SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ આશ્રયીને ક્ષમા કરવાની નથી-એવું નથી. વચનક્ષમાના આસેવનથી પૂર્વ ત્રણેય ક્ષમાનું આસેવન થઈ જ જાય છે. માત્ર એ આશય હોતો નથી. માત્ર ગમે તે હોય પરંતુ ક્ષમાનો આશય માત્ર વચનપાલનનો કે સ્વભાવસ્વરૂપ જ હોવો જોઈએ. આ ઉપકારી છે, આ અપકારી છે અથવા અનર્થની પ્રાપ્તિ થશે- આવી કોઈ પણ ભાવનાથી સંયમજીવનમાં ક્ષમા કરવાની નથી. માત્ર શ્રી વીતરાગપરમાત્માના પરમતારક વચનના જ પરિપાલન માટે ક્ષમા કરવાની છે. ગ્રંથકારપરમર્ષિએ જણાવેલી એ વાતનો વિચાર કરવાથી સમજાશે કે વચનક્ષમા પ્રાપ્ત કરવાનું કેટલું અઘરું છે. જ્યાં ઉપકારી પ્રત્યે પણ ક્ષમા રાખવાનું આજે લગભગ શક્ય બનતું નથી, ત્યાં વચનક્ષમા પ્રાપ્ત કરવાનું કઈ રીતે શક્ય બને ? ઉપકારીના ઉપકાર યાદ કરવા જેટલું પણ સૌજન્ય ન હોય; અપકાર કરશે-એવો પણ ડર ન હોય અને આ લોકાદિના અનર્થોની પણ ચિંતા ન હોય ત્યાં ક્ષમાની આશા રાખવાથી કાંઈ વળવાનું નથી-એ સ્પષ્ટપણે સમજી શકાય છે. વર્તમાનની દીક્ષા ક્યાં લઈ જશે-એનો આત્માર્થી જનોએ વિચાર કરવાની ખૂબ જ - જરૂર છે. ૨૮-ળા • વચનાનુષ્ઠાન અને અસંગાનુષ્ઠાનનું સ્વરૂપ સમજાવવા અનુષ્ઠાનોના પ્રકારો જણાવાય છેप्रीतिभक्तिवचोऽसङ्गरनुष्ठानं चतुर्विधम् । સાદ ક્ષત્તિોડનિ દે ચાન્તિમ ર૮-૮ “પ્રીતિ, ભતિ, વચન અને અસગ-આ ચાર
SR No.005691
Book TitleDiksha Batrishi Ek Parishilan
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious
Publication Year1999
Total Pages74
LanguageGujarat
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy