણાવ્યા મુજબ દિક્ષામાં પ્રાથમિક કાળમાં વચનક્ષમા હોય છે અને ત્યાર પછી ધર્મક્ષમા હોય છે. અધ્યયનાદિની અભિરતિ સ્વરૂપ વચનાનુષ્ઠાન પણ પ્રાથમિક કાળમાં હોય છે. ગ્રંથકાર પરમર્ષિએ શ્લોકમાંના અનુષ્ઠાન પદનો અર્થ અધ્યયનાઘભિરતિ જણાવીને સાધુભગવંતોને નિરંતર યાદ રાખવા જેવી માર્મિક વાત કરી છે. દીક્ષા લીધા પછી તે તે સમયે વિહિત કરેલા તે તે અનુષ્ઠાનમાં સાધુભગવંતોએ પૂર્ણરતિવાળા બનવું Page #21 -------------------------------------------------------------------------- ________________ જોઈએ. એ અનુષ્ઠાનોમાં મુખ્યતા અધ્યયનની છે. દીક્ષાના શરૂઆતના કાળમાં અધ્યયનની અભિરતિ સ્વરૂપ વચનાનુષ્ઠાન હોય છે. આ અધ્યયનની અભિરતિ ન હોય તો દીક્ષામાં રતિ જેવું કાંઈ જ રહેતું નથી. સંયમજીવનમાં આત્માને પૌલિક પદાર્થોની અને વૈભાવિક બાહ્યભાવોની રતિથી દૂર રાખવા માટે અધ્યયનની અભિરતિ જેવું કોઈ સાધન નથી. કર્મની લઘુતા થયા વિના આત્માને આવા પરમકલ્યાણકર સાધનની પ્રાપ્તિ શક્ય નથી. સંયમ-જીવનમાં અધ્યયનની અભિરતિ ન હોય તો ખૂબ જ વિચિત્ર સ્થિતિ પેદા થાય છે-એનો અનુભવ આજે લગભગ બધાને છે. પણ આથી વધારે વિચિત્ર સ્થિતિ તો એ છે કે આવા અનુભવ પછી પણ અધ્યયનની અભિરતિ કેળવી લેવાનું આવશ્યક જણાતું નથી. “અનંતજ્ઞાનીઓએ જણાવેલા તે તે ઉપાયોને આત્મસાત્ કર્યા વિના કોઈ પણ ફળની સિદ્ધિ પ્રાપ્ત નથી જ થવાની.” એ ભૂલવું ના જોઈએ. ત્રિકાળદર્દીઓની વાતમાં શંકાને અવકાશ જ નથી. પરમતારક જ્ઞાની ભગવંતોની વાતનો જેટલો વહેલા સ્વીકાર કરીશું તેટલું વહેલું કલ્યાણ થશે. આ રીતે વચનાનુષ્ઠાન જ્યારે આત્મસાત્ બનવાથી આત્મા તેની સાથે તન્મય બને છે; ત્યારે આત્માની સાથે એકરૂપ બનેલું એ અનુષ્ઠાન અસંગાનુષ્ઠાન બને છે, જે દીક્ષાના ઉત્તરકાળમાં હોય છે. આ શ્લોકમાં જણાવેલી વચનક્ષમા, ધર્મક્ષમા વગેરેનું સ્વરૂપ આગળ જણાવાશે. ૨૮-૬ પૂર્વશ્લોકમાં જણાવેલી વચનક્ષમા અને ધર્મક્ષમાનું સ્વરૂપ વર્ણવવા સમાના પ્રકારો જણાવાય છે. Page #22 -------------------------------------------------------------------------- ________________ उपकारापकाराभ्यां विपाकाद्वचनात् तथा । धर्माच्च समये क्षान्तिः पञ्चधा हि प्रकीर्तिता ॥२८-७॥ ઉપકાર, અપકાર, વિપાક, વચન અને ધર્મ-આ પાંચને આશ્રયી આગમમાં પાંચ પ્રકારની ક્ષમા (ઉપકારક્ષમા, અપકારક્ષમા, વિપાકક્ષમા, વચનક્ષમા અને ધર્મક્ષમા) વર્ણવી છે-આ પ્રમાણે સાતમા શ્લોકનો અર્થ છે. આશય એ છે કે ઉપકારના કારણે; અપકાર કરશે-એ કારણે; વિપાક-અનર્થની પ્રાપ્તિ થશે એ કારણે, શ્રી તીર્થંકરપરમાત્માના વચનના કારણે અને ધર્મ-સ્વભાવના કારણે કરાતી ક્ષમાને અનુક્રમે ઉપકારક્ષમા, અપકારક્ષમા, વિપાકક્ષમા, વચનક્ષમા અને ધર્મક્ષમા કહેવાય છે. કોઈએ આપણી ઉપર પૂર્વે ઉપકાર કર્યો હોય તે ઉપકારી જન કોઈવાર આપણને ન ગમે એવાં દુષ્ટ વચન કહે અથવા દુર્વર્તન કરે ત્યારે આપણા એ ઉપકારી છે, એમનાં વચન કે વર્તન સામે ન જોવાય, આપણે સહન કરી લેવું જોઈએ...' વગેરે સમજીને ક્ષમા રાખવી તેને ઉપકારક્ષમા કહેવાય છે. આવી જ રીતે કોઈ પણ માણસનાં દુરુવચનાદિને હું સહન નહિ કરું તો તે માણસ ભવિષ્યમાં મારી ઉપર અપકાર કરશે....' વગેરે સમજીને સહન કરવો-તેને અપકારક્ષમા કહેવાય છે. ઉપકારક્ષમાનો વિષય ભૂતકાલીન છે અને અપકાર- ક્ષમાનો વિષય ભવિષ્યત્કાલીન છે. આ લોકમાં અથવા તો પરલોકમાં અનર્થની પરંપરા મને પ્રાપ્ત થશે.' વગેરે સમજીને ક્રોધાદિના વિપાકનો વિચાર કરી ક્ષમા ધારણ કરવી તેને વિપાકક્ષમા કહેવાય છે. વચનક્ષમાં તેને કહેવાય છે કે જ્યાં “આં ઉપકારી છે; આ અપકાર કરશે અથવા તો આ Page #23 -------------------------------------------------------------------------- ________________ લોકમાં અને પરલોકમાં અનર્થની પરંપરા સર્જાશે.” વગેરેનો વિચાર કર્યા વિના શ્રી તીર્થંકરપરમાત્માના પરમતારક વચન સ્વરૂપ આગમમાં જણાવ્યું છે કે “સર્વદા ક્ષમા કરવી જોઈએ'-આ પ્રમાણે માત્ર આગમનું આલંબન લઈને ક્ષમા ધારણ કરાય છે. આ વચનક્ષમા દીક્ષાની પ્રથમ અવસ્થામાં હોય છે. ત્યાર પછીવચનક્ષમા આત્મસાત્ થયા પછી-ધર્મક્ષમાની પ્રાપ્તિ થાય છે. આત્માના શુદ્ધ સ્વભાવ સ્વરૂપ ધર્મના કારણે થનારી સમાને ધર્મક્ષમા કહેવાય છે. ચંદનના કાનો છેદ કરો કે તેનો દાહ (બાળી નાંખવું) કરો તોપણ ચંદનનો સુગંધી સ્વભાવ અવસ્થિત રહે છે, એમાં કોઈ પણ જાતના વિકારોનો આવિર્ભાવ થતો નથી. તેમ જ શરીરનો છેદ કરો કે દાહ કરો તોપણ આત્મધર્મભૂત ક્ષમા અવસ્થિત રહે છે અને એકાંતે પરોપકારિણી એવી તેમાં સહેજ પણ વિકૃતિ આવતી નથી. ચંદનના સુગંધની જેમ આત્મધર્મભૂત ક્ષમા ધર્મક્ષમા છે. આ રીતે પાંચ પ્રકારની ક્ષમા આગમમાં દર્શાવી છે. જેમ કે કહ્યું પણ છે કે “ઉપકારી, અપકારી, વિપાક, વચન અને ધર્મ પદની ઉત્તરમાં રહેલી ક્ષમા” પાંચ પ્રકારની છે. આ પાંચ પ્રકારની ક્ષમાઓમાંથી ઉપકારી ક્ષમા, અપકારી ક્ષમા અને વિપાકક્ષમા-આ ત્રણ ક્ષમા દીક્ષામાં નથી હોતી. ચોથી વચનક્ષમા અને પાંચમી ધર્મક્ષમા-આ બે ક્ષમાઓનું અસ્તિત્વ દીક્ષામાં હોય છે. ઉપર જણાવ્યા મુજબ પાંચ પ્રકારની ક્ષમામાં સહન કરવાની પ્રવૃત્તિ એક હોવા છતાં એની પાછળનો આશય જુદો જુદો છે. સંયમ- જીવનમાં ઉપકારી, અપકારી કે વિપાકને Page #24 -------------------------------------------------------------------------- ________________ આશ્રયીને ક્ષમા કરવાની નથી-એવું નથી. વચનક્ષમાના આસેવનથી પૂર્વ ત્રણેય ક્ષમાનું આસેવન થઈ જ જાય છે. માત્ર એ આશય હોતો નથી. માત્ર ગમે તે હોય પરંતુ ક્ષમાનો આશય માત્ર વચનપાલનનો કે સ્વભાવસ્વરૂપ જ હોવો જોઈએ. આ ઉપકારી છે, આ અપકારી છે અથવા અનર્થની પ્રાપ્તિ થશે- આવી કોઈ પણ ભાવનાથી સંયમજીવનમાં ક્ષમા કરવાની નથી. માત્ર શ્રી વીતરાગપરમાત્માના પરમતારક વચનના જ પરિપાલન માટે ક્ષમા કરવાની છે. ગ્રંથકારપરમર્ષિએ જણાવેલી એ વાતનો વિચાર કરવાથી સમજાશે કે વચનક્ષમા પ્રાપ્ત કરવાનું કેટલું અઘરું છે. જ્યાં ઉપકારી પ્રત્યે પણ ક્ષમા રાખવાનું આજે લગભગ શક્ય બનતું નથી, ત્યાં વચનક્ષમા પ્રાપ્ત કરવાનું કઈ રીતે શક્ય બને ? ઉપકારીના ઉપકાર યાદ કરવા જેટલું પણ સૌજન્ય ન હોય; અપકાર કરશે-એવો પણ ડર ન હોય અને આ લોકાદિના અનર્થોની પણ ચિંતા ન હોય ત્યાં ક્ષમાની આશા રાખવાથી કાંઈ વળવાનું નથી-એ સ્પષ્ટપણે સમજી શકાય છે. વર્તમાનની દીક્ષા ક્યાં લઈ જશે-એનો આત્માર્થી જનોએ વિચાર કરવાની ખૂબ જ - જરૂર છે. ૨૮-ળા • વચનાનુષ્ઠાન અને અસંગાનુષ્ઠાનનું સ્વરૂપ સમજાવવા અનુષ્ઠાનોના પ્રકારો જણાવાય છેप्रीतिभक्तिवचोऽसङ्गरनुष्ठानं चतुर्विधम् । સાદ ક્ષત્તિોડનિ દે ચાન્તિમ ર૮-૮ “પ્રીતિ, ભતિ, વચન અને અસગ-આ ચાર Page #25 -------------------------------------------------------------------------- ________________ નિમિત્તના કારણે થનારાં અનુષ્ઠાન ચાર પ્રકારનાં છે. પ્રીતિઅનુષ્ઠાન અને ભતિ- અનુષ્ઠાન : આ પ્રથમ બે અનુષ્ઠાનમાં પહેલી ત્રણ ક્ષમાઓનો સમાવેશ થાય છે અને છેલ્લી બે ક્ષમાનો સમાવેશ અનુક્રમે વચનાનુષ્ઠાન અને અસંગાનુષ્ઠાનમાં (છેલ્લા બે અનુષ્ઠાનમાં) થાય છે.” આ પ્રમાણે આઠમી ગાથાનો સામાન્યાર્થ ઉપર જણાવેલાં ચાર અનુષ્ઠાનોનું સ્વરૂપ સમજાવતાં ફરમાવ્યું છે કે “આ અનુષ્ઠાન સુંદર છે આટલા જ્ઞાનમાત્રના કારણે ઉત્પન્ન થયેલી રુચિના કારણે જે અનુષ્ઠાન થાય છે તે પ્રીત્યનુષ્ઠાન કહેવાય છે. આ અનુષ્ઠાન પવિત્ર છે-આવા પ્રકારના અનુષ્ઠાન પ્રત્યેના ગૌરવના કારણે ઉત્પન્ન થયેલી રુચિપૂર્વક જે અનુષ્ઠાન થાય છે તે અનુષ્ઠાનને ભત્યનુષ્ઠાન કહેવાય છે. બધે શ્રીતીર્થંકર પરમાત્માદિ આસપુરુષોના વચનને જ આગળ (પ્રાધાન્ય) કરીને જે અનુષ્ઠાન થાય છે તેને વચનાનુષ્ઠાન કહેવાય છે અને વારંવાર કરવા સ્વરૂપ અભ્યાસથી આત્મસાત્ થયેલું સ્વાભાવિક જે અનુષ્ઠાન છે તેને ચોથું અસંગાનુષ્ઠાન કહેવાય છે. આ અનુષ્ઠાનોનું સ્વરૂપ વર્ણવતાં શ્રી ષોડશક પ્રકરણમાં ફરમાવ્યું છે કે પ્રીતિ, ભતિ, વચન અને અસંગ પદ જેની સમીપમાં (પૂર્વમાં) છે, તે સદનુષ્ઠાનને પરમપદનાં સાધન તરીકે તત્ત્વજ્ઞ પુરુષોએ ચાર પ્રકારનું વર્ણવ્યું છે. જે અનુષ્ઠાન કરતી વખતે કર્તાને પરમ આદર હોય છે; હિતકારિણી એવી પ્રીતિનો આવિર્ભાવ થાય છે અને બીજાં બધાં કામ પડતાં મૂકીને કરાય છે; તે પ્રીત્યનુષ્ઠાન છે. Page #26 -------------------------------------------------------------------------- ________________ જે અનુષ્ઠાન, પ્રીતિ-અનુષ્ઠાનજેવું હોવા છતાં ગૌરવ (પવિત્ર) વિશેષ થવાથી વિશુદ્ધતર થાય છે તે બુદ્ધિમાનના અનુષ્ઠાનને ભત્યનુષ્ઠાન કહેવાય છે. પત્ની અત્યંત પ્રિય છે; તેમ જ માતા હિતકારિણી છે. એ બન્નેનું વસ્ત્રાદિ લાવી આપવા વગેરે સ્વરૂપ કાર્ય એકસરખું હોવાં છતાં બન્નેમાં પ્રીતિ અને ભકતિના કારણે જે વિશેષ છે તેમ પ્રીતિ અને ભતિ અનુષ્ઠાનમાં પણ ભેદ જાણવો. સર્વત્ર ઔચિત્યના યોગે થનારી, આગમના વચનમય જે પ્રવૃત્તિ તેને વચનાનુષ્ઠાન કહેવાય છે, જે ચારિત્રસંપન્ન આત્માઓને ચોક્કસ હોય છે. અભ્યાસના અતિશયના કારણે જે સત્પુરુષો દ્વારા આત્મસાત્ થયેલાની જેમ કરાય છે તેને અસંગાનુષ્ઠાન કહેવાય છે, જે આ; તેના પૂર્વપ્રયોગથી થતું હોય છે. દંડના કારણે થતું ચક્રમણ અને પૂર્વ- પ્રયોગાદિના કારણે દંડના અભાવમાં થતું ચક્રનું ભ્રમણ બંન્ને ભ્રમણ-સ્વરૂપે સરખાં હોવા છતાં તેમાં જેમ ફરક છે તેમ વચનાનુષ્ઠાન અને અસંગાનુષ્ઠાનમાં પણ અનુષ્ઠાનસ્વરૂપે સમાનતા હોવા છતાં ફરક છે. પ્રીતિ વગેરે ચાર અનુષ્ઠાનમાંનાં શરૂઆતનાં બે અનુષ્ઠાનમાં ઉપકારક્ષમા, અપકારક્ષમા અને વિપાકક્ષમા-આ ત્રણ ક્ષમાઓનો સમાવેશ થાય છે. વચનાનુષ્ઠાન અને અસંગાનુષ્ઠાન-આ બે અનુષ્ઠાનમાં અનુક્રમે વચનક્ષમ અને ધર્મક્ષમાનો સમાવેશ થાય છે. અન્યત્ર પણ એ પ્રમાણે જણાવ્યું છે કે આદ્ય બે અનુષ્ઠાનમાં ક્ષમાના ત્રણ પ્રકારનો અને છેલ્લાં બે પ્રકારનાં અનુષ્ઠાનોમાં Page #27 -------------------------------------------------------------------------- ________________ છેલ્લી બે પ્રકારની ક્ષમાનો સમાવેશ થાય છે. શ્લોકમાં વર્ણવેલાં ચાર અનુષ્ઠાનોમાંથી સંયમજીવનમાં છેલ્લાં બે અનુષ્ઠાન હોય છે. પ્રથમનાં પ્રીત્યનુષ્ઠાન અને ભક્ત્યનુષ્ઠાન સંયમજીવનની પૂર્વે હોય છે. સંયમજીવનમાંના વચનાનુષ્ઠાનની અપેક્ષાએ પ્રીત્યનુષ્ઠાન અને ભક્ત્યનુષ્ઠાન ખૂબ જ સરળ છે. પરંતુ વર્તમાનમાં અનુષ્ઠાનો જે રીતે થઈ રહ્યાં છેએ જોતાં પ્રીત્યનુષ્ઠાન પામવાનું પણ ખૂબ જ કપરું છે. જ્યાં સંસારની અસારતાનું વાસ્તવિક ભાન ન હોય ત્યાં પ્રીત્યનુષ્ઠાન પામવાનું ઘણું જ કપરું છે. ધર્માનુષ્ઠાન કરતાં આ સંસારની કોઈ પણ વસ્તુ સારી લાગે ત્યાં સુધી વાસ્તવિક રીતે પ્રીતિ-અનુષ્ઠાન પણ થઈ શકે એમ નથી. મોક્ષસાધક કોઈ પણ અનુષ્ઠાન; સંસારની અસારતાના ભાન વિના મોક્ષપ્રદ બનતું નથી. આથી જ પ્રીત્યાદિ અનુષ્ઠાનોને સદનુષ્ઠાન તરીકે વર્ણવતી વખતે પરમપદનાં સાધનસ્વરૂપે વર્ણવ્યાં છે. ‘પ્રીત્યાદિ અનુષ્ઠાનો સંસાર– સુખને આપનારાં છે માટે તે સદનુષ્ઠાન છે’-આ પ્રમાણે જણાવનારાઓની માન્યતા સાચી નથી. ‘શ્રી ષોડશક પ્રકરણ' વગેરે ગ્રંથના પરિશીલનથી એ સમજી શકાય છે. ૨૮-૮॥ દીક્ષાની પ્રાથમિક અવસ્થામાં વચનાનુષ્ઠાન હોય છે અને ત્યાર પછી અસંગાનુષ્ઠાન હોય છે. ત્યાં બંન્ને અનુષ્ઠાનોની વિશેષતા જણાવવા પૂર્વક વચનાનુષ્ઠાનનું સ્વરૂપ જણાવાય છે सूक्ष्माश्च विरलाश्चैवातिचारा वचनोदये । स्थूलाश्चैव घनाश्चैव ततः पूर्वममी पुनः ॥ २८-९॥ ૨૪ Page #28 -------------------------------------------------------------------------- ________________ “વચનાનુષ્ઠાનની પ્રાપ્તિ થયે છતે અનુષ્ઠાનમાં અતિચાર સૂક્ષ્મ (કોઈ.વાર) અને વિરલ (જેની પરંપરા ન હોય એવા) હોય છે, જ્યારે વચનાનુષ્ઠાનની પૂર્વે પ્રીતિ અને ભક્તિ અનુષ્ઠાન વખતે અતિચારો સ્થૂલ (સ્પષ્ટપણે જણાય એવા) અને ઘન (નિરંતર) હોય છે.” આ પ્રમાણે નવમા શ્લોકનો અર્થ છે. એનો આશય સ્પષ્ટ છે કે ચાર પ્રકારનાં અનુષ્ઠાનમાં પ્રીત્યનુષ્ઠાન અને ભત્યનુષ્ઠાન-આ બે અનુષ્ઠાન એવાં છે કે જે સાધુભગવંતોને હોતાં નથી. પૂ. સાધુભગવંતોને વચનાનુષ્ઠાન અને અસંગાનુષ્ઠાન હોય છે. તેથી અહીં દક્ષાબત્રીશી (દ્વિત્રિશિકા)માં તે બે-પ્રીતિ, ભતિ-અનુષ્ઠાનનો વિચાર કર્યા વિના વચનાનુષ્ઠાન અને અસંગઅનુષ્ઠાનનો જ વિચાર કર્યો છે. શ્રી વીતરાગપરમાત્માના એકમાત્ર વચનને અનુસરી કરાતા અનુષ્ઠાનને વચનાનુષ્ઠાન કહેવાય છે. આ અનુષ્ઠાનના સામર્થ્યથી જ મોટા ભાગે સાધ્વાચારમાં અતિચારનો સંભવ રહેતો નથી. કોઈ વાર સામાન્ય અનુપયોગાદિને લઈને નાના અતિચાર પ્રાયઃ થાય છે અને થતાંની સાથે જ ખ્યાલ આવી જવાથી તે દૂર કરાય છે તેથી એની પરંપરા ચાલતી નથી. એ કારણે જ એ વિરલ હોય છે. પરંતુ આ વચનાનુષ્ઠાનની પ્રાપ્તિ થવા પૂર્વે શ્રી વીતરાગપરમાત્માના પરમતારક વચનને અનુસરવાનું નહિવત્ હોય છે, તેથી તે વખતે અતિચારો સ્થૂલ અને નિરંતર થતા હોય છે. અહીં દોષ મોટા છે અને સતત છે, જ્યારે વચનાનુષ્ઠાનમાં દોષ ફોઈ વાર જ અને એ પણ અત્યંત નાના હોય છે. આથી સમજી શકાશે કે વચનાનુષ્ઠાનની અને એના અભાવની સ્થિતિમાં કેટલું Page #29 -------------------------------------------------------------------------- ________________ અંતર છે. વચનાનુષ્ઠાનનું સામર્થ્ય ખરેખર જ અદ્ભુત છે. દીક્ષાને નિષ્પાપ રાખવાનું કાર્ય માત્ર વચનાનુષ્ઠાનનું છે. એના અચિન્ય પ્રભાવે અંતે આત્મા, નિષ્પાપ જ નહિ, નિષ્કર્મ બને છે. અનુષ્ઠાનની મોક્ષસાધક્તા વાસ્તવિક રીતે વચનના અનુસરણના કારણે છે. માત્ર અનુષ્ઠાનની જ સામે જોયા કરવાથી વચનાનુષ્ઠાનની પ્રાપ્તિ નહીં થાય. દરેક અનુષ્ઠાન વખતે શ્રી તીર્થંકર પરમાત્માનું પરમતારક વચન કર્યું છે-એ યાદ કરાય તો વચનાનુષ્ઠાનની પ્રાપ્તિ થઈ શકે. શ્રી ષોડશક પ્રકરણમાં પણ જણાવ્યું છે કે પાંચ પ્રકારની ક્ષમા (ઉપકાર, અપકાર, વિપાક, વચન, ધર્મ)ઓમાં વચનક્ષમા વખતે પ્રાયઃ અતિચાર સૂક્ષ્મ અને અતિવિરલ હોય છે, અને શરૂઆતના ત્રણ પ્રકારમાં એ અતિચારો સ્કૂલ અને ઘન હોય છે. આવા ત્રણ પ્રકારોનો સમાવેશ પ્રીતિ અને ભતિ અનુષ્ઠાનમાં થાય છે અને વચનક્ષમાનો સમાવેશ વચનાનુષ્ઠાનમાં થાય છે, તેથી અહીં જણાવેલી અને ષોડશકપ્રકરણમાં જણાવેલી વાતમાં કોઈ વિરોધ નથી.” H૨૮-૯ હવે વચનાનુષ્ઠાનનું ફળ વર્ણવવા દ્વારા તેનું સ્વરૂપ વર્ણવાય છેततो निरतिचारेण धर्मक्षान्त्यादिना किल । सर्वं संवत्सरादूर्ध्वं शुक्लमेवोपजायते ॥२८-१०॥ શ્લોકાઈ સ્પષ્ટ છે કે આ રીતે વચનાનુષ્ઠાનની પ્રાપ્તિ થવાથી એક વર્ષ પછી નિરતિચાર ક્ષમા, મૃદુતા આદિના કારણે Page #30 -------------------------------------------------------------------------- ________________ સઘળો ય દશ પ્રકારનો યતિધર્મ શુફલ જ-શુદ્ધ જ-ઉત્પન્ન થાય છે. આશય એ છે કે દીક્ષાની શરૂઆતથી જ વચનાનુષ્ઠાનની પ્રાપ્તિ થવાથી ક્ષમા વગેરે ધર્મ અતિચારરહિતપણે થાય છે. આથી કમે કરીને એક વર્ષ પછી તો ક્ષમા, મૃદુતા, સરળતા, શૌચ, સત્ય, સંયમ, તપ, ત્યાગ, અપરિગ્રહ અને બ્રહ્મચર્ય-આ દશ પ્રકારનો યતિધર્મ સઘળો ય શુદ્ધ જ ઊપજે છે. કારણ કે નિરતિચાર તે તે વચનાનુષ્ઠાનથી; અતિચારસ્વરૂપ ક્રિયામલનો ત્યાગ કરાય છે. મલ વિનાની નિર્મળકિયાની આરાધનાથી ક્ષમા વગેરે ધર્મો શુદ્ધ જ ઊપજે-એ સમજી શકાય છે. સંયમજીવનનો પ્રારંભકાળ ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. એ કાળ દરમ્યાન વચનાનુષ્ઠાનની પ્રાપ્તિ થતી હોય છે. આવા અવસરે નિદ્રા-વિકથાદિને આધીન બન્યા વિના શ્રી અરિહંત પરમાત્માના પરમતારક વચનાનુસાર જ કોઈ પણ અનુષ્ઠાન માટે પ્રયત્ન કરી લેવો જોઈએ. સંયમજીવનના એ સમયમાં વચનાનુષ્ઠાનનો અભ્યાસ ન પડે તો પછીના સમયમાં એ અભ્યાસ પાડવાનું લગભગ શક્ય બનતું નથી. ખોટી રીતે શરૂ થયેલી વસ્તુનું સાચું પરિણામ કઈ રીતે આવે ? સાચા પરિણામના અર્થીએ કાર્યનો પ્રારંભ પણ સાચી રીતે કરવો જોઈએ. જ્ઞાનીઓની દષ્ટિએ સંયમજીવનમાં વચનાનુષ્ઠાનની પ્રાપ્તિ ન થાય તો વસ્તુતઃ એ સંયમજીવન નથી. આગળની બારમી ગાથામાં આ વાત સ્પષ્ટપણે જણાવી છે. શ્રી વીતરાગપરમાત્માના વચનનું મૂલ્ય સમજાય તો જ દીક્ષાને આરાધી શકાશે. શ્રી અરિહંત પરમાત્માના પરમતારક વચનને છોડીને આ સંસારમાં કોઈ આરાધ્ય નથી. આરાધ્ય-અનુષ્ઠાનોની આરાધ્યતા Page #31 -------------------------------------------------------------------------- ________________ પણ એ પરમતારક વચનોના કારણે છે- એ નિરંતર સ્મરણીય છે. ૨૮-૧ના | દશમા શ્લોકમાં જણાવેલી વાતનું સમર્થન કરાય છેमासादौ व्यन्तरादीनां तेजोलेश्याव्यतिक्रमः । पर्याये युज्यते चेत्थं गुणश्रेणिप्रवृद्धितः ॥२८-११॥ આ રીતે વચનાનુષ્ઠાનના કારણે દશ પ્રકારનો બધો જ યતિધર્મ શુકલ ઉત્પન્ન થાય છે, તેથી એક માસ, બે માસ, ત્રણ માસ આદિ દીક્ષાના પર્યાયમાં અનુક્રમે વ્યન્તરનિકાયના દેવ વગેરેની તેજોલેશ્યાનું અતિક્રમણ થાય છે. આ પ્રમાણે જે પ્રજ્ઞમિ (ભગવતી) વગેરે સૂત્રમાં જણાવ્યું છે તે ગુણશ્રેણિઅધ્યવસાયની પ્રવૃદ્ધિને લઈને સંગત થાય છે.-આ પ્રમાણે અગિયારમા શ્લોકનો સામાન્યર્થ છે. કહેવાનો આશય એ છે કે પ્રજ્ઞમિ-વિવાહપ્રજ્ઞમિ (ભગવતી) વગેરે સૂત્રમાં ફરમાવ્યું છે કે દીક્ષાનો એક માસનો પર્યાય થાય ત્યારે બન્તરનિકાયના સામાન્યદેવતાઓની તેજલેશ્યાનો અતિક્રમ થાય છે. છ લેશ્યાઓમાં કૃષ્ણ, નીલ અને કાપોત-આ ત્રણ લેશ્યા અશુભ છે અને તેજે, પદ્મ અને શુક્લ-આ ત્રણ લેયાઓ શુભ છે. આત્માને શુભાશુભ અધ્યવસાયમાં સહાયભૂત પુલવિશેષને દ્રવ્યલેશ્યા કહેવાય છે; અને તે શુભાશુભ અધ્યવસાયમાં કારણભૂત મન:પરિણામવિશેષને ભાવલેશ્યા કહેવાય છે. જીવને સામાન્યરીતે ગતિવિશેષમાં અમુક અમુક દ્રવ્યલેશ્યાઓ હોય છે, જ્યારે ભાવલેશ્યાઓ તો અંતર્મુહુર્તે અંતર્મુહૂર્ત Page #32 -------------------------------------------------------------------------- ________________ પરિવર્તમાન હોય છે. છ' માંથી કોઈ પણ એક ભાવલેશ્યા તે તે સમયે હોય છે. સામાન્ય રીતે ઘાતિને આશ્રયી લેશ્યાનો વિચાર કરાય છે.. જિજ્ઞાસુએ લશ્યાના જાણકાર પૂ. ગુરુદેવશ્રી પાસેથી લેયાનું સ્વરૂપ વિસ્તારથી સમજી લેવું જોઈએ. અહીં એ વિષય ન હોવાથી વિસ્તારથી જણાવ્યું નથી. વાણવ્યન્તરદેવોને ભવપ્રત્યયિક (જન્મસહજ) તેજલેશ્યા હોય છે. એના યોગે સહજ રીતે જ તેઓને શુભ વિચાર આવતા હોય છે. આવી રીતે એક માસના પર્યાયવાળા મુનિભગવંતોને વાણવ્યન્તરદેવોની અપેક્ષાએ શ્રેષ્ઠ તેજોલેશ્યા હોય છે. આ પ્રમાણે બે મહિના, ત્રણ મહિના, ચાર મહિના, પાંચ મહિના, છે મહિના, સાત મહિના, આઠ મહિના, નવ મહિના, દસ મહિના, અગિયાર મહિના અને બાર મહિનાના દીક્ષાપર્યાયમાં અનુક્રમે ભવનપતિ; અસુરકુમાર, ગ્રહ-નક્ષત્ર-તારા; સૂર્ય-ચંદ્ર પહેલાબીજા, ત્રીજા-ચોથા, પાંચમા-છઠાસાતમા-આઠમા નવ-દસઅગિયાર-બારમા દેવલોકના વૈમાનિક દેવો; નવ રૈવેયક અને પાંચ અનુત્તર વિમાનના દેવોની તેજોલેશ્યા કરતાં શ્રેષ્ઠ તેજોવેશ્યા હોય છે. અહીં તેજોલેશ્યા શબ્દનો અર્થ “પ્રશસ્ત-શુભલેશ્યા” સમજવો. માત્ર બાર મહિનાના દીક્ષાપર્યાયમાં આવી રીતે અનુત્તરવિમાનના દેવતાઓની તેજલેશ્યા-પ્રશસ્ત(શુભ)લેશ્યા(અધ્યવસાય)નું અતિક્રમણ થાય છે. અર્થાત્ તેઓના સુખની સ્થિતિ કરતાં અધિક સુખની સ્થિતિ પ્રાપ્ત થાય છે. . અહીં યાદ રાખવું જોઈએ કે માત્ર સુખની સ્થિતિનું અહીં સામ્ય દર્શાવ્યું છે. આથી વિશેષ કોઈ સામ્ય દર્શાવવાનો આશય 27Choose Makeતક Page #33 -------------------------------------------------------------------------- ________________ નથી. આમ પણ સંયમજીવનના ક્ષયોપશમભાવની તુલના દેવલોકના પુણ્યના ઉદયની સાથે કરવાનું શક્ય નથી. અનુત્તરવિમાનના દેવતાઓ પળે પળે જેની ઝંખના કરતા હોય છે એ સર્વવિરતિધર્મના આનંદની કોઈ અવિધ નથી. અનુત્તરવિમાનના સુખની; એ આનંદની અપેક્ષાએ કોઈ જ ગણના નથી. આવી સમગ્ર સ્થિતિનું એકમાત્ર કારણ ‘વચનાનુષ્ઠાન’ છે. શ્રી તીર્થંકરપરમાત્માની પરમતારક આજ્ઞાનુસાર કરાતી આરાધનાનું મૂલ્ય સમજાયા વિના એવી સ્થિતિનો અનુભવ કરવાનું શક્ય નથી. ।।૨૮-૧૧॥ ઉપર જણાવ્યા મુજબ માસાદિના દીક્ષાપર્યાયમાં વાણવ્યન્તરાદિદેવોની તેજોલેશ્યાનો વ્યતિક્રમ થાય છે, તેમાં દીક્ષાનો પર્યાય કઈ રીતે ગણાય છે તે જણાવાય છે दिनानि पक्षा मासा वा गण्यन्ते शरदोऽपि च । नाऽस्यां गुणाविघातस्य गण्यतेऽवसरः पुनः ॥२८ - १२॥ આ દીક્ષામાં ગુણના વ્યાઘાત (વિનાશાદિ) વિનાના કાળની ગણતરી કરાય છે. પરંતુ જે ગુણના વ્યાઘાતવાળો કાળ છે-તે દિવસો, પખવાડિયા, મહિનાઓ કે વર્ષો દીક્ષાપર્યાયમાં ગણાતાં નથી.