________________
નિમિત્તના કારણે થનારાં અનુષ્ઠાન ચાર પ્રકારનાં છે. પ્રીતિઅનુષ્ઠાન અને ભતિ- અનુષ્ઠાન : આ પ્રથમ બે અનુષ્ઠાનમાં પહેલી ત્રણ ક્ષમાઓનો સમાવેશ થાય છે અને છેલ્લી બે ક્ષમાનો સમાવેશ અનુક્રમે વચનાનુષ્ઠાન અને અસંગાનુષ્ઠાનમાં (છેલ્લા બે અનુષ્ઠાનમાં) થાય છે.” આ પ્રમાણે આઠમી ગાથાનો સામાન્યાર્થ
ઉપર જણાવેલાં ચાર અનુષ્ઠાનોનું સ્વરૂપ સમજાવતાં ફરમાવ્યું છે કે “આ અનુષ્ઠાન સુંદર છે આટલા જ્ઞાનમાત્રના કારણે ઉત્પન્ન થયેલી રુચિના કારણે જે અનુષ્ઠાન થાય છે તે પ્રીત્યનુષ્ઠાન કહેવાય છે. આ અનુષ્ઠાન પવિત્ર છે-આવા પ્રકારના અનુષ્ઠાન પ્રત્યેના ગૌરવના કારણે ઉત્પન્ન થયેલી રુચિપૂર્વક જે અનુષ્ઠાન થાય છે તે અનુષ્ઠાનને ભત્યનુષ્ઠાન કહેવાય છે. બધે શ્રીતીર્થંકર પરમાત્માદિ આસપુરુષોના વચનને જ આગળ (પ્રાધાન્ય) કરીને જે અનુષ્ઠાન થાય છે તેને વચનાનુષ્ઠાન કહેવાય છે અને વારંવાર કરવા સ્વરૂપ અભ્યાસથી આત્મસાત્ થયેલું સ્વાભાવિક જે અનુષ્ઠાન છે તેને ચોથું અસંગાનુષ્ઠાન કહેવાય છે.
આ અનુષ્ઠાનોનું સ્વરૂપ વર્ણવતાં શ્રી ષોડશક પ્રકરણમાં ફરમાવ્યું છે કે પ્રીતિ, ભતિ, વચન અને અસંગ પદ જેની સમીપમાં (પૂર્વમાં) છે, તે સદનુષ્ઠાનને પરમપદનાં સાધન તરીકે તત્ત્વજ્ઞ પુરુષોએ ચાર પ્રકારનું વર્ણવ્યું છે. જે અનુષ્ઠાન કરતી વખતે કર્તાને પરમ આદર હોય છે; હિતકારિણી એવી પ્રીતિનો આવિર્ભાવ થાય છે અને બીજાં બધાં કામ પડતાં મૂકીને કરાય છે; તે પ્રીત્યનુષ્ઠાન છે.