________________
દ્રવ્ય અને ભાવનો ન્યાસ કરવો જોઈએ. ગુણને અનુરૂપ એવા નામન્યાસથી કીર્તિ થાય છે. સ્થાપના આરોગ્યને કરનારી છે. દ્રવ્યથી વ્રતમાં સ્થિરતા મળે છે. અને ભાવ વિશિષ્ટ આચાર્યપદાદિનો પ્રકાશક હોય છે-આ પ્રમાણે શ્લોકનો સામાન્યાર્થ છે.
કહેવાનું તાત્પર્ય એ છે કે, કોઈ પણ મુમુક્ષુને દીક્ષા આપતી વખતે તેનું જે નામ રખાય છે તે તેના અર્થને અનુસરનારું ગુણનિષ્પન્ન હોય તો, તે સાંભળવા માત્રથી જ તેના અર્થને સમજવાથી વિદ્વાનોને તેમ જ બીજા પણ સામાન્ય માણસોને મનની પ્રસન્નતા પ્રાપ્ત થતી હોય છે. દા.ત. શ્રી ભદ્રબાહુ અને શ્રી સુધર્મસ્વામી વગેરે નામ સાંભળીને તેઓશ્રીની પ્રત્યે અને તેઓશ્રીના ગુણાદિની પ્રત્યે વિશિષ્ટ બહુમાનભાવ પેદા થાય છે. આવી રીતે તે તે મહાત્માઓના તે તે ગુણાનુરૂપ નામ સાંભળવાથી તે તે મહાત્માઓ અને તેઓશ્રીના ગુણાદિ પ્રત્યે બહુમાનભાવ પેદા થાય છે. આથી તે તે મહાત્માઓની કીર્ત્તિ ફેલાય છે.
નામન્યાસની જેમ દીક્ષા વખતે સ્થાપનાન્યાસ પણ કરવો જોઈએ. સ્થાપના આકારવિશેષસ્વરૂપ છે. અહીં સામાન્ય રીતે સાધુવેષ-સ્વરૂપ સ્થાપનાની વિક્ષા છે. ઓઘો, મુહપત્તી અને ચોલપટ્ટો વગેરે સાધુવેષને ધારણ કરવા સ્વરૂપ જ અહીં સ્થાપનાન્યાસ છે. સાધુવેષસ્વરૂપ સ્થાપનાનું ગ્રહણ કરવા દ્વારા ભાવગર્ભિત ચારિત્રની ક્રિયાથી રાગાદિ ભાવરોગનો ઉપમર્દ (વિનાશ) થાય છે અને તેથી સ્થાપનાન્યાસ ભાવ-આરોગ્યનું કારણ બને છે. સામાન્યથી દીક્ષા લેતાં પૂર્વે જ મુમુક્ષુ આત્માને
૧૦