-આ પ્રમાણે બારમા શ્લોકનો અર્થ છે. આશય સ્પષ્ટ છે કે જે દિવસે દીક્ષા ગ્રહણ કરી છે તે દિવસથી આત્માના જ્ઞાન, દર્શન, ચારિત્ર વગેરે ગુણોનો આવિર્ભાવ શરૂ થાય છે. વચનાનુસાર કરાતી આરાધનાના કારણે દિવસે દિવસે ગુણોનો આવિર્ભાવ વધતો જાય છે. આત્મા જો પ્રમાદાદિને પરવશ બને અને તેથી ૩૦ Page #34 -------------------------------------------------------------------------- ________________ આરાધનામાં શિથિલ થાય તો ગુણોનો આવિર્ભાવ થાય નહિ. કોઈ વાર એવું પણ બને કે આવિર્ભાવ પામેલા ગુણો ફરી પાછા આવૃત્ત બને. આવી સ્થિતિને ગુણોનો વ્યાઘાત કહેવાય છે. પ્રમાદાદિને પરવશ બન્યા પછી ગુણોના આવિર્ભાવના બદલે ગુણોનો વ્યાઘાત થાય-એ બહુ જ વિચિત્ર છે. ચૌદ પૂર્વનું જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી પણ પ્રમાદાદિને પરવશ બનેલા જીવો નિગોદાદિની સ્થિતિને જે પામે છે તે આ ગુણના વ્યાઘાતનો વિપાક છે. આમ છતાં કાલક્રમે તેવા પણ જીવોનો દીક્ષા પર્યાય તો વધતો જ જાય છે. અનંતજ્ઞાનીઓની દષ્ટિએ આવા ગુણહીન દિવસ વગેરેને દીક્ષાના પર્યાય તરીકે ગણતા નથી. ગુણ- સહિત જે દીક્ષાનો સમય છે તે જ પરમાર્થથી દીક્ષાનો પર્યાય છે. એ વાત ઉચિત જ છે. કારણ કે જે પ્રવૃત્તિ જે કાર્યના ઉદ્દેશથી આરંભી હોય, તે પ્રવૃત્તિથી તે કાર્યના ઉદ્દેશની સિદ્ધિ થતી ન હોય તો તે પ્રવૃત્તિ તે કાર્યને અનુકૂળ નથી-એ માન્યા વિના ચાલે નહિ. ગુણોના વ્યાઘાતના સમયને તેથી જ દક્ષાના સમયમાં ગણવાનું ઉચિત ગણ્યું નથી. કાળક્રમે વધતા દક્ષા પર્યાયથી કોઈ લાભ નથી. ગુણના વ્યાઘાત વિનાના કાળક્રમે વધતા દીક્ષાપર્યાયથી લાભનો પાર નથી. આથી સમજી શકાશે કે દીક્ષા લઈને કેટલાં વર્ષ થયાંએનું મહત્ત્વ નથી, પરંતુ કેવાં થયાં-એનું મહત્ત્વ છે. કોઈ પણ જાતનો પ્રયત્ન કરીએ કે ના કરીએ તોપણ માત્ર કાળની અપેક્ષાએ દીક્ષાનો પર્યાય વધતો જ જવાનો છે. એવી વૃદ્ધિથી કોઈ જ નિસ્તાર નથી. માત્ર લોકોની દષ્ટિએ પર્યાયવૃદ્ધ તરીકે ગણતરી થાય અને આપણને પણ એમ લાગે કે સંયમજીવનમાં આટલાં Page #35 -------------------------------------------------------------------------- ________________ વર્ષ થયાં. પરંતુ અનંતજ્ઞાનીઓની દષ્ટિએ એ બધું ખોટું છે. ગુણનો વ્યાઘાત ન થાય એ રીતે દીક્ષાનો પર્યાય વધે તો; તે તે દિવસો, પખવાડિયા, મહિનાઓ અને વર્ષો ગણતરીમાં લેવાય, અન્યથા ન લેવાય.. I૨૮-૧રા ગુણનો જેમાં વ્યાઘાત થતો નથી તે દીક્ષા પર્યાયમાં દિનાદિ ગણાય છે. પરંતુ જેમાં ગુણનો વ્યાઘાત થાય છે તે દીક્ષા પર્યાયમાં; દિવસ વગેરેની ગણતરી થતી નથી તેનું કારણ જણાવાય છેनैहिकार्थानुरागेण यस्यां पापविषव्ययः । वसन्तनृपचेष्टेव सा दीक्षानर्थकारिणी ॥२८-१३॥ જે દીક્ષામાં આ લોક સંબંધી અર્થ (ફળ)ના અનુરાગના કારણે પાપસ્વરૂપ વિષનો વ્યય (વિનાશ) થતો નથી; તે દીક્ષા, હોળીના રાજાની ચેષ્ટા જેવી અનર્થને કરનારી છે-આ પ્રમાણે તેરમી ગાથાનો અક્ષરાર્થ છે. કહેવાનો ભાવ એ છે કે જે દીક્ષામાં જ્ઞાન, દર્શન કે ચારિત્રાદિ આત્મગુણોનો આવિર્ભાવ થતો નથી અને વ્યાઘાત થાય છે; એનું વાસ્તવિક કારણ આ લોક સંબંધી અર્થનો અનુરાગ કારણ છે. આ લોક સંબંધી અર્થ અનેક જાતના છે. પાંચ ઈન્દ્રિયના અનુકૂળ વિષયોની પ્રાપ્તિ, નિદ્રા-વિકથાદિ પ્રમાદ, માન-સન્માનાદિ નામનાદિનો મોહ; શિખ્યપ્રમુખ ભફતવર્ગ અને આચાર્યાદિપદ વગેરે આ લોક સંબંધી અર્થો છે. તેની પ્રત્યેના અનુરાગ(ઉક્ટ રાગ)ને લઈને દીક્ષા લીધા પછી પણ તે તે અર્થ-પ્રયોજનની સિદ્ધિ માટે અનેક જાતની બાહ્યપ્રવૃત્તિઓ (આજ્ઞાથી બાહ્યપ્રવૃત્તિઓ) કરવી પડતી હોય છે. શરૂઆતમાં Page #36 -------------------------------------------------------------------------- ________________ એમ જ લાગે કે એ બધી પ્રવૃત્તિઓ સંયમજીવનની જ આરાધનાનું અંગ છે. અને પરંપરાએ એથી મોક્ષની પ્રાપ્તિ થવાની જ છે. આવી પ્રવૃત્તિઓ ચાલતી હોય ત્યારે ગુર્નાદિક ધ્યાન દોરે ત્યારે મોટા ભાગે એ ગમે પણ નહીં. આ બધાં લક્ષણો આ લોક સંબંધી અર્થના અનુરાગનાં છે. એ અનુરાગના કારણે શરૂ થયેલી બાહ્યપ્રવૃત્તિઓ આત્માના જ્ઞાનાદિ ગુણોનો ઘાત કરનારી હોવાથી ખરેખર તો મોક્ષબાધક બનતી હોય છે. પરંતુ આ લોક સંબંધી અર્થના અનુરાગથી એ સમજાતું નથી. આથી દિવસે દિવસે આત્મા બાહ્યપ્રવૃત્તિમાં આગળને આગળ વધતો જ જાય છે, જે દીક્ષાને અર્થહીન જ નહિ અનર્થન કરનારી બનાવે છે. હોળીનો રાજા રાજાની જેમ વર્તે તોપણ એને જેમ રાજ્ય પ્રાપ્ત થતું નથી તેમ આ લોક સંબંધી અર્થના અનુરાગથી દીક્ષાને પાળવા છતાં દીક્ષાસંબંધી કોઈ ફળ પ્રાપ્ત થતું નથી. ઉપરથી આજ્ઞાબાહ્ય પ્રવૃત્તિઓ કરવાથી પાપબંધસ્વરૂપ અનર્થની પ્રાપ્તિ થાય છે. આથી સમજી શકાશે કે અનર્થકારિણી એવી દીક્ષાનો અવસર દીક્ષાપર્યાયમાં ગણાતો નથી. ર૮-૧૩ અનર્થને કરનારી દીક્ષાના સ્વરૂપને વર્ણવી હવે સદ્ (વિવક્ષિત નિર્જરાદિ ફળને આપનારી) દીક્ષાનું સ્વરૂપ વર્ણવાય છેइन्द्रियाणां कषायाणां गृह्यते मुण्डनोत्तरम् । . या शिरोमुण्डनव्यङ्ग्या तां सद्दीक्षां प्रचक्षते ॥२८-१४॥ - “સ્પર્શનેન્દ્રિયાદિ પાંચ ઈન્દ્રિયો અને ક્રોધાદિ ચાર કષાયોના Page #37 -------------------------------------------------------------------------- ________________ મુંડન (ત્યાગ) પછી જે ગ્રહણ કરાય છે અને માથાનું મુંડન કરવાથી જે જણાય છે તેને “સદ્દીક્ષા' કહેવાય છે.”-આ અર્થને જણાવનારા ચૌદમા શ્લોકમાં સદ્દીક્ષાનું સ્વરૂપ; ખૂબ જ અલ્પ શબ્દોથી માર્મિક રીતે વર્ણવ્યું છે. પાંચ ઈન્દ્રિયો અને ચાર કષાયોનો ત્યાગ જેના મૂળમાં છે એ સદ્દીક્ષા છે. માત્ર જૈનદર્શનમાં જ નહિ, દુનિયાનાં સઘળાં ય દર્શનમાં એ વાત સ્પષ્ટપણે જણાવાઈ છે. વિષય અને કષાયના પરિત્યાગ વિના સદ્દીક્ષાની પ્રાપ્તિ થતી નથી. શ્લોમાં જણાવ્યા મુજબ ઈન્દ્રિયોનું મુંડન અને કષાયોનું મુંડન કર્યા પછી જ માથું મુંડાવાનું છે. પાંચ ઈન્દ્રિયોના ત્રેવીસ વિષયોમાં અનુકૂળ વિષયો પ્રત્યે રાગ ન કરવો, એને મનથી પણ ઈચ્છવા નહિ અને એને મેળવવાદિ માટે પ્રયત્ન કરવો નહિ. વસ્તુની આવશ્યકતા હોવાથી તેની શોધ કરીને મેળવી લેવી અને વસ્તુ અનુકૂળ છે, ફાવે છે, ભાવે છે, ઠીક રહે છે... વગેરે સમજીને મેળવી લેવી-એ બે વચ્ચે ઘણું અંતર છે. એને સમજીને કોઈ પણ જાતની માયા સેવ્યા વિના અનુકૂળતાનો ત્યાગ કરી આવશ્યક્તા મુજબ વસ્તુનો ઉપયોગ કરવો. તેમ જ પ્રતિકૂળ વિષયો પ્રત્યે દ્વેષ ન કરવો. એ ક્યારે જાય એમ મનથી પણ ચિતવવું નહિ અને એને ટાળવાદિ માટે પ્રયત્ન કરવો નહિ. આવશ્યક્તા ન હોય તો વસ્તુને છોડી દેવી અને વસ્તુ પ્રતિકૂળ છે; ફાવતી નથી; ભાવતી નથી; ઠીક રહેતું નથી.. વગેરે સમજીને વસ્તુને છોડી દેવી-એ બેમાં ઘણું અંતર છે. એને બરાબર સમજી લઈને પ્રતિકૂળતાના કારણે કોઈનો ત્યાગ કર્યા વિના Page #38 -------------------------------------------------------------------------- ________________ અનાવશ્યક વસ્તુનો ત્યાગ કરવો. આવા પ્રકારનું ઈન્દ્રિયોનું મુંડન છે. સામાન્ય રીતે વિષયોની પરાધીનતાના પરિહારને પાંચ ઈન્દ્રિયોનું મુંડન કહેવાય છે. ક્રોધ, માન, માયા અને લોભ-આ ચાર કષાયનાં ગમે તેવાં પ્રબળ નિમિત્તો મળે તો પણ કષાય કરવા નહિ, તેને કષાયોનું મુંડન કહેવાય છે. ચાલુ વ્યવહારમાં ક્રોધને જ કષાય તરીકે ઓળખવામાં આવે છે. પરંતુ ખરી રીતે ક્રોધાદિ ચાર કષાય છે. ચાર કષાયોમાં લોભ ખૂબ જ ભયંકર છે. ક્રોધ, માન કે માયાને દૂર કરવાનું હજી સરળ છે. પરંતુ લોભનો ત્યાગ કરવાનું ખૂબ જ કપરું કામ છે. સંસારના સુખ પ્રત્યે રાગ ન હોય તો જ લોભને દૂર કરી શકાય. ક્રોધાદિથી ઠીક ઠીક દૂર રહેનારા પણ લોભથી દૂર રહી શકતા નથી. દીક્ષા લીધા પછી પણ માનપાન વગેરેની તીવ્ર લાલસા કોઈ કોઈ વાર જતી નથી. આ રીતે ઈન્દ્રિયો અને કષાયોના પરિત્યાગ સ્વરૂપ મુંડન પછી જ દીક્ષા ગ્રહણ કરવાની છે. વર્તમાન પરિસ્થિતિ થોડી વિલક્ષણ છે. દીક્ષા ગ્રહણ કરતા પૂર્વે ભાગ્યે જ એ અંગે લક્ષ્ય અપાતું હોય છે. મોટા ભાગે ગુરુ મ. પ્રત્યે લાગણી થઈ જાય અને ગ્રુપ પરત્વે થોડી અનુકૂળતાની ખાતરી થઈ જાય તો દીક્ષા ગ્રહણ માટે યોગ્યતા મળી જતી હોય છે. આવા દીક્ષાર્થીઓએ ઈન્દ્રિયો અને કષાયોનો પરિત્યાગ કર્યો છે કે નહિ, એ માટે આજ સુધી તેઓએ શું કર્યું છે. ઈત્યાદિ જાણવા માટે કોઈ પ્રયત્ન કરતો હોય એવું લગભગ જોવા મળતું નથી. મૂળભૂત યોગ્યતા અંગે આટલી ઉપેક્ષા કેમ કરાય છે-એ સમજાતું નથી. યોગ્યતાનાં માપદંડ જ . Page #39 -------------------------------------------------------------------------- ________________ જ્યાં બદલાતાં હોય ત્યાં અસલ-સદ્ વસ્તુનું દર્શન ન જ થાયએ સમજી શકાય એવી વાત છે. સદ્દીક્ષાનું દર્શન કરવું હોય તો તેની પૂર્વે ઉપર જણાવ્યા મુજબ ઈન્દ્રિયો અને કષાયોનું મુંડન કરવું જ જોઈએ. ત્યાર પછી જ શિરોમુંડન કરવાનું છે. દીક્ષા લીધા પછી કરાતા એ શિરોમુંડનથી સદ્દીક્ષાની અભિવ્યક્તિ થાય છે. તેવા પ્રકારનું શિરોમુંડન સદ્દીક્ષાનું અભિવ્યંજક બને છે, જેનાથી સદ્દીક્ષા અભિવ્યંગ્ય બને છે. ઈન્દ્રિયો અને કષાયોના ત્યાગ વિના માત્ર માથું મુંડાવાથી સદ્દીક્ષાની પ્રાપ્તિ હોતી નથી. (૨૮-૧૪ સદ્દીક્ષાની પ્રાપ્તિ પછી જે કાર્ય કરવાનું છે તે જણાવાય विहाय पूर्वसंयोगमस्यामुपशमं व्रजन् । मनाक् कायं प्रकर्षेण निश्चयेन च पीडयेत् ॥२८-१५॥ આ સદીક્ષામાં, માતા-પિતાના સંયોગાદિ સ્વરૂપ પૂર્વ સંયોગને છોડીને (ત્યજીને) ઉપશમ (ક્ષાયની અનુદયાદિ અવસ્થા) ભાવને પામનાર, શરૂઆતમાં શરીરને થોડું અને છેલ્લા વધારે પીડ” આ પ્રમાણે પંદરમા શ્લોકનો અર્થ છે. એનો આશય એ છે કે, દીક્ષા લેતાં પૂર્વે આ સંસારના સઘળા ય સંયોગોનો ત્યાગ કરીને દીક્ષા ગ્રહણ કરાય છે. માતાપિતાના સંબંધનો પણ છેલ્લા ત્યાગ કરીને ગ્રહણ કરેલી દીક્ષામાં મમત્વ કરવા જેવું આમ જુઓ તો કશું જ નથી. માતા- પિતાના સંબંધનો ત્યાગ કર્યા પછી ગ્રહણ કરેલી દીક્ષામાં એક નવું સર્કલ Page #40 -------------------------------------------------------------------------- ________________ તૈયાર થાય છે, એમ કહેવાના બદલે નવું સર્કલ કરાય છે-એમ કહીએ તો એમાં કશું ખોટું નથી. આવી સ્થિતિમાં સદ્દીક્ષાની પ્રાપ્તિ કોઈ પણ રીતે શક્ય નથી. અનંતજ્ઞાનીઓની આજ્ઞા મુજબ દીક્ષાનું પાલન થાય તો નવા સંયોગો વધારવાની આવશ્યકતા ઊભી જ ન થાય. સંયમની સાધના માટે કોઈ વાર ઉપાશ્રયાદિના વ્યવસ્થાપકનું કામ પડે ત્યારે એટલા પૂરતું તેમની પાસે કામ કરાવી લઈએ. પરંતુ એક વાર જેમનું કામ પડ્યું તેમની સાથે કાયમનો સંબંધ બાંધી લઈએ તો તે સંયમની સાધના માટે અનુરૂપ નથી. એવા સંયોગો વધારવાથી મમત્વો કેટલાં વધે છે-એનું વર્ણન થાય એવું નથી. માતા-પિતાદિના પૂર્વ-સંયોગોનો ત્યાગ કરીને જ સદ્દીક્ષાની પ્રાપ્તિ થતી હોય છે. આવી દીક્ષામાં બીજા કોઈ જાતના સંબંધો વિકસે નહિ તો ઉપશમભાવને પ્રાપ્ત કરવાનું સહેલું છે. શ્લોકમાં પ્રથમ બે પાદમાં એ વાત ખૂબ જ સ્પષ્ટપણે જણાવી છે. શ્રી ઉત્તરાધ્યયનસૂત્રમાં પણ વિનયનું સ્વરૂપ જણાવતાં પૂ. સાધુભગવંતોને સંયોગથી મુક્ત વર્ણવ્યા છે. એવા સાધુભગવંતો જ એ સૂત્રમાં જણાવેલા આચારનું પાલન કરી શકે છે. પૂર્વસંયોગોનો ત્યાગ કર્યા પછી પણ દીક્ષા લીધા પછી જે નવા સંયોગો ઊભા કરાય છે, તેથી પૂર્વસંયોગોનો ત્યાગ અર્થહીન બની જાય છે. આ વાતને સંયોગા વિધુમુદસ આ પદથી ખૂબ જ ભારપૂર્વક ત્યાં જણાવી છે. સમગ્ર સાધ્વાચારના પાલનનું એ એકમાત્ર કારણ છે. આથી જ પૂર્વકાળમાં પૂ. સાધુભગવંતો નિર્જન ઉદ્યાનાદિમાં રહેતા, જેથી ગૃહસ્થના સંયોગનો પ્રસંગ આવે નહિ. માસકલ્પાદિસ્વરૂપ વિહારની Page #41 -------------------------------------------------------------------------- ________________ મર્યાદા પાછળ પણ એ ઉદ્દેશ હતો, જેથી એક સ્થાને વધારે રહેવાથી સ્થાનાદિની પ્રત્યે મમત્વ ન બંધાય આજે તદ્દન જ વિપરીત સ્થિતિ છે. મમત્વના કારણે જ મોટા ભાગે વિહારાદિની પ્રવૃત્તિ થતી હોય છે. મમત્વને દૂર કરવા માટેના આચારો જ જ્યાં મમત્વને લઈને થતા હોય ત્યાં ઉપશમભાવની આશા રાખવાનો કોઈ અર્થ નથી. - દીક્ષા લેતાં પૂર્વે આત્માને છોડીને અન્ય સકલ સંયોગોનો ત્યાગ કરવાનો હોવાથી માતાપિતા વગેરે સ્વજનો અને બાહ્ય પરિગ્રહનો ત્યાગ કરાય છે. પરંતુ એવી જાતનો સર્વોત્કૃષ્ટ ત્યાગ કરનારા આત્માઓથી પણ આત્માથી અતિરિફત એવા શરીરનો ત્યાગ કરી શકાતો નથી. જ્યાં સુધી શરીર સંયમની સાધનામાં બરાબર સહાયભૂત થાય છે ત્યાં સુધી તેનો ત્યાગ કરવાનું વિહિત પણ નથી. અનાદિ કાળથી શરીરનો અને આત્માનો સંયોગ છે. શરીરની સહાયથી આત્માને અશરીરી થવાનું છે. શરીરની સહાય અશરીરી બનવા માટે લેવાની છે. બીજા શરીરના સંયોગ માટે નહીં. આયુષ્યકર્મનો જ્યાં સુધી યોગ છે; ત્યાં સુધી શરીર છૂટવાનું નથી. તેથી દીક્ષા લેતાં પૂર્વે આત્માને છોડીને અન્ય સઘળા ય સંયોગોનો ત્યાગ કર્યા પછી પણ શરીરના સંયોગનો ત્યાગ કરી શકાતો નથી. અશરીરી બનવાની ભાવના હોવા છતાં શરીરની સાથે જ દીક્ષા ગ્રહણ કરવાની છે. આવી અવસ્થામાં શરીરનો સંયોગ અશરીરી બનવામાં બાધક ન બને અને સહાયક બને-એ માટે શ્લોકમાં છેલ્લા બે પાદથી ઉપાય દર્શાવ્યો છે. Page #42 -------------------------------------------------------------------------- ________________ આશય એ છે કે ઉપર જણાવ્યા મુજબ દીક્ષા લેતી વખતે માતાપિતાદિના સંયોગના ત્યાગની જેમ આ શરીરના સંયોગનો ત્યાગ કરી શકાતો નથી, તેથી તેની પ્રત્યેના મમત્વનો ત્યાગ કરવો જોઈએ. વસ્તુનો ત્યાગ શક્ય હોય તો તેનો ત્યાગ કરવાનો જ છે. પરંતુ જ્યારે તે શક્ય ન હોય તો તે વસ્તુ પ્રત્યેના મમત્વનો તો ત્યાગ કરવો જ જોઈએ. આમ પણ વસ્તુ(પરપદાર્થ)નું અસ્તિત્વ વગેરે મોક્ષનું બાધક બનતું નથી. પરંતુ પરપદાર્થસ્વરૂપ એ વસ્તુની પ્રત્યે જે મમત્વ કે દ્વેષનો પરિણામ છે-એ જ બાધક બને છે. માતાપિતાદિના પૂર્વસંયોગોનો ત્યાગ કર્યા પછી પૂ. સાધુભગવંતોની પાસે માત્ર શરીરનો સંયોગ રહ્યો છે. દીક્ષા પૂર્વેના મમત્વના બધા વિષયોમાંથી માત્ર આ પોતાનું શરીર રહ્યું છે. આથી સઘળું ય મમત્વ હવે દીક્ષા લીધા પછી; શરીરમાં ભરાય નહિ એ માટે શરીરપીડનનો અહીં ઉપદેશ કર્યો છે. - દીક્ષા લીધા પછી શરૂઆતનો કાળ અધ્યયનનો છે. જેને પ્રથમવય’ તરીકે વર્ણવાય છે. આ પ્રથમ વયમાં અધ્યયનને બાધા ન પહોંચે એ રીતે અવિકૃષ્ટ ઉપવાસ વગેરે તપ કરવા દ્વારા શરીરને કષ્ટ પડે-તેમ કરવું જોઈએ. અને અધ્યયનનું કાર્ય પત્યા પછી ઉત્તરવયમાં વિકૃષ્ટ અદ્દમાદિ તપ કરવા દ્વારા શરીરને વધારે કષ્ટ પડે તેમ કરવું. આ રીતે થોડું પીડન અને વધારે પીડન કરતાં કરતાં જ્યારે શરીર કોઈ પણ જાતનું કામ આપવા સમર્થ ન રહે ત્યારે અંતે અનશન સ્વીકારીને તેનો ત્યાગ કરવો. શ્રી આચારાંગ વગેરે સૂત્રમાં એ મુજબ સ્પષ્ટ રીતે જણાવ્યું છે. શરીર પ્રત્યેનું મમત્વ દૂર કર્યા વિના ચાલે એવું નથી. શરીરની ઉપેક્ષા કરી કષ્ટ Page #43 -------------------------------------------------------------------------- ________________ વેઠવાનો અભ્યાસ કરવાથી જ શરીરની મમતા દૂર થાય છે. શરીરની આળપંપાળ કરવાથી તેની મમતા વધ્યા જ કરે છે. જેમ જેમ દીક્ષાનો પર્યાય વધતો જાય તેમ તેમ ખરી રીતે શરીરની મમતા ક્ષીણ થવી જોઈએ. આજે નહિ તો કાલે ગમે ત્યારે જો શરીર નાશ પામવાનું જ હોય તો શરીર પ્રત્યે મમત્વ રાખવાથી ફાયદો શું ? ગમે તેટલી શરીરની સારસંભાળ લઈએ તોપણ એનો નાશ અવશ્ય થવાનો જ છે તેથી તેની સારસંભાળ લેવાનો કોઈ અર્થ નથી-એમ સમજીને ઉપર જણાવ્યા મુજબ શરીરનું પીડન કરવું જોઈએ..૨૮-૧પ ઉપર જણાવ્યા મુજબની દીક્ષાની આરાધના કરવા કોણ સમર્થ બને છે અને કોણ સમર્થ બનતું નથી તે જણાવાય છેवीराणां दुशरः पन्था एषोऽनागमगामिनाम् । आदानीयाभिधानानां भिन्दतां स्वसमुच्छ्रयम् ॥२८-१६॥ આ શ્લોથી માંડીને ચોવીશમા શ્લોક સુધીના નવ શ્લોકોનો અર્થ સ્પષ્ટ છે એમ જણાવીને ગ્રંથકારશ્રીએ એ નવ શ્લોકો ઉપર ટીકા કરી નથી. માત્ર શ્લોક ઉપરથી ગ્રંથકારશ્રીના આશય સુધી પહોંચવાનું અઘરું છે. પરંતુ બીજો કોઈ જ ઉપાય નથી. શ્લોક ઉપરથી જ ગ્રંથકારશ્રીના આશયને સમજવાનો પ્રયત્ન કરવો પડશે. “જેમનું નામ આદરણીય છે અને જેઓ પોતાના શરીરને ભેદી નાખે છે-(ગણકારતા નથી) એવા વીર પુરુષો આગમનું અનુસરણ ન કરે તો તેમના માટે આ દીક્ષાનો માર્ગ દુઃખે કરીને Page #44 -------------------------------------------------------------------------- ________________ આરાધનીય બને છે.” આ પ્રમાણે સોળમા શ્લોકનો અર્થ છે. કહેવાનો આશય એ છે કે લોક્માં ખ્યાતિ વગેરે દ્વારા નામ આદરણીય બન્યું હોય અને શરીરની કોઈ પણ જાતની ચિંતા ક્ય વિના ખૂબ જ પરાક્રમપૂર્વક પોતાની ઈચ્છા મુજબ જે દીક્ષા પાળે છે તેઓ આગમને અનુસરતા ન હોવાથી શ્રી વીતરાગપરમાત્માએ દર્શાવેલો દીક્ષાનો માર્ગ આરાધી શક્તા નથી. આગમનું અનુસરણ નહિ કરનારાઓ માટે ઉપર જણાવેલો દીક્ષામાર્ગ દુર છે. બાહ્યદષ્ટિએ પુણ્યોદય અને પુરુષાર્થ ચિકાર હોય તોપણ આગમાનુસારિતાના અભાવે તેમને આ દીક્ષામાર્ગ દુષ્કર જ છે. માત્ર પુણ્ય અને પુરુષાર્થના પ્રભાવે પ્રવજ્યા-પંથ આરાધાય નહિ. આગમનું અનુસરણ જ એ માર્ગે ચાલવા માટે મુમુક્ષુ આત્માને સમર્થ બનાવે છે. આગમના અનુસરણ વિના પુષ્ય અને પુરુષાર્થનો વસ્તુતઃ કોઈ જ ઉપયોગ નથી. આગમના અનુસરણ માટે જ ખરેખર તો વીરતા અપેક્ષિત છે. શરીરની શક્તિ અને કીર્તિ વગેરે તો પહેલા ગુણસ્થાનકે પણ પ્રાપ્ત થતા હોય છે. પરંતુ એથી શાસ્ત્રનું અનુસરણ પ્રાપ્ત થાય છે જ-એવું નથી. સાતમા ગુણસ્થાનકે આગમયોગની પરાકાષ્ઠા પછી જે સામર્થ્યયોગની પ્રાપ્તિ થાય છે. આગમાં બળી મરવું અને આગમાં બળવા છતાં ગજસુકુમાલ મુનિની જેમ કાયોત્સર્ગધ્યાને રહેવું એ બેમાં જે ફરક છે-એ જે સમજી શકે છે; તેને વીરતાનો ખ્યાલ આવ્યા વિના નહીં રહે. શ્રી કેવલજ્ઞાનની પ્રાપ્તિ માટે અનુકૂળ એવું અવિચલિત સત્ત્વ-એ વીરતા છે, જે માત્ર આગમને અનુસરવાથી જ પ્રાપ્ત થાય છે. આગમને Page #45 -------------------------------------------------------------------------- ________________ અનુસરવાનું કેટલું અઘરું છે-એ આગમનું અનુસરણ કરનારને જ સમજાય છે. ‘આજ્ઞા પાળવી છે-' એવો નિર્ણય થાય; એટલે તુરત જ વિઘ્નોની પરંપરા ઊભી થાય છે, જેની વાત પણ આત્માને વિચલિત બનાવતી હોય છે. જેને આજ્ઞા માનવી નથી એને દીક્ષામાં કોઈ જ તકલીફ નથી. યથેચ્છપણે વર્તનારને કોઈ બંધન નથી હોતું. તેઓ સદસા વિવેકથી સર્વથા પર હોય છે. એવા લોકોને વીરતાનું કોઈ જ પ્રયોજન હોતું નથી. એવા લોકો માટે આ દીક્ષાનો પંથ ખરેખર જ દુર છે. આ સંસારમાં લગભગ ડગલે ને પગલે આગમના અનુસરણમાંથી આત્માને દૂર લઈ જનારાં પ્રબળ નિમિત્તો પડેલાં છે. આવા વખતે એ નિમિત્તોને ખસેડીને આગમના અનુસરણમાં સ્થિર રહેવા માટે ‘વીરતા’ની અપેક્ષા છે. એવી વીરતાને વરેલા વીર પુરુષો માટે આ દીક્ષાનો માર્ગ સુચર છે. માત્ર શરીરથી શફ્ટ અને કીર્તિને પામેલા માટે આ દીક્ષાનો માર્ગ દુશ્ર્વર છે. આથી સ્પષ્ટ રીતે સમજાશે કે આગમનું અનુસરણ કરનારા વીર પુરુષો માટે આ દીક્ષાનો માર્ગ સુચર છે. અને આગમનું અનુસરણ નહિ કરનારાઓ માટે એ દીક્ષાનો માર્ગ દુધર છે. ૨૮-૧૬ દીક્ષાના માર્ગને સારી રીતે આરાધવા માટે આગમનું અનુસરણ કરવું જોઈએ-એ સમજાયા પછી આગમના અનુસરણ માટે શું કરવું જોઈએ-તે જણાવવા માટે કહે છે शरीरेणैव युध्यन्ते दीक्षापरिणती बुधाः । दुर्लभं वैरिणं प्राप्य व्यावृत्ता बाह्ययुद्धतः ॥ २८-१७॥ ૪૨ Page #46 -------------------------------------------------------------------------- ________________ “દીક્ષાની પરિણતિ પ્રાપ્ત થયે છતે બાહ્મયુદ્ધથી વિરામ પામી દુર્લભ એવા વૈરી(શરીર)ને પામી પંડિતજનો શરીરની સાથે જ યુદ્ધ કરે છે.’’-આ પ્રમાણે સત્તરમી ગાથાનો સામાન્ય અર્થ છે. કહેવાનો આશય એ છે કે-આગમાનુસારી આરાધના કરતી વખતે મુખ્યપણે શરીરનું મમત્વ નડતું હોય છે. શરીર પ્રત્યે થોડું પણ મમત્વ ન હોય તો દીક્ષાની આરાધના કરતાં કોઈ રોકતું નથી. આમ જોઈએ તો સામાન્ય રીતે શરીરના રાગના કારણે જ મોટા ભાગના લોકો દીક્ષા લેવા માટે થોડો પણ પ્રયત્ન કરતા નથી. અને દીક્ષા લીધા પછી શરીરના રાગને લઈને દીક્ષા પાળી પણ શકતા નથી. ભૂતકાળના પાપના યોગે દુ:ખ તો ગૃહસ્થપણામાં પણ આવે અને સાધુપણામાં પણ આવે. છતાં ઊંડે ઊંડે એમ જ લાગ્યા કરે કે ગૃહસ્થપણામાં દુ:ખનો પ્રતીકાર શક્ય છે અને સાધુપણામાં એ ખૂબ જ મર્યાદિત બને છે. ગૃહસ્થપણામાં ગમે તે કરી શકાય. સાધુપણામાં એમ ન બને. આવું વિચારવા છતાં દુ:ખની સ્થિતિમાં કોઈ ફેર પડતો નથી. પરંતુ શરીર પ્રત્યે મમત્વ પ્રગાઢ હોય છે. તેથી આત્મા દીક્ષા અંગે વિચારી શકતો નથી. શરીરથી મુક્ત બનવાનો વિચાર જ આવતો નથી. દુઃખથી અને એના કારણ તરીકે સામાન્યતઃ પાપથી મુક્ત થવાનો વિચાર આવે, પરંતુ આથી નિસ્તાર થતો નથી. દુ:ખના બદલે શરીરથી અને પાપના બદલે કર્મથી મુક્ત બનવાનો નિર્ણય થાય તો દીક્ષા લેવાનું અને લીધા પછી આરાધવાનું ખૂબ જ સરળ બને. શરીરનું મમત્વ બંન્નેમાં અવરોધ ઊભો કરે છે. મોટા ૪૩ Page #47 -------------------------------------------------------------------------- ________________ ભાગના મુમુક્ષુ આત્માઓને પૂછવામાં આવે કે દીક્ષા કેમ લો છો ? તો શરીરથી અને કર્મથી મુક્ત થયું છે-આવો હૈયાથી જવાબ આપનારા લગભગ નહીં મળે. સંસારમાં પાપ બહુ કરવાં પડે, સંસાર દુ:ખમય છે.. વગેરે જવાબ આપનારા હજુ મળી આવે. પરંતુ એ જવાબ વાસ્તવિક નથી. અનંતજ્ઞાનીઓએ ફરમાવેલા ઉદ્દેશને અનુરૂપ નથી. લક્ષ્ય વિનાની પ્રવૃત્તિ લક્ષ્યવેધી કઈ રીતે બને ? શરીરથી મુક્ત બનવા માટે દીક્ષા છે-એનું સ્મરણ નિરંતર હોવું જોઈએ. શરીર સારું હશે તો સંયમ સારું પળાશે-એમ વિચારનારા પ્રાયઃ શરીરને સારું બનાવવા અને એ ખરાબ ન બને એનો પ્રયત્ન કરવા પોતાનું સમગ્ર જીવન ધરી દે છે. સંયમની સાધના શરીરની સાધનામાં જ પૂરી થાય છે. શરીર સારું હશે ત્યારે દીક્ષા સારી રીતે પળાશે-એમ માનવાના બદલે, ‘શરીર સારું નહીં લાગે ત્યારે દીક્ષા સારી રીતે પળાશે.’