________________
“વચનાનુષ્ઠાનની પ્રાપ્તિ થયે છતે અનુષ્ઠાનમાં અતિચાર સૂક્ષ્મ (કોઈ.વાર) અને વિરલ (જેની પરંપરા ન હોય એવા) હોય છે, જ્યારે વચનાનુષ્ઠાનની પૂર્વે પ્રીતિ અને ભક્તિ અનુષ્ઠાન વખતે અતિચારો સ્થૂલ (સ્પષ્ટપણે જણાય એવા) અને ઘન (નિરંતર) હોય છે.” આ પ્રમાણે નવમા શ્લોકનો અર્થ છે. એનો આશય સ્પષ્ટ છે કે ચાર પ્રકારનાં અનુષ્ઠાનમાં પ્રીત્યનુષ્ઠાન અને ભત્યનુષ્ઠાન-આ બે અનુષ્ઠાન એવાં છે કે જે સાધુભગવંતોને હોતાં નથી. પૂ. સાધુભગવંતોને વચનાનુષ્ઠાન અને અસંગાનુષ્ઠાન હોય છે. તેથી અહીં દક્ષાબત્રીશી (દ્વિત્રિશિકા)માં તે બે-પ્રીતિ, ભતિ-અનુષ્ઠાનનો વિચાર કર્યા વિના વચનાનુષ્ઠાન અને અસંગઅનુષ્ઠાનનો જ વિચાર કર્યો છે.
શ્રી વીતરાગપરમાત્માના એકમાત્ર વચનને અનુસરી કરાતા અનુષ્ઠાનને વચનાનુષ્ઠાન કહેવાય છે. આ અનુષ્ઠાનના સામર્થ્યથી જ મોટા ભાગે સાધ્વાચારમાં અતિચારનો સંભવ રહેતો નથી. કોઈ વાર સામાન્ય અનુપયોગાદિને લઈને નાના અતિચાર પ્રાયઃ થાય છે અને થતાંની સાથે જ ખ્યાલ આવી જવાથી તે દૂર કરાય છે તેથી એની પરંપરા ચાલતી નથી. એ કારણે જ એ વિરલ હોય છે. પરંતુ આ વચનાનુષ્ઠાનની પ્રાપ્તિ થવા પૂર્વે શ્રી વીતરાગપરમાત્માના પરમતારક વચનને અનુસરવાનું નહિવત્ હોય છે, તેથી તે વખતે અતિચારો સ્થૂલ અને નિરંતર થતા હોય છે. અહીં દોષ મોટા છે અને સતત છે, જ્યારે વચનાનુષ્ઠાનમાં દોષ ફોઈ વાર જ અને એ પણ અત્યંત નાના હોય છે. આથી સમજી શકાશે કે વચનાનુષ્ઠાનની અને એના અભાવની સ્થિતિમાં કેટલું