________________
उपकारापकाराभ्यां विपाकाद्वचनात् तथा । धर्माच्च समये क्षान्तिः पञ्चधा हि प्रकीर्तिता ॥२८-७॥
ઉપકાર, અપકાર, વિપાક, વચન અને ધર્મ-આ પાંચને આશ્રયી આગમમાં પાંચ પ્રકારની ક્ષમા (ઉપકારક્ષમા, અપકારક્ષમા, વિપાકક્ષમા, વચનક્ષમા અને ધર્મક્ષમા) વર્ણવી છે-આ પ્રમાણે સાતમા શ્લોકનો અર્થ છે. આશય એ છે કે ઉપકારના કારણે; અપકાર કરશે-એ કારણે; વિપાક-અનર્થની પ્રાપ્તિ થશે એ કારણે, શ્રી તીર્થંકરપરમાત્માના વચનના કારણે અને ધર્મ-સ્વભાવના કારણે કરાતી ક્ષમાને અનુક્રમે ઉપકારક્ષમા, અપકારક્ષમા, વિપાકક્ષમા, વચનક્ષમા અને ધર્મક્ષમા કહેવાય છે.
કોઈએ આપણી ઉપર પૂર્વે ઉપકાર કર્યો હોય તે ઉપકારી જન કોઈવાર આપણને ન ગમે એવાં દુષ્ટ વચન કહે અથવા દુર્વર્તન કરે ત્યારે આપણા એ ઉપકારી છે, એમનાં વચન કે વર્તન સામે ન જોવાય, આપણે સહન કરી લેવું જોઈએ...' વગેરે સમજીને ક્ષમા રાખવી તેને ઉપકારક્ષમા કહેવાય છે. આવી જ રીતે કોઈ પણ માણસનાં દુરુવચનાદિને હું સહન નહિ કરું તો તે માણસ ભવિષ્યમાં મારી ઉપર અપકાર કરશે....' વગેરે સમજીને સહન કરવો-તેને અપકારક્ષમા કહેવાય છે. ઉપકારક્ષમાનો વિષય ભૂતકાલીન છે અને અપકાર- ક્ષમાનો વિષય ભવિષ્યત્કાલીન છે. આ લોકમાં અથવા તો પરલોકમાં અનર્થની પરંપરા મને પ્રાપ્ત થશે.' વગેરે સમજીને ક્રોધાદિના વિપાકનો વિચાર કરી ક્ષમા ધારણ કરવી તેને વિપાકક્ષમા કહેવાય છે. વચનક્ષમાં તેને કહેવાય છે કે જ્યાં “આં ઉપકારી છે; આ અપકાર કરશે અથવા તો આ