-એમ માનવાનો હવે સમય આવી લાગ્યો છે. આથી સમજી શકાશે કે શરીરને સંયમની સાધનામાં સહાયક માનવાના બદલે શત્રુ (અવરોધક) માનવું જોઈએ. બુદ્ધિમાન આત્માઓને એનો સંપૂર્ણ ખ્યાલ હોવાથી દીક્ષાની પરિણતિ પ્રામ થયા પછી તેઓ માત્ર શરીરની સાથે યુદ્ધ કરે છે. શરીર પ્રત્યે મમત્વ સેવ્યા વિના ઉપેક્ષા સેવવા સ્વરૂપ એ યુદ્ધ છે. શરીરનો નાશ ન થાય પરંતુ એના મમત્વનો ચોક્કસ નાશ થઈ શકે છે. વિહિત તે તે સંયમયોગોની સાધનાથી જેનું મમત્વ નષ્ટ થયું છેએવું તે શરીર સંયમની સાધનામાં કોઈ અવરોધ ઊભો નહીં કરે. ૪૪ Page #48 -------------------------------------------------------------------------- ________________ અત્યાર સુધી દુઃખ અને દુઃખના સાધનભૂત અનિષ્ટ સંયોગોને શત્રુ માનીને યુદ્ધ ચાલતું હતું, પરંતુ હવે આગમના પરિશીલન વગેરેથી સમજાય છે કે વાસ્તવિક શત્રુ શરીર છે. તેથી તે બાહ્યયુદ્ધનો ત્યાગ કરીને માત્ર શરીરની સાથે જ દીક્ષાની પરિણતિમાં યુદ્ધ કરે છે. કોઈ શ૩ વર્ષો પછી નજરે પડે અને ત્યારે એની ઉપર વિના વિલંબે પૂરી તાકાતથી જેમ તૂટી પડાય છે, તેમ દીક્ષાની પરિણતિ દરમ્યાન બુદ્ધિમાન આત્માઓ શરીર ઉપર તૂટી પડે છે. કારણ કે આજ સુધી શરીરને મિત્ર માનવાથી કેવી વિષમ અવસ્થાને આપણે પામ્યા-એનો વાસ્તવિક ખ્યાલ આવવાથી હવે જે શરીરને શત્રુ માનવાનું બન્યું છે. આજે સુધી એ ના બન્યું. ર૮-૧ળા ઉપર જણાવ્યા મુજબ શરીરને દુર્લભ એવા શત્રુજેવું માનીને પંડિતજનો માત્ર શરીરની સાથે જ નિરંતર યુદ્ધ કરે છે, પરંતુ શરીર સર્વથા ક્ષીણ હશે તો દીક્ષા આરાધી નહિ શકાય તેથી તેની સારસંભાળ તો રાખવી જોઈએ ને-આવી શંકાના નિરાકરણ માટે જણાવાય છેसर्वो यदर्थमारम्भः क्रियतेऽनन्तदुःखकृत् । सर्पलालनमङ्गस्य पालनं तस्य वैरिणः ॥२८-१८॥ - “અનંતદુ:ખને કરનારો બધો આરંભ (હિંસાદિ પાપવ્યાપાર) જે માટે કરાય છે, તે વૈરી એવા શરીરના પાલન સ્વરૂપ બધો આરંભ સર્ષના લાલન-પાલન જેવો છે.”-આ પ્રમાણે અઢારમી ગાથાનો અર્થ છે. પરમાર્થ એ છે કે સંયમની Page #49 -------------------------------------------------------------------------- ________________ સાધના માટે શરીર ગમે તેટલું સહાયક બનતું હોય તો પણ તેનું લાલન-પાલન કરવાની આવશ્યકતા નથી. કારણ કે એના લાલનપાલન માટે કરાતો આરંભ અનંતદુઃખને કરનારો છે. શરીરની સ્થિતિ માટે નિર્દોષ આહારાદિને શ્રી વીતરાગ પરમાત્માની આજ્ઞા મુજબ ગ્રહણ કરવો અને આપણી ઈચ્છા મુજબ શરીરને અનુકૂળ પડે એ રીતે આહારાદિને ગ્રહણ કરવા-એ બેમાં ઘણું અંતર છે. શરૂઆતમાં આપણને એમ જ લાગે છે કે આપણે શરીરની સ્થિતિ માટે જ આહારાદિ લઈએ છીએ. આપણને કાંઈ મમત્વ નથી. પરંતુ ખરી હકીક્ત જુદી જ હોય છે. આવા વખતે કંડરીક મુનિના જીવનવૃત્તાંતને યાદ રાખવો જોઈએ. એક હજાર વર્ષના પર્યાયના અંતે પણ આવું દુષ્પરિણામ આવતું હોય તો ખરેખર જ અખતરા કરવા જેવા નથી. ' કેટલા વૈરાગ્યથી તેઓએ દીક્ષા અંગીકાર કરી હતી. પોતાના ભાઈ રાજાના આગ્રહથી દવા કરવાની શરૂઆત કરી. રોગ ગયો, પણ શરીરનો અને એને અનુકૂળ વિષયોનો રાગ ન ગયો, ઉપરથી વધ્યો; અંતે પરિણામ ખરાબ આવ્યું. એક હજાર વર્ષના અંતે દીક્ષા છોડી. એક જ દિવસમાં આહારાદિના અતિરેકથી વિસૂચિકાના કારણે મરણ થયું અને સાતમી નરકે ગયા. શ્લોકમાં જણાવ્યા મુજબ ખરેખર જ શરીરનું પાલન સર્પના લાલન જેવું જ છે. ખૂબ જ મજબૂત બની શરીર પ્રત્યે સહેજ પણ કૂણી લાગણી દર્શાવ્યા વિના શરીરની સાથે યુદ્ધ અવિરતપણે ચલાવવું જ રહ્યું. અન્યથા શરીર અને કર્મથી કોઈ પણ રીતે મુક્ત નહિ થવાય. ૨૮-૧૮ Page #50 -------------------------------------------------------------------------- ________________ સંયમજીવનમાં શરીર પ્રત્યેના રાગની દુષ્ટતાને જણાવવા માટે પ્રકારાન્તરથી જણાવાય છેशरीराद्यनुरागस्तु न गतो यस्य तत्त्वतः । तेषामेकाकिभावोऽपि क्रोधादिनियतः स्मृतः ॥२८-१९॥ જેમના શરીર પ્રત્યેનો અનુરાગ ગયો નથી; તેમની એકાકી ચર્યા વગેરે વસ્તુતઃ ક્રોધાદિ કષાયના કારણે છે.”-આ પ્રમાણે ઓગણીશમા શ્લોકનો અર્થ છે. આશય સ્પષ્ટ છે કે સંયમજીવનમાં કોઈ પણ પરપદાર્થની અપેક્ષા ન હોવાથી પૂ. સાધુમહાત્માઓ “એકાકી' (અસહાય) હોય છે. સર્વથા નિઃસહાય જીવવાના સ્વભાવવાળા પૂ. સાધુભગવંતો ગચ્છમાં રહેતા હોવા છતાં એકાકી છે. શ્રી વીતરાગ પરમાત્માએ ઉપદેશેલો પરમતારક દીક્ષાનો માર્ગ જો તેઓશ્રીની પરમતારક આજ્ઞા મુજબ આરાધાય તો ખરેખર જ અદ્ભુત છે. અપેક્ષાનું નામ નહિ અને સુખની કોઈ સીમા નહિ-આવી અવસ્થાનું નામ જ ખરેખર દીક્ષા છે. પરંતુ આવી દીક્ષામાં શરીર પ્રત્યે કે વિષયો પ્રત્યે અનુરાગ હોય તો એ એકાકી અવસ્થા ક્રોધાદિના કારણે છે-એ માન્યા વિના ચાલે એવું નથી. ચાલુ વ્યવહારમાં આપણને એ જોવા મળે છે કે કષાયના આવેશવાળો માણસ સર્વથા નિઃસહાય બનીને એકાંતમાં બેસી જાય છે. રાજાની રાણીઓ પણ એ રીતે કોપગૃહમાં જતી. પરંતુ ત્યાં જેમ શરીરથી મુક્ત થવાનો આશય નથી, પરંતુ બીજા કોઈ પદાર્થ પ્રત્યે ઉત્કટ રાગ કારણભૂત હોય છે તેમ અહીં પણ શરીરાદિ પ્રત્યેનો અનુરાગ કારણભૂત હોય તો તેવી દીક્ષામાં તે Page #51 -------------------------------------------------------------------------- ________________ એકાકીભાવ કષાયનિયત જ છે-એ સ્પષ્ટ છે. રાગની તીવ્રતા થાય ત્યારે તે રાગને અનુરાગ કહેવાય છે. શરીરાદિની પ્રત્યે અનુરાગ હોય ત્યારે પરની અપેક્ષા રહેવાની જ. એ અપેક્ષા જ્યારે પૂર્ણ ન થાય ત્યારે પર પ્રત્યે દ્વેષ થાય છે અને તેથી એકાકીભાવમાં સ્થિર થવાય છે. એના મૂળમાં ક્રોધાદિ કષાય હોય છે, શરીરાદિથી મુક્ત થવાનો આશય નથી. ૨૮-૧૯ ઉપર જણાવ્યા મુજબ શરીર પ્રત્યે પણ અનુરાગ ન હોય તો પૂ. સાધુભગવંત ભિક્ષાએ જવા-આવવાદિની ક્રિયાઓ કેમ કરે છે-એ શંકા કરવા સાથે તેના નિરાકરણ માટે જણાવાય છેनन्वेवं तं विना साधोः कथं भिक्षाटनाद्यपि । न तस्य मोहजन्यत्वादसङ्गप्रतिपत्तितः ॥२८-२०॥ સામાન્ય રીતે આહારાદિ માટે ભિક્ષાએ જવા-આવવાદિની ક્રિયાઓ મોહના કારણે થતી હોય છે. પૂ. સાધુભગવંતોને શરીરાદિ પ્રત્યે રાગ ન હોવાથી તેમને ભિક્ષાટનાદિનો સંભવ કઈ રીતે સંગત બને-આ પ્રમાણે શંકા છે. શ્લોકના ઉત્તરાદ્ધથી જવાબ અપાય છે. પૂ. સાધુભગવંતોની ભિક્ષાટનાદિની ક્રિયાઓ મોહજન્ય નથી, પરંતુ અસંગના કારણે છે. આ શ્લોકનો અર્થ સ્પષ્ટ છે. શંકાકારે ભિક્ષાટનાદિની ફિયાને મોહજન્ય માનીને શંકા કરી છે. એના સમાધાનમાં એ ક્રિયાઓને અસદ્ગાનુષ્ઠાન તરીકે માનીને પૂર્વશંકાનું નિરાકરણ કર્યું છે. પૂ. સાધુભગવંતો મોહથી જન્ય (ઉત્પન્ન) કોઈ પણ અનુષ્ઠાન કરતા નથી અને વચનાનુષ્ઠાનના કારણે તેઓને અસદ્ગાનુષ્ઠાનની પ્રાપ્તિ થઈ શકે છે તેથી પૂ. સાધુભગવંતોને Page #52 -------------------------------------------------------------------------- ________________ ભિક્ષાટનાદિની ક્રિયામાં કોઈ અસંગતિ નથી.. ૨૮-૨૦ના અસંપ્રતિપત્તિ અને સસઙ્ગપ્રતિપત્તિ ઉભયનું સ્વરૂપ જણાવાય છે ससङ्गप्रतिपत्तिर्हि ममतावासनात्मिका । असङ्गप्रतिपत्तिश्च मुक्तिवाञ्छानुरोधिनी ॥ २८-२१॥ શ્લોકાર્થ સ્પષ્ટ છે કે-મમત્વના સંસ્કાર સ્વરૂપ સફ્ળપૂર્વકની પ્રતિપત્તિ છે અને સફ્ળ વિનાની અસઙ્ગપ્રતિપત્તિ; મુક્તિની ઈચ્છાને અનુસરનારી છે. આશય એ છે કે સામાન્ય રીતે કર્તવ્યતાના પરિણામને અહીં પ્રતિપત્તિ કહેવાય છે. જ્ઞાન, શ્રદ્ધા અને પ્રવૃત્તિનો પરિણામ-આ ત્રણના સમન્વયથી પ્રતિપત્તિની પ્રાપ્તિ થાય છે. અન્યતરના અભાવમાં બીજા બેનું સત્ત્વ હોવા છતાં પ્રતિપત્તિ મનાતી નથી. કોઈ પણ વસ્તુનું મમત્વ હોય અને તેને લઈને જ્યારે કોઈ પણ વસ્તુની પ્રતિપત્તિ કરાય ત્યારે તે સસઙ્ગપ્રતિપત્તિ કહેવાય છે. મમત્વ કાર્યરત ન પણ હોય; તોપણ તેના સંસ્કાર પડેલા હોવાથી તે પ્રતિપત્તિ સસઙ્ગપ્રતિપત્તિ છે. આજે મોટા ભાગની પ્રતિપત્તિ સફ્ળપૂર્વકની છે. લોકોત્તર માર્ગની પ્રતિપત્તિ પણ મમત્વની વાસનાથી વાસિત છે. પરમાર્થથી એ પ્રતિપત્તિ પરમપદની સાધિકા નથી. પરંતુ આજ સુધી સર્વથા પ્રતિપત્તિનો અભાવ હતો એના બદલે સફ્ળપૂર્વકની પણ પ્રતિપત્તિ મળી એથી આનંદ થાય-એ જુદી વાત. પરંતુ સફ્ળમાત્ર મુતિનો અવરોધક છે. આનાથી તદ્ન વિપરીત અસઙ્ગપ્રતિપત્તિ છે. વર્ષોની ૪૯ Page #53 -------------------------------------------------------------------------- ________________ આગમાનુસારી સાધનાના પ્રબળ સામર્થ્યથી એની પ્રાપ્તિ થાય છે. આત્મસાત્ થયેલી તે તે સ્વાધ્યાયાદિની પ્રવૃત્તિ માત્ર પૂર્વવેધ(વેગ)થી ચાલતી હોય છે. આગમનું આલંબન લઈને પ્રવર્તેલી કોઈ પણ પ્રવૃત્તિ વખતે આગમના પણ અનુસંધાનનો અભાવ હોય છે, છતાં તે આગમાનુસારી અને સર્વ દોષથી રહિત હોય છે. આવી પ્રતિપત્તિને અસગપ્રતિપત્તિ કહેવાય છે, જે મોક્ષની ઈચ્છાનો અનુરોધ કરે છે; અવરોધ કરતી નથી. અસદ્ગપ્રતિપત્તિનું એકમાત્ર સાધન વચનપ્રતિપત્તિ છે. લોકોત્તર દીક્ષાના માર્ગની આરાધના, શ્રી વીતરાગપરમાત્માના પરમતારક વચનના કારણે જ કરીએ તો વચનપ્રતિપત્તિ શક્ય બનશે. અન્યથા રાગાદિને લઈને કરાતી પ્રતિપત્તિ સસદ્ગપ્રતિપત્તિસ્વરૂપ બનશે. એવી મોહજન્ય ભિક્ષાટનાદિની પણ પ્રવૃત્તિથી વિસ્તાર નહિ થાય. દીક્ષાને સફળ બનાવવા માટે આજ્ઞાને પ્રધાન બનાવવી પડશે. સાક્ષાદ્દ વિદ્યમાન એવા પૂ. ગુર્નાદિકની આજ્ઞાને નહિ માનનારા ભગવાન શ્રી તીર્થંકરદેવની આજ્ઞા માની શકશે નહીં. અનાદિકાળથી સસંગપ્રતિપત્તિ ચાલતી આવી છે. એને દૂર કરનારી વચનપ્રતિપત્તિ છે, જે અસંગપ્રતિપત્તિનું કારણ છે..... (૨૮-૨૧ અનાદિકાળની મમત્વવાસના છે. તેને દૂર કરવાનો જે ઉપાય છે તે જણાવાય છેअनादिकालानुगता महती सङ्गवासना । तत्त्वज्ञानानुगतया दीक्षयैव निरस्यते ।।२८-२२॥ Page #54 -------------------------------------------------------------------------- ________________ “અનાદિકાળથી સંગત મોટી સંગવાસના છે. તત્ત્વજ્ઞાનને અનુસરનારી. એવી દીક્ષાથી જ તેનો નિરાસ થાય છે.'' આ પ્રમાણે બાવીશમા શ્લોકનો અર્થ છે. આત્મા અને આત્માના ગુણોને છોડીને જે શરીરાદિ છે; તે બધાં પર છે. આત્માને જ્યારે તે અનુકૂળ લાગે છે ત્યારે તેની પ્રત્યે રાગ થાય છે અને જ્યારે એ પ્રતિકૂળ જણાય છે, ત્યારે તેની પ્રત્યે દ્વેષ થાય છે. આ રાગ-દ્વેષની પરિણતિને સંગ કહેવાય છે. આ સંગની વાસના (સંસ્કાર) અનાદિકાળની છે. એ સંસ્કારોના કારણે આત્મા સર્વત્ર અને સર્વદા પરપદાર્થનો સંગ કર્યા જ કરે છે. આ સંગના સંસ્કાર અનાદિકાળથી ખૂબ જ પ્રગાઢ-મોટા થયેલા છે. એનો નિરાસ કરવાના ઉપાય તરીકે અહીં તત્ત્વજ્ઞાનને અનુસરનારી દીક્ષાને જણાવી છે. મિથ્યાત્વમોહનીયકર્મની પ્રબળતાએ જીવને રાગાદિ દોષો પ્રબળ હોય છે. પરંતુ એ વખતે કર્મની વિષમતાએ જીવને એનો ખ્યાલ પણ હોતો નથી. કોઈ ખ્યાલ આપે તે ગમે પણ નહીં. રોગ ઉત્કટ હોય અને રોગી ભાન ગુમાવી બેઠો હોય ત્યારે જે સ્થિતિ હોય એવી સ્થિતિ મિથ્યાત્વની પ્રગાઢ અવસ્થામાં હોય છે. રોગી ગુમાવેલા ભાનને પાછું મેળવે તો પરિસ્થિતિમાં ચોક્કસ જ સુધારો થઈ શકે. આવી રીતે અહીં પણ જીવ અજ્ઞાનને દૂર કરી જ્ઞાન પ્રામ કરી લે તો રાગાદિની પરિણતિ દૂર થયા વિના નહીં રહે. બાલ્યકાળની ચેષ્ટાઓ યુવાવસ્થામાં જ્ઞાન- વિશેષના કારણે જેમ દૂર થાય છે તેમ તત્ત્વજ્ઞાનના કારણે દીક્ષા દરમ્યાન અનાદિની રાગાદિવાસનાને દૂર કરી શકાય છે. દીક્ષા દરમ્યાન ૫૧ Page #55 -------------------------------------------------------------------------- ________________ નિરંતર સ્વાધ્યાય થવાથી જેવું તત્ત્વજ્ઞાન પ્રાપ્ત થાય છે; એવું તત્ત્વજ્ઞાન બીજે ક્યાંય પ્રાપ્ત કરી શકાતું નથી. સંયમજીવનની વિશેષતા જ એ છે કે ત્યાં જ તત્ત્વજ્ઞાનની પ્રાપ્તિ થાય છે. અને એ તત્ત્વજ્ઞાન અનાદિકાળની સંગવાસનાનું નિરસન કરે છે. માત્ર દીક્ષાથી અનાદિકાળની વાસના દૂર થતી નથી. એ દીક્ષા તત્ત્વજ્ઞાનને અનુસરતી હોવી જોઈએ-એ ભૂલવું ના જોઈએ. આજે મોટા ભાગે રાગાદિ દૂર કરવાનું લક્ષ્ય ન હોવાથી તત્ત્વજ્ઞાનની આવશ્યકતા જણાતી નથી. મોહનું વિષ તત્ત્વજ્ઞાનથી જ દૂર થાય છે-એ યાદ રહે તો દીક્ષાની આરાધનામાં ખૂબ જ આનંદ આવે. ચોક્કસ લક્ષ્યથી શરૂ કરેલી કોઈ પણ પ્રવૃત્તિ ગમે તેટલી કષ્ટપ્રદ હોય તોપણ લક્ષ્યસિદ્ધિ સુધી આનંદનો અનુભવ કરાવતી હોય છે. લક્ષ્યસિદ્ધિ પછી તો એ આનંદ અનેકગુણો વધી જાય છે. લક્ષ્યવિહીન ક્રિયાઓ આનંદનું કારણ બનતી નથી. પરમપદને પ્રાપ્ત કરવાના લક્ષ્યથી ગ્રહણ કરેલી દીક્ષા તત્ત્વજ્ઞાનને અનુસરતી જ હોવી જોઈએ, અન્યથા એ પરમપદને પ્રાપ્ત કરાવનારી નહીં બને. તત્ત્વજ્ઞાન રાગાદિ-વાસનાનો નાશ કરવા દ્વારા પરમપદનું કારણ બને છે.. 1126-2211 ઉપર જણાવ્યા મુજબ પૂ. સાધુભગવંતોને શરીર પ્રત્યે પણ મમત્વ ન હોવાથી રાગ અને દ્વેષના અભાવે જે સામ્યાવસ્થા છે-તેને જણાવાય છે यः समः सर्वभूतेषु त्रसेषु स्थावरेषु च । અત વ ચ તથૈવ રીક્ષા સામાયિાત્મિા ર૮-રા પર Page #56 -------------------------------------------------------------------------- ________________ રસ અને સ્થાવર-એવા સર્વ પ્રાણીઓ વિશે જે સમાન બુદ્ધિવાળા છે; તેથી જ તેઓને જ સામાયિક (સમપરિણામ) સ્વરૂપ દીક્ષા છે.” - આ પ્રમાણે વેવીશમા શ્લોકનો અર્થ સ્પષ્ટ છે. એનો આશય પણ સ્પષ્ટ છે. સર્વવિરતિસામાયિક સ્વરૂપ દીક્ષા છે. રાગ-દ્વેષના પરિણામના અભાવને સામાયિક કહેવાય છે. સર્વ પ્રાણીઓ પ્રત્યે સમાન પરિણામ સ્વરૂપ એ સામાયિક પૂ. સાધુભગવંતોને જ હોય છે. પોતાના શરીર પ્રત્યે પણ રાગ ન હોવાથી પૂ. સાધુભગવંતો ત્રસ (બેઈન્દ્રિયાદિ) અને સ્થાવર (પૃથ્વીકાયાદિ એકેન્દ્રિય) જીવો પ્રત્યે સમાન પરિણામવાળા હોય છે. પોતાની અનુકૂળતા કે પ્રતિકૂળતાદિના કારણે કોઈ પણ જીવની પ્રત્યે મનથી પણ દુર્ભાવ રાખતા નથી. પ્રાણીમાત્રની પ્રત્યે એકસરખો યાનો ભાવ રાખનારા પૂ. મુનિભગવંતોને સમભાવસ્વરૂપ સામાયિકનો પરિણામ હોય છે. સામાન્ય રીતે શ્રી આચારાંગ વગેરે સૂત્રોમાં જણાવ્યા મુજબ શરીરાદિની અનુકૂળતા માટે અને પ્રતિકૂળતાના પરિહાર માટે છકાય જીવોને દુઃખ પહોંચાડવા સ્વરૂપ સમારંભ જીવો કરે છે. પૂ. સાધુ ભગવંતોને શરીર પ્રત્યે કોઈ મમત્વ ન હોવાથી શરીરની અનુકૂળતાદિના કારણે એવો સમારંભ કરવાનો પ્રસંગ જ આવતો નથી. તેથી નાનો કે મોટો, રસ કે સ્થાવર, દશ્ય કે અદશ્ય, અપરાધી કે નિરપરાધી..વગેરે જાતના ભેદની કલ્પના કર્યા વિના દરેક જીવની પ્રત્યે એક જ જાતના પરિણામને તેઓ ધારણ કરે છે, જે સામાયિકસ્વરૂપ છે. તે સામાયિકના પરિણામ સ્વરૂપ દીક્ષા છે. ર૮-૨૩યા Page #57 -------------------------------------------------------------------------- ________________ કર્મજન્ય વિભાગોમાં પણ પૂ. સાધુભગવંતોને સામ્ય હોય છે તે જણાવાય છેनारत्यानन्दयोरस्यामवकाशः कदाचन । प्रचारो भानुमत्यभ्रे न तमस्तारकत्विषोः ॥२८-२४॥ આશય એ છે કે પૂર્વે જણાવ્યા મુજબ છકાય જીવોની પ્રત્યે સમભાવ રાખ્યા પછી પણ પૂર્વોપાર્જિત શુભાશુભ કર્મના ઉદયમાં આનંદ અને અરતિ થતી હોય છે. અને તેથી આત્માની સમતા ટકતી નથી. આવા પ્રસંગે સામાયિકસ્વરૂપ દીક્ષા કઈ રીતે રહે-આવી શંકાના સમાધાન માટે ચોવીશમા શ્લોકમાં ફરમાવ્યું છે કે, “આ સામાયિકસ્વરૂપ દીક્ષામાં ક્યારે પણ અરતિ અને આનંદને અવકાશ નથી; જે આકાશમાં સૂર્ય હોય તે આકાશમાં અંધકાર અને તારાઓનાં કિરણોનો પ્રચાર ન હોય.” આ પ્રમાણે ચોવીસમા શ્લોકનો અર્થ છે. પૂ. સાધુભગવંતોને તત્ત્વજ્ઞાનને અનુસરનારી દીક્ષા હોવાથી તેઓ સારી રીતે સમજે છે કે આત્માને અને આત્માના જ્ઞાનાદિને છોડીને શરીરાદિની સાથે આત્માને કોઈ સંબંધ નથી. કર્મજન્ય સુખ- દુઃખાદિ દ્વન્દો પણ આત્માનાં નથી. કર્મના સંયોગાદિને લઈને તેની વિદ્યમાનતાદિ છે, તેથી તેમાં હર્ષ કે વિષાદ, રતિ કે અરતિ કરવાનું કોઈ પણ રીતે ઉચિત નથી. બીજાનાં સુખદુઃખાદિમાં જેમ આપણે રતિ વગેરે કરતા નથી તેમ આપણા કર્મે આવેલાં સુખદુઃખાદિમાં રતિ વગેરે કરવાનું કોઈ જ કારણ નથી. સુખ અને દુઃખ બંન્ને કર્મથી જન્ય હોવાના કારણે એક છે. બીજી અનેક Page #58 -------------------------------------------------------------------------- ________________ રીતે એમાં સામ્ય હોવાથી જેમ સુખમાં અરતિ થતી નથી તેમ દુઃખમાં અરતિ કરવી ના જોઈએ. દુઃખમાં જેમ રતિ થતી નથી તેમ સુખમાં પણ રતિ કરવી ના જોઈએ... ઈત્યાદિ સારી રીતે સમજનારા પૂ. સાધુભગવંતોને દીક્ષામાં અરતિ કે આનંદનો કોઈ અવકાશ જ નથી. અરતિ અને આનંદનાં બાહ્ય નિમિત્તો મળવા છતાં તેની અસર દીક્ષામાં વર્તાતી નથી. અરતિ કે આનંદના તે તે નિમિત્તોનું પારમાર્થિક સ્વરૂપ જાણવાના કારણે તે તે પ્રસંગે ઔદાસીન્ય બરાબર જાળવી લેવાય છે. આ વસ્તુને સ્પષ્ટ કરતાં ઉત્તરાર્ધમાં ગ્રંથકારશ્રીએ દષ્ટાંત આપ્યું છે. આકાશમાં સૂર્ય હોય તો અંધકાર અને તારાઓનાં કિરણોનો પ્રચાર આકાશમાં ન હોય તેમ આત્મામાં તત્ત્વજ્ઞાનસ્વરૂપ સૂર્ય વિદ્યમાન હોય તો અરતિસ્વરૂપ અંધકાર અને તારાઓનાં કિરણો સ્વરૂપ આનંદનો પ્રચાર ન હોય-એ સમજી શકાય છે. અરતિ અને આનંદ ત્યાં જ વર્તાય કે જ્યાં તત્ત્વજ્ઞાન ન હોય. પૂ. સાધુભગવંતોની દીક્ષા તત્ત્વજ્ઞાનને અનુસરનારી હોવાથી ત્યાં અરતિ અને આનંદનો અવકાશ જ નથી, તેથી સામાયિકસ્વરૂપ દીક્ષા તેઓશ્રીમાં સારી રીતે રહે છે.. ર૮-ર૪ તત્ત્વજ્ઞાનને અનુસરનારી દીક્ષા સામાયિકસ્વરૂપ છે. સર્વ જીવોને વિશે અને સર્વ સુખદુ:ખનાં નિમિત્તોને વિશે સામ્યભાવસ્વરૂપ સામાયિકનો પરિણામ તત્ત્વજ્ઞાનને અનુસરવાથી જ પ્રાપ્ત થાય છે. એ સ્પષ્ટ રીતે સમજાય છે. દીક્ષાનું આ અભુત સ્વરૂપ પામવાનું ઘણું કપરું છે. પ્રચંડ સત્ત્વ, સંસાર પ્રત્યે અત્યંત નિર્વેદ, આજે જ મોક્ષ જોઈએ છે એવી મોક્ષની Page #59 -------------------------------------------------------------------------- ________________ ઉત્કટ ઈચ્છા; માર્ગ પ્રત્યેની પૂર્ણ શ્રદ્ધા અને ગુરુપરતંત્ર્ય વગેરે ગુણોને પ્રાપ્ત જ નહિ, આત્મસાત્ કરવા માટે ખૂબ જ અપ્રમત્ત બનવું રહ્યું. ભવોભવની સાધનાનું પરિબળ એમાં બહુ જ ઉપયોગી બને છે. તત્ત્વજ્ઞાનના પરીચયથી ખૂબ જ સરળતાથી એવી યોગ્યતા મેળવી શકાય છે. વર્તમાનમાં આપણે જે સર્કલમાં જીવીએ છીએ એ સર્કલનો ત્યાગ કર્યા વિના દીક્ષાનો વાસ્તવિક રીતે પ્રારંભ પણ નહિ થાય. આજે ધર્માર્થીઓમાં એક અપલક્ષણનું પ્રમાણ ઘણું છે. લગભગ સૌને સર્કલનો ત્યાગ કર્યા વિના સાધનાનો પ્રારંભ કરી સિદ્ધિને પામવાની ભાવના છે. દીક્ષાનું અદ્ભુત સ્વરૂપ આત્મસ્વરૂપને પ્રગટાવવાનું અચિંત્ય સામર્થ્ય અને ક્ષણવારમાં અનંતર્મસરાયનો સર્વથા ક્ષય કરવાની પ્રચંડ શતિને જાણ્યા પછી ખરી રીતે બેસી રહેવાનો કોઈ અર્થ નથી. ઘણા લોકો વૈરાગ્યની રાહ જોઈ રહ્યા છે. કેટલાક લોકોને થોડો ડર છે, તો કેટલાક લોકોને દુઃખ સહન નહિ થાય તો શું?...આવી જાતના કેટલાય વિચારો આવ્યા કરે છે. મારી દષ્ટિએ તો એ બધામાં કોઈ તથ્ય નથી. દીક્ષાની ઉત્તમતા અને એકાંતે કલ્યાણકારિતાની પ્રતીતિ થતી હોય તો એક વખત વર્તમાન સર્કલમાંથી બહાર નીકળી જવું જોઈએ. આજે પૂ. સાધુભગવંતોને ગમે તેટલું શીતાદિ પરીસહોનું ઉત્કટ દુઃખ પડે તોપણ અગ્નિ સેવવાનો, પંખા વગેરે વાપરવાનો, રાત્રિભોજન, અભક્ષ્યભક્ષણ અને અપેયપાન વગેરેનો વિચારસરખોય નથી આવતો-આ પ્રભાવ સર્કલત્યાગનો છે. પાણીમાં પડ્યા વગર જમીન ઉપર ઊભા રહીને પાણીનો ડર કઈ રીતે જાય ? સહેજ પણ દીક્ષા લેવાની Page #60 -------------------------------------------------------------------------- ________________ ભાવના હોય તો સત્ત્વ કેળવીને સાહસ કરીને પ્રવ્રજ્યાના પંથે ચાલી પડવું જોઈએ. પછી તો અહીંના સંયોગો જ એવા છે કે અસ્થિરને સ્થિર બનાવી દેશે. બેસેલાને ઊભા કરશે. ઊભા રહેલાને ચલાવશે અને ચાલતાને દોડાવશે. દોડતાં ઈષ્ટ સ્થાને મજેથી પહોંચાશે. સાહસ અને સર્વ ક્યા ક્ષેત્રમાં જોઈતું નથી ? ક્ષણવાર માની લઈએ કે કોઈ વાર પડી જવાશે તો શું થશે-આવો વિચાર આત્માને સત્ત્વથી વિચલિત કરી દે છે. આવા અવસરે પડી જવાશે તો પાછા ઊભા થઈશું. આમ પણ અત્યારે ક્યાં ઊભા છીએ, પડેલા જ છીએ ને ?....