________________
લોકમાં અને પરલોકમાં અનર્થની પરંપરા સર્જાશે.” વગેરેનો વિચાર કર્યા વિના શ્રી તીર્થંકરપરમાત્માના પરમતારક વચન સ્વરૂપ આગમમાં જણાવ્યું છે કે “સર્વદા ક્ષમા કરવી જોઈએ'-આ પ્રમાણે માત્ર આગમનું આલંબન લઈને ક્ષમા ધારણ કરાય છે. આ વચનક્ષમા દીક્ષાની પ્રથમ અવસ્થામાં હોય છે. ત્યાર પછીવચનક્ષમા આત્મસાત્ થયા પછી-ધર્મક્ષમાની પ્રાપ્તિ થાય છે. આત્માના શુદ્ધ સ્વભાવ સ્વરૂપ ધર્મના કારણે થનારી સમાને ધર્મક્ષમા કહેવાય છે. ચંદનના કાનો છેદ કરો કે તેનો દાહ (બાળી નાંખવું) કરો તોપણ ચંદનનો સુગંધી સ્વભાવ અવસ્થિત રહે છે, એમાં કોઈ પણ જાતના વિકારોનો આવિર્ભાવ થતો નથી. તેમ જ શરીરનો છેદ કરો કે દાહ કરો તોપણ આત્મધર્મભૂત ક્ષમા અવસ્થિત રહે છે અને એકાંતે પરોપકારિણી એવી તેમાં સહેજ પણ વિકૃતિ આવતી નથી. ચંદનના સુગંધની જેમ આત્મધર્મભૂત ક્ષમા ધર્મક્ષમા છે. આ રીતે પાંચ પ્રકારની ક્ષમા આગમમાં દર્શાવી છે. જેમ કે કહ્યું પણ છે કે “ઉપકારી, અપકારી, વિપાક, વચન અને ધર્મ પદની ઉત્તરમાં રહેલી ક્ષમા” પાંચ પ્રકારની છે. આ પાંચ પ્રકારની ક્ષમાઓમાંથી ઉપકારી ક્ષમા, અપકારી ક્ષમા અને વિપાકક્ષમા-આ ત્રણ ક્ષમા દીક્ષામાં નથી હોતી. ચોથી વચનક્ષમા અને પાંચમી ધર્મક્ષમા-આ બે ક્ષમાઓનું અસ્તિત્વ દીક્ષામાં હોય છે.
ઉપર જણાવ્યા મુજબ પાંચ પ્રકારની ક્ષમામાં સહન કરવાની પ્રવૃત્તિ એક હોવા છતાં એની પાછળનો આશય જુદો જુદો છે. સંયમ- જીવનમાં ઉપકારી, અપકારી કે વિપાકને