________________
નામવાળા પૂર્વમહાત્માઓએ પરીષહાદિ કેવી રીતે સહ્યા? ક્યાં એમની સહનશીલતા અને જ્યાં આ મારી અસહિષ્ણુતા ? આવી અરતિ વગેરેના કારણે તો એવા તારક આત્માઓનું નામ બગડે. આથી એ પુણ્યાત્માઓના નામને ધરનારા મને આ ના શોભે..”આ રીતે વિચારવાથી એ સાધુ મહાત્મા અરતિ વગેરેને દૂર કરી; ગ્રહણ કરેલી સર્વવિરતિધર્મની પ્રતિજ્ઞાનું પાલન બરાબર કરી શકે છે. આ બધો લાભ વાસ્તવિક રીતે ઉત્તમ જાતિ અને કુળ સંપન્ન આત્માઓને શક્ય છે. એવા આત્માઓ સહજપણે જ લજ્જાદિ ગુણોને ધરતા હોય છે. અકુલીન જનોમાં એવી કોઈ જ યોગ્યતા હોતી નથી, કે જેથી તેઓ આવી રીતે પોતાના નામના અનુસ્મરણથી પ્રતિજ્ઞાનો નિર્વાહ કરી શકે. આ વાતને જણાવતી વખતે અન્યત્ર કહ્યું છે કે પોતાના ગુરુદેવશ્રીને આથી તે નામાદિનું સ્થાપન કલ્યાણકારી છે. નામના નિમિત્તે જે પ્રવજ્યાનું પરિપાલન સ્વરૂપ તત્ત્વ છે એ પૂર્વે જણાવ્યું છે. આ નામની જે સ્થાપના છે તે વાસ્તવિક દીક્ષા છે. બીજો જે વિધિ છે તે ઉપચાર છે. ૨૮૬૪માં
ચોથા શ્લોકમાં જે નામતિન્યાસપૂર્વ’- આ પ્રમાણે જણાવ્યું છે, ત્યાં નામાદ્રિ અહીં સદ્ધિ પદથી જેનો સંગ્રહ કરવાનો છે- તેનું વર્ણન કરાય છે. नाम्नान्वर्थेन कीर्त्तिः स्यात् ‘स्थापनारोग्यकारिणी । द्रव्येण च व्रतस्थैर्य भावः सत्पददीपनः ॥२८-५।।
યોગ્ય મુમુક્ષુ આત્માને દીક્ષા આપતી વખતે નામ, સ્થાપના,