ઈત્યાદિ વિચાર કરીને થોડું સત્ત્વ કેળવીને સાહસ ખેડી લેવાની જરૂર છે. સત્ત્વ અને સાહસ ક્યા ક્ષેત્રમાં નથી-આ બધી વાત જેને દીક્ષા ગમે છે તેના માટે છે. જેને દીક્ષા ગમતી નથી તેમના માટે આ વાત નથી. તેઓ બિચારા દયાપાત્ર છે-એવાઓને દીક્ષા ગમે, તેવો ઉપદેશ આપવાનો છે. આ દીક્ષા બત્રીશીના ચોવીસ શ્લોકો દ્વારા જણાવેલી વાતથી સ્પષ્ટપણે સમજી શકાશે કે પોતાના શરીર પ્રત્યે પણ મમત્વ વિનાના અને તત્ત્વજ્ઞાનને અનુસરનારા પૂ. સાધુભગવંતોને સામાયિકના પરિણામ સ્વરૂપ દીક્ષા છે. તેમની ભિક્ષાટનાદિની પ્રવૃત્તિ અસપ્રતિપત્તિના કારણે હોવાથી મોહજન્ય નથી. આ રીતે રાગાદિપરિણતિને આધીન બન્યા વિના માત્ર આત્મગુણોમાં રમનારા પૂ. સાધુભગવંતોની દીક્ષાનું જ સ્વરૂપ છે, તે જણાવાય છેशुद्धोपयोगरूपेयमित्थं च व्यवतिष्ठते । व्यवहारेऽपि नैवास्या व्युच्छेदो वासनात्मना ॥२८-२५॥ Page #61 -------------------------------------------------------------------------- ________________ “આ (પૂર્વોક્ત) રીતે શુદ્ધ ઉપયોગ સ્વરૂપ દીક્ષા છે એ વ્યવસ્થિત (ચોક્કસ-નિશ્ચિત) થાય છે. આહાર-વિહારાદિ ક્રિયાકાળમાં પણ સંસ્કારસ્વરૂપે તેનો ઉચ્છેદ થતો નથી. અર્થાદ્ સંસ્કારસ્વરૂપે તે હોય છે.’’-આ પ્રમાણે પચીશમા શ્લોકનો અર્થ છે. એના આશયને સ્પષ્ટ કરતાં ફરમાવ્યું છે કે જ્યાં સ્વશરીર પ્રત્યે પણ મમત્વ નથી, દુ:ખમાં અરતિ નથી અને સુખમાં આનંદ વગેરે નથી; એવી દીક્ષા માત્ર સમ્યજ્ઞાનના આનંદ સ્વરૂપ શુદ્ધ આત્માના સ્વભાવમાં જ રમણતા કરવા સ્વરૂપ છે. આવી દીક્ષા શુદ્ધ ઉપયોગ સ્વરૂપે વ્યવસ્થિત છે. કારણ કે અહીં અશુદ્ધ બનાવનાર એવા રાગાદિ કષાયનો લેશ પણ નથી. સ્વભાવની રમણતામાંથી વિભાવમાં પ્રવૃત્ત બનાવવાનું કામ કષાયોનું છે. શુભ પ્રવૃત્તિ પણ પરમાર્થથી એક જાતનો વિભાવ જ છે. સર્વથા સ્વભાવની રમણતાને પ્રાપ્ત ન કરીએ ત્યાં સુધી તે વિભાવોથી જ સ્વભાવ સુધી પહોંચાય છે. પૂ. સાધુભગવંતોને તત્ત્વજ્ઞાનના ઊંડા પરીચયથી એનો પૂર્ણ ખ્યાલ છે, તેથી શુભપ્રવૃત્તિઓની સાથે સ્વભાવને પ્રગટ કરવા માટે તેઓ સતત પ્રયત્નશીલ હોય છે. એ પ્રયત્નના એકમાત્ર ફળરૂપે શરીર પ્રત્યે પણ મમત્વને દૂર કરી સ્વભાવમાં રમણતાને પ્રામ કરી લે છે. જેથી તેઓશ્રીની દીક્ષા, શુદ્ધઉપયોગસ્વરૂપે રહે છે. જોકે પૂ. સાધુભગવંતો આહાર, વિહાર અને પ્રતિલેખનાદિની ક્રિયાઓ કરે તે વખતે શુદ્ધઉપયોગસ્વરૂપ દીક્ષાનો ઉચ્છેદ (નાશ) થશે; પરંતુ ત્યારે-આહારાદિના વ્યવહારકાળમાં પણ શુદ્ધ ઉપયોગ સ્વરૂપ દીક્ષાના સંસ્કાર વિદ્યમાન છે. તેથી સંસ્કારરૂપે તેનો ૫૮ Page #62 -------------------------------------------------------------------------- ________________ ઉચ્છેદ થતો નથી. “વાસના-સંસ્કારસ્વરૂપે દીક્ષાનો વિચ્છેદ ન થવા છતાં શુદ્ધોપયોગ-સ્વરૂપ દીક્ષા, સ્વરૂપે ન હોવાથી તેના ફળનો વિચ્છેદ થશે; કારણ કે પોતાના ફળની પ્રત્યે પોતે કારણ છે, પોતાના સંસ્કાર કારણ નથી.” આ પ્રમાણે નહીં કહેવું જોઈએ. મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન એ બંન્નેનો ઉપયોગ એક કાળમાં હોતો નથી. અંતર્મુહુર્તે અંતર્મુહુર્તે તેનો ઉપયોગ બદલાય છે. જે વખતે મતિજ્ઞાનનો ઉપયોગ હોય છે, ત્યારે શ્રુતજ્ઞાનનો ઉપયોગ હોતો નથી. અને જે વખતે શ્રુતજ્ઞાનનો ઉપયોગ હોય છે, તે વખતે મતિજ્ઞાનનો ઉપયોગ હોતો નથી. [યુગપટ્ટ (એક સાથે) બે ઉપયોગ હોતા નથી. પરંતુ તે તે ઉપયોગના અભાવ વખતે પણ તે તે ઉપયોગના સંસ્કાર તો હોય છે જ, અને ત્યારે તે તે જ્ઞાનનું કાર્ય (વસ્તુનો અવબોધ..વગેરે) નાશ પામતું નથી. આવી જ રીતે શુદ્ધોપયોગસ્વરૂપ દીક્ષા આહારાદિવ્યવહારકાળમાં તેના સંસ્કાર સ્વરૂપે હોવા છતાં તેના ફળનો (જ્ઞાનાદિનો) નાશ થતો નથી... /૨૮-૨પા પૂર્વે જણાવ્યા મુજબ વચનાનુષ્ઠાન અને અસંગાનુષ્ઠાનમાં સામાન્ય રીતે શુભ ઉપયોગ અને શુદ્ધ ઉપયોગ હોય છે. એમાં “મોક્ષ પ્રત્યે મુખ્ય કારણ શુદ્ધ ઉપયોગ જ છે શુભ ઉપયોગ નહિ'-આવી માન્યતાનું નિરાકરણ કરવા માટે જણાવાય છેफले न तुल्यकक्षत्वं शुभशुद्धोपयोगयोः । વેષાત્યિક્ષને તેષાં શૈઢેશ્યામેવ વિશ્રમ: ર૮-રદા આશય એ છે કે પૂર્વે બ્લોક નં. ૬માં જણાવ્યું હતું કે Home Page #63 -------------------------------------------------------------------------- ________________ દીક્ષાના પ્રારંભે વચનાનુષ્ઠાન હોય છે, અને ત્યાર બાદ અમે કરી અસંગાનુષ્ઠાનની પ્રાપ્તિ થતી હોય છે. વચનાનુષ્ઠાન અને અસદ્ગાનુષ્ઠાન મોક્ષસાધક છે. અસહ્વાનુષ્ઠાનમાં શુદ્ધોપયોગસ્વરૂપ દીક્ષા છે અને વચનાનુષ્ઠાનમાં શુભપયોગસ્વરૂપ દીક્ષા છે. આ રીતે શુભ ઉપયોગ અને શુદ્ધોપયોગ બંન્ને મોક્ષના સાધક હોવા છતાં શુદ્ધોપયોગને જ પ્રધાનપણે મોક્ષની પ્રત્યે જેઓ કારણ માને છે તેમની વાત બરાબર નથી-તે જણાવાય છે. શ્લોકનો અર્થ સ્પષ્ટ છે કે-જે વાદીઓ શુભ ઉપયોગ અને શુદ્ધ ઉપયોગ-એ બંન્નેમાં મોક્ષસ્વરૂપ ફળની પ્રત્યે સાધારણ રીતે મુખ્ય સ્વરૂપે કારણતા માનતા નથી; તેઓના મતે છેલ્લી ક્ષણ સ્વરૂપ શૈલેશી અવસ્થામાં જ સર્વસંવરભાવ હોવાથી મોક્ષની પ્રત્યે પ્રધાનકારણતા માનવી જોઈએ. શુદ્ધ ઉપયોગમાં પણ મોક્ષની પ્રત્યે મુખ્યસ્વરૂપે કારણતા માનવી ના જોઈએ. “સર્વસંવરભાવની પ્રાપ્તિ માટે શુદ્ધોપયોગ ઉપકારક હોવાથી તેને મોક્ષની પ્રત્યે મુખ્યસ્વરૂપે કારણ માનીએ છીએ-' આ પ્રમાણે કહેવાનું બરાબર નથી, કારણ કે સર્વસંવરભાવસ્વરૂપ શૈલેશી અવસ્થામાં જેમ શુદ્ધોપયોગ ઉપકારી છે તેમ શુભ ઉપયોગ પણ ઉપકારી છે. બન્નેમાં એવી કોઈ વિશેષતા નથી; કે જેથી શુદ્ધોપયોગને મુખ્યસ્વરૂપે અને શુભ ઉપયોગને ગૌણસ્વરૂપે મોક્ષની પ્રત્યે કારણ મનાય. સર્વસંવરભાવની પ્રત્યે શુભ-ઉપયોગ અને શુદ્ધ-ઉપયોગ બન્ને ઉપકારક હોવા છતાં શુદ્ધ-ઉપયોગ સન્નિહિત (નજીકમાનો) ઉપકારી છે. તેથી તેને મોક્ષની પ્રત્યે મુખ્યસ્વરૂપે કારણ મનાય Page #64 -------------------------------------------------------------------------- ________________ છે'-આ પ્રમાણે પણ નહીં કહેવું જોઈએ. કારણ કે શુદ્ધ-ઉપયોગ જ નજીકનો ઉપકારી છે અને શુભ ઉપયોગ નજીકનો ઉપકારી નથી-એવું નથી. શુદ્ધ ઉપયોગમાં જ સન્નિહિત (નજીની) ઉપકારિતા માનેલી નથી, શુભ ઉપયોગમાં પણ એ મનાય છે. “શુભ-ઉપયોગ શુદ્ધ-ઉપયોગ દ્વારા મોક્ષની પ્રત્યે કારણ બને છે. તેથી શુભ-ઉપયોગ ગૌણ કારણ છે. શુભઉપયોગમાં શુદ્ધોપયોગનું આક્ષેપકત્વ છે. શુદ્ધોપયોગમાં આવું આક્ષેપકત્વ ન હોવાથી તે મોક્ષની પ્રત્યે મુખ્ય કારણ છે. આ પ્રમાણે નહિ કહેવું જોઈએ. કારણ કે શુદ્ધોપયોગ પણ સર્વસંવરભાવ દ્વારા મોક્ષનું કારણ બને છે. તેથી શુદ્ધોપયોગમાં પણ આક્ષેપક્વ અબાધિત છે. આશય એ છે કે “સન્નિહિતોપકારકત્વનો, નજીકમાં જેને ઉપકારક છે તેને સન્નિહિતોપકારક કહેવાય છે અને તેમાં સન્નિહિતોપકારત્વ રહે છે. આ પ્રમાણે અર્થ કરવાથી શુભઉપયોગમાં જ સન્નિહિતોપકારત્વ મનાશે. કારણ કે તેની નજીકમાં શુદ્ધોપયોગ સ્વરૂપ ઉપકારક છે. આવું શંકાકારે જણાવ્યું, ત્યારે તેના નિરાકરણમાં ગ્રંથકારશ્રીએ જણાવ્યું કે શુદ્ધોપયોગની નજીકમાં સર્વસંવરભાવસ્વરૂપ ઉપકારક હોવાથી તેમાં પણ સન્નિહિતોપકારકત્વ છે. આ વાતને જણાવવા ગ્રંથકારશ્રીએ ‘ગાપિચ ર તસ્ય.. ઈત્યાદિનો ઉલ્લેખ કર્યો છે. જેનો આક્ષેપ થાય છે તેને આક્ષેપિક કહેવાય છે. સન્નિહિતોપકારકત્વનો, શુદ્ધ-ઉપયોગ અને સર્વસંવરભાવના આક્ષેપના કારણે આક્ષેપ થાય છે, માટે તે આક્ષેપિક છે. અને તે શુદ્ધોપયોગમાં પણ અબાધિત છે. આક્ષેપિક જ્યાં હોય ત્યાં મુખ્યસ્વરૂપે કારણતા ન Page #65 -------------------------------------------------------------------------- ________________ માને તે શુભપયોગની જેમ શુદ્ધોપયોગમાં પણ મુખ્યસ્વરૂપે કારણતા નહિ મનાય. જોકે ઉપર જણાવેલી વાતથી, શુભોપયોગ અને શુદ્ધોપયોગને મોક્ષની પ્રત્યે કારણ માનીએ તોપણ બંન્નેમાં રહેલી કારણતામાં થોડો ફરક છે-એ સમજી શકાય છે. શુભ ઉપયોગથી જ્યારે પણ મોક્ષની પ્રાપ્તિ થાય છે, ત્યારે શુદ્ધોપયોગ અને સર્વસંવરભાવ દ્વારા થાય છે તેમ જ શુદ્ધોપયોગથી જ્યારે મોક્ષની પ્રાપ્તિ થાય છે ત્યારે સર્વસંવરભાવ દ્વારા થાય છે. આ રીતે બે વ્યવધાન (દ્વારા) અને એક વ્યવધાન-આ રીતે ફરક વર્તાય છે. તેથી બંન્નેમાં સાધારણ રીતે મુખ્યસ્વરૂપે મોક્ષની કારણતા માનવાનું શક્ય નથી. પરંતુ આ રીતે જે માત્ર શુદ્ધોપયોગમાં જ મોક્ષની કારણતા મનાય તો માત્ર અંતિમક્ષણે જ એવી કારણતા પ્રાપ્ત થશે, તે પ્રવૃત્યુપયોગી (મોક્ષમાર્ગમાં પ્રવર્તાવવા માટે ઉપયોગી) નહિ બને. તેથી પ્રવૃત્યુપયોગી એવી મોક્ષની કારણતા શુભઉપયોગમાં પણ માનવી જોઈએ. તે તે ગુણસ્થાનકોચિત ગુણના વિષયમાં જે શુભ ઉપયોગ છે, તેને ઉચિતગુણવૃત્તિસ્વરૂપે મોક્ષની પ્રત્યે કારણ માનવાનું ન્યાય(યુતિ)સંગત છે.. ઈત્યાદિ બરાબર સમજી લેવું જોઈએ. ૨૮-૨૬ો પ્રવૃત્યુપયોગી મોક્ષકારણતા શુભ-ઉપયોગમાં મનાય છેએનું પરિભાવન કરાય છેअध्यात्मादिकयोगानां ध्यानेनोपक्षयो यदि । हन्त वृत्तिक्षयेण स्यात्तदा तस्याप्युपक्षयः ॥२८-२७॥ Page #66 -------------------------------------------------------------------------- ________________ આશય એ છે કે અધ્યાત્મ, ભાવના, ધ્યાન, સમતા અને વૃત્તિ-સંશય-આ પાંચ પ્રકારનો યોગ છે. મોક્ષની સાથે આત્માને જોડી આપનાર આત્મવ્યાપારને યોગ કહેવાય છે. અધ્યાત્માદિ યોગોમાં સાધારણ રીતે મોક્ષસાધતા મનાય છે. અધ્યાત્માદિ કમે; વૃત્તિ- (કર્મજન્ય આત્મપરિણામ)સંક્ષયની પ્રાપ્તિ પછી જ મોક્ષની પ્રાપ્તિ થાય છે. છતાં અધ્યાત્માદિ દરેકમાં યોગત્વ મનાય છે. માત્ર ધ્યાન, સમતા અને વૃત્તિસંક્ષય - એ ત્રણમાં જ નહીં. આમ છતાં “અધ્યાત્મ અને ભાવનાનો ધ્યાન વડે ઉપક્ષય (કાર્યસ્વરૂપે પરિણમવું) થતો હોવાથી અધ્યાત્મ કે ભાવનાને યોગ ન માનીએ તો વૃત્તિસંય વડે ધ્યાનનો પણ ઉપક્ષય (ધ્યાન વૃત્તિસંલયસ્વરૂપે પરિણમતું હોવાથી) થાય છે તેથી તેને પણ યોગ નહિ મનાય.” આ પ્રમાણે શ્લોનો ભાવાર્થ છે. આથી સમજી શકાશે કે તે તે ગુણસ્થાનકે અપુનર્બન્ધકાદિ દશામાં મોક્ષના ઉદ્દેશથી પ્રવર્તેલા અધ્યાત્મ, ભાવના, ધ્યાન, સમતા અને વૃત્તિસંક્ષય જેમ યોગ છે તેમ શુભોપયોગ અને શુદ્ધોપયોગ મોક્ષનાં કારણ છે. સામાન્ય રીતે ઉચિત (પોતાની ભૂમિકાને અનુરૂપ) પ્રવૃત્તિને કરનારા, શાસ્ત્રના આધારે મૈત્રી, પ્રમોદાદિ ભાવનાથી ભાવિત બની જે જીવાદિતત્ત્વની વિચારણા કરે છે તેને વિચારણાને) અધ્યાત્મ કહેવાય છે. દરરોજ વધતા એવા ચિત્તવૃત્તિના નિરોધથી યુક્ત અધ્યાત્મના અભ્યાસ(વારંવાર-સતત કરવું તે)ને “ભાવના કહેવાય છે. પ્રશસ્ત (વિહિત) સૂક્ષ્મ એક વિષયમાં સ્થિર બનેલા ચિત્તને ધ્યાન’ કહેવાય છે. અજ્ઞાનના કારણે વિષયોમાં કલ્પલા Page #67 -------------------------------------------------------------------------- ________________ ઈષ્ટ કે અનિષ્ટપણાનો ત્યાગ કરી માત્ર વિષયસ્વરૂપે ભાવના કરવી તેને સમતા કહેવાય છે. અને મનવચનકાયાના વિકલ્પાદિમો નાશ કરવો તેને “વૃત્તિસંક્ષય’ કહેવાય છે.-આ પાંચ પ્રકારનો યોગ છે. યોગબિંદુ' ગ્રંથમાં એનું સવિસ્તર વર્ણન છે. વ્યવહારનયને આશ્રયીને અધ્યાત્મ અને ભાવના તાત્વિક યોગ છે તેમ જ નિશ્ચયનયને આશ્રયીને ધ્યાનાદિ તાત્ત્વિક યોગ છે. વ્યવહાર કે નિશ્ચયની તે તે ભૂમિકામાં વિવેક્ષાભેદ હોવા છતાં સામાન્યથી અધ્યાત્માદિ પાંચ પ્રકારનો યોગ છે.... ૨૮-૨ના આ પૂર્વે “અધ્યાત્મિવિ' આ શ્લોકમાં જે વાત જણાવી છે, તે “વ્યવહારનયને આશ્રયીને અધ્યાત્મ અને ભાવના નામના યોગ વખતે ધ્યાનયોગ હોતો નથી. ધ્યાનયોગ વખતે ધ્યાનથી અધ્યાત્મ અને ભાવનાનો ઉપક્ષય થાય છે. અને જ્યારે અધ્યાત્મ કે ભાવના હોય છે ત્યારે ધ્યાનયોગ હોતો નથી-” આ પ્રમાણે સમજીને જણાવી છે. હવે તે વખતે વસ્તુતઃ ધ્યાન પણ હોય છે-એ જણાવાય છે. व्यवहारेऽपि च ध्यानमक्षतप्रसरं सदा । મનોવાદિયાનાં સુવ્યાપારિચ તત્ત્વત: ર૮-૨૮ાા “અધ્યાત્મ કે ભાવના સ્વરૂપ યોગ વખતે પણ ધ્યાન અખંડિતપણે પ્રવર્તે છે. કારણ કે મન, વચન અને કાયાની સ–વૃત્તિ ધ્યાન છે.” આ પ્રમાણે અઠ્ઠાવીસમા શ્લોકનો સામાન્ય અર્થ છે. કહેવાનો આશય એ છે કે યોગની શરૂઆતમાં અધ્યાત્મ અને ભાવના સ્વરૂપ યોગ હોય છે. એ વખતે ચિત્તની અશુભ Page #68 -------------------------------------------------------------------------- ________________ વૃત્તિઓનો સામાન્ય નિરોધ હોવા છતાં વિશિષ્ટ ચિત્તવૃત્તિનો નિરોધ નથી હોતો. તેથી ચિત્તવૃત્તિના વિરોધમાત્રને ધ્યાન માનીએ તો અધ્યાત્માદિ વ્યવહાર- કાળમાં ધ્યાન માની શકાશે નહિ. પરંતુ ધ્યાનનું સ્વરૂપ મન, વચન, કાયાની સમ્પ્રવૃત્તિ પણ હોવાથી એ દષ્ટિએ વ્યવહારકાળમાં ધ્યાન અક્ષત છે. અહીં ગ્રંથકારશ્રીએ મનવચનકાયાના સુવ્યાપારને કરણદઢસુવ્યાપાર સ્વરૂપે વર્ણવ્યો છે. કરણ એટલે મન, વચન અને કાયા, એનો દઢ જે સવ્યાપાર છે-તેને પણ યોગ કહેવાય છે, જે ધ્યાન (શુભધ્યાન) સ્વરૂપ છે. ફળની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી જે મન વચન અને કાયાની પ્રવૃત્તિ છે, તેને દઢ વ્યાપાર કહેવાય છે. શરૂઆત કરીએ અને ફળ મળે એ પૂર્વે જ પ્રવૃત્તિનો ત્યાગ કરી દઈએ તો એ પ્રવૃત્તિને દઢ પ્રવૃત્તિ કહેવાતી નથી. દઢતા વિનાની પ્રવૃત્તિ-એ ધ્યાન નથી. ૨૮-૨૮ મનવચનકાયાની દઢ સમ્પ્રવૃત્તિ, ઉપર જણાવ્યા મુજબ ધ્યાન-સ્વરૂપ હોવાથી દીક્ષામાં એવી શુભ પ્રવૃત્તિને આશ્રયીને અનારશ્મિત્વ (આરંભનો અભાવ)નું પ્રતિપાદન આગમમાં ક્યું છે-એ જણાવાય છે. शुभयोग प्रतीत्यास्यामनारम्भित्वमागमे । व्यवस्थितमितश्चांशात् स्वभावसमवस्थितिः ॥२८-२९॥ કહેવાનો આશય એ છે કે “માત્ર ચિત્તવૃત્તિનો નિરોધ ધ્યાન ન હોય અને મનવચન તથા કાયાનો દઢ સુવ્યાપાર પણ ધ્યાન હોય તો દીક્ષામાં તેવા ધ્યાનથી તો આરંભ થશે. કારણ કે Page #69 -------------------------------------------------------------------------- ________________ પ્રવૃત્તિ કર્મબંધનું કારણ છે. દીક્ષામાં કર્મનિર્જરા અને સંવરભાવ હોવો જોઈએ.” આવી શંકાનું નિરાકરણ કરવા માટે આ ઓગણત્રીશમો શ્લોક છે. એનો અર્થ સ્પષ્ટ છે કે; ‘“મન, વચન અને કાયાના શુભયોગને આશ્રયીને દીક્ષામાં આરંભ નથી-એ પ્રમાણે શ્રી ભગવતી વગેરે આગમમાં વ્યવસ્થિત (સિદ્ધ) છે. અનારંભ ચારિત્રગુણસ્વરૂપ હોવાથી શુભયોગને લઈને સ્વભાવ (આત્મરમણતા)માં સારી રીતે લીન થવાય છે. સદ્દીક્ષામાં શુભ યોગને આશ્રયીને શ્રી ભગવતી વગેરે આગમમાં આરંભનો અભાવ વ્યવસ્થિત છે, ‘‘ત્યાં (દીક્ષામાં) જે તે પ્રમત્ત સંયત ગુણસ્થાનકે રહેલા પૂ. સાધુભગવંતો છે, તેમના શુભયોગને આશ્રયીને આરંભ મનાતો નથી.’-આ પ્રમાણે આગમના તે વચનનો અર્થ છે. સદ્દીક્ષામાં શુભયોગને આશ્રયીને અનારંભિત્વ (આરંભાભાવ) હોવાથી સ્વભાંવ (આત્મરમણતા)માં સારી રીતે સ્થિરતા પ્રાપ્ત થાય છે. કારણ કે અનારમ્તિત્વ એ ચારિત્રના ગુણ સ્વરૂપ છે. જ્ઞાનાદિનો પ્રકર્ષ નથી તોપણ જ્ઞાનવાન ગુરુ ભગવંતનું પારતંત્ર્ય (આજ્ઞાધીનપણું) સ્વરૂપ યોગ્યતાના કારણે સ્વભાવમાં સમવસ્થિતિ શક્ય બને છે. તેમ જ શુભયોગમાં નિરંતર અપ્રમત્ત હોવાથી વિશુદ્ધ પરિણામના કારણે સ્વભાવમાં સમવસ્થિતિ (રમણતા-સ્થિરતા) પ્રાપ્ત થાય છે. માત્ર ‘અનારંભિત્વ’થી સ્વભાવસમવસ્થિતિ પ્રાપ્ત થતી નથી. જ્ઞાનાદિનો પ્રકર્ષ; જ્ઞાનવત્ પૂ. ગુરુદેવશ્રીનું પારતંત્ર્ય અને અપ્રમાદથી ઉત્પન્ન વિશુદ્ધિ વગેરે આત્મરમણતાસ્વરૂપ સ્વભાવસમવસ્થિતિનાં કારણો છે. ૨૮-૨૯॥ ૬૬ Page #70 -------------------------------------------------------------------------- ________________ સદ્દીક્ષામાં શુભ કરણ (મન, વચન અને કાયા) વ્યાપાર સ્વરૂપ વ્યવહારનયને આશ્રયીને ધ્યાન માનીએ તો આત્મમાત્ર (વચન-કાયાદિ નહીં) ધ્યાનના પ્રતિબંધ સ્વરૂપ જે વ્યુત્થાન છે; તે વ્યુત્થાન સ્વરૂપ જ કરણસુવ્યાપારાત્મક વ્યવહાર થશે-આવી શંકા કરવાપૂર્વક તેનું નિરાકરણ કરાય છેव्युत्थानं व्यवहारश्चन ध्यानाऽप्रतिबन्धतः । स्थितं ध्यानान्तरारम्भ एकध्यानान्तरं पुन: ॥२८-३०॥ વ્યવહાર વ્યુત્થાનસ્વરૂપ છે આ પ્રમાણે નહિ કહેવું. કારણ કે તેથી ધ્યાનનો પ્રતિબંધ થતો નથી. ધ્યાનાંતરના આરંભમાં એક ધ્યાનાંતર (પૂર્વધ્યાન) જેમ અનુકૂળ રહે છે, તેમ વ્યવહાર પણ ધ્યાનને અનુકૂળ છે. આ પ્રમાણે ત્રીશમા શ્લોકનો સામાન્ય અર્થ શંકા કરનારનો આશય એ છે કે દીક્ષામાં મનવચનકાયાની શુભ પ્રવૃત્તિને આશ્રયીને અનારંભિત્વ હોવા છતાં માત્ર આત્માનું જ ધ્યાન રહેતું નથી, આત્મતર શરીરાદિનું પણ ધ્યાન રહે છે. એ ધ્યિાન આત્મમાત્રધ્યાનનો પ્રતિબંધ કરતું હોવાથી વ્યુત્થાનદોષસ્વરૂપ છે. આથી સ્પષ્ટ છે કે વ્યવહાર (વ્યવહારનયપ્રસિદ્ધ ધ્યાન) વ્યુત્થાન છે. આનું સમાધાન કરતાં ફરમાવ્યું છે કે ઉપર જણાવ્યા મુજબ વ્યવહાર- સ્વરૂપ ધ્યાન; ધ્યાનનો પ્રતિબંધ કરતું નથી. પરંતુ મનવચનકાયાના સુવ્યાપાર સ્વરૂપ એ ધ્યાન, મનવચનકાયાના નિરોધ માટે અનુકૂળ છે. ચિત્તવિક્ષેપો જ ધ્યાનના પ્રતિબંધક છે. એક ધ્યાનાંતર (વ્યવહાર વખતનું સુવ્યાપારસ્વરૂપ ધ્યાન) મૈત્રી, Page #71 -------------------------------------------------------------------------- ________________ પ્રમોદાદિભાવોના પરિકર્મ (પૂર્વાભ્યાસ)માં ઉપયોગી બને છે. આમ હોવા છતાં શરૂઆતની કક્ષા વખતે જે અવસ્થા છે તેને ઉત્તર અવસ્થાની પ્રત્યે પ્રતિબંધક જ માનવાની હોય તો સમાધિની પ્રારંભિક અવસ્થાને પણ વ્યુત્થાન માનવાનો પ્રસંગ આવશે. તેથી શંકાકારની વાતમાં કોઈ દમ નથી - એ સમજી શકાય છે. H૨૮-૩૦ના પ્રસદ્ગથી દિગંબરોની માન્યતાનું નિરાકરણ કરાય છે.विचित्रत्वमनालोच्य बकुशत्वादिना श्रुतम् । दीक्षाशुधैकरूपेण वृथा भ्रान्तं दिगंबरैः ॥२८-३१॥ બકુશ, કુશીલ વગેરે સ્વરૂપે દીક્ષાની વિચિત્રતા અનેકરૂપતા આગમથી સાંભળેલી હોવા છતાં તેનો વિચાર કર્યા વિના; દીક્ષાનું શુદ્ધ એક જ સ્વરૂપ હોય છે' -આ પ્રમાણે માનીને દિગંબરો નાહક ભ્રમિત થાય છે.-આ પ્રમાણે એકત્રીશમા શ્લોકનો અક્ષરાર્થ છે. કહેવાનો આશય એ છે કે, સામાન્ય રીતે બકુશ કે કુશીલાદિ પરિણામના કારણે દીક્ષાનું સ્વરૂપ એકસરખું હોતું નથી. સંયમનાં અસંખ્ય અધ્યવસાયસ્થાનો છે તેથી પણ દીક્ષાના અસંખ્ય પરિણામો છે-આ પ્રમાણે પ્રવચન-આગમથી જાણેલું હોવા છતાં દીક્ષાનું એક જ જાતનું પરમોપેક્ષાત્મક સ્વરૂપ છે-આવું દિગંબરો કહે છે. સર્વત્ર ઉદાસીનતા સ્વરૂપ પરમોપેક્ષા છે. આવું સ્વરૂપ વ્યવહારકાળમાં હોતું નથી. દીક્ષાનું પારણ્ય (પરમરૂપતા) વ્યવહારકાળમાં દિગંબરો માનતા નથી. શુદ્ધ દીક્ષાના કારણનું Page #72 -------------------------------------------------------------------------- ________________ અવલંબન વ્યવહારકાળમાં હોવાથી ઉપરના (ઉત્તરોત્તર) ઉત્કર્ષનો અભાવ હોય છે. કારણ કે વ્યવહારકાળમાં તેવો ઉત્કર્ષ પ્રાપ્ત થઈ - શક્તો નથી. જે વસ્તુ અભ્યસ્ત દશાથી પ્રાપ્ત થાય છે તે વસ્તુ અભ્યાસદશામાં તો ન જ મળે-એ સમજી શકાય છે. આમ છતાં વ્યવહારકાળમાં સર્વથા દીક્ષા હોતી જ નથી-એમ માન્યા વિના દિગંબરો વસ્ત્ર, પાત્ર વગેરે સંયમનાં ઉપકરણો ધારણ કરે તો તેમને કોઈ દોષ નથી. “વસ્ત્રાપાત્ર રાખવાથી મમત્વનો પ્રસંગ આવે છે' -આ માન્યતા બરાબર નથી. કારણ કે આહાર, પાન, ઘાસ વગેરે ગ્રહણ કરવા છતાં જો મમત્વનો પ્રસંગ આવતો નથી તો ધર્મોપકરણ રાખવા છતાં સમજણપૂર્વક ત્યારે પણ મમત્વનો પરિહાર કરી શકાશે. ઈત્યાદિ વિસ્તારથી શાસ્ત્રવાર્તાસમુચ્ચયની સ્યાદ્વાદ-કલ્પલતા નામની ટીકામાં ગ્રંથકારશ્રીએ જણાવ્યું છે. જિજ્ઞાસુવ એના અધ્યયન વગેરેથી જાણી લેવું જોઈએ..... 1/૨૮-૩૧ પ્રકરણાર્થનો ઉપસંહાર કરાય છેचित्रा क्रियात्मना चेयमेका सामायिकात्मना । तस्मात् समुच्चयेनार्यैः परमानन्दकृन्मता ॥२८-३२॥ આ દીક્ષા તે તે ક્લિાસ્વરૂપે અનેક પ્રકારની છે. અને સામાયિકના પરિણામરૂપે એક જ છે. તેથી બન્નેના સમુચ્ચયથી શિર પુરુષોએ તેને પરમાનંદને કરનારી માની છે. આ પ્રમાણે બત્રીશમા શ્લોકનો અર્થ છે. આશય અત્યંત સ્પષ્ટ છે. સદ્દીક્ષા શક SSSS Page #73 -------------------------------------------------------------------------- ________________ તે તે ક્યિા(બાહ્ય-વિહિત સ્વાધ્યાયવિહારાદિપ્રવૃત્તિ)ઓના કારણે અનેક પ્રકારની છે; અને સામાયિક-સમતાસ્વરૂપ પરિણામરૂપે એક જ જાતની છે, તેથી જ્ઞાન અને ક્રિયા-એ બંન્નેના સમુચ્ચય (સમાનબળ)ના કારણે શિષ્ટ પુરુષોએ તે સદ્દીક્ષાને પરમાનંદમોક્ષનું કારણ માન્યું છે. અંતે આપણે સૌ પરમાનંદને કરનારી દીક્ષાની આરાધનામાં પ્રયત્નશીલ બની રહીએ એ જ એક અભિલાષા. ૨૮-૩રા ॥ इति श्री द्वात्रिंशदद्वात्रिंशिकायां दीक्षाद्वात्रिंशिका || Page #74 -------------------------------------------------------------------------- _