________________
જોઈએ. એ અનુષ્ઠાનોમાં મુખ્યતા અધ્યયનની છે. દીક્ષાના શરૂઆતના કાળમાં અધ્યયનની અભિરતિ સ્વરૂપ વચનાનુષ્ઠાન હોય છે. આ અધ્યયનની અભિરતિ ન હોય તો દીક્ષામાં રતિ જેવું કાંઈ જ રહેતું નથી. સંયમજીવનમાં આત્માને પૌલિક પદાર્થોની અને વૈભાવિક બાહ્યભાવોની રતિથી દૂર રાખવા માટે અધ્યયનની અભિરતિ જેવું કોઈ સાધન નથી. કર્મની લઘુતા થયા વિના આત્માને આવા પરમકલ્યાણકર સાધનની પ્રાપ્તિ શક્ય નથી. સંયમ-જીવનમાં અધ્યયનની અભિરતિ ન હોય તો ખૂબ જ વિચિત્ર સ્થિતિ પેદા થાય છે-એનો અનુભવ આજે લગભગ બધાને છે. પણ આથી વધારે વિચિત્ર સ્થિતિ તો એ છે કે આવા અનુભવ પછી પણ અધ્યયનની અભિરતિ કેળવી લેવાનું આવશ્યક જણાતું નથી. “અનંતજ્ઞાનીઓએ જણાવેલા તે તે ઉપાયોને આત્મસાત્ કર્યા વિના કોઈ પણ ફળની સિદ્ધિ પ્રાપ્ત નથી જ થવાની.” એ ભૂલવું ના જોઈએ. ત્રિકાળદર્દીઓની વાતમાં શંકાને અવકાશ જ નથી. પરમતારક જ્ઞાની ભગવંતોની વાતનો જેટલો વહેલા સ્વીકાર કરીશું તેટલું વહેલું કલ્યાણ થશે. આ રીતે વચનાનુષ્ઠાન જ્યારે આત્મસાત્ બનવાથી આત્મા તેની સાથે તન્મય બને છે; ત્યારે આત્માની સાથે એકરૂપ બનેલું એ અનુષ્ઠાન અસંગાનુષ્ઠાન બને છે, જે દીક્ષાના ઉત્તરકાળમાં હોય છે. આ શ્લોકમાં જણાવેલી વચનક્ષમા, ધર્મક્ષમા વગેરેનું સ્વરૂપ આગળ જણાવાશે. ૨૮-૬
પૂર્વશ્લોકમાં જણાવેલી વચનક્ષમા અને ધર્મક્ષમાનું સ્વરૂપ વર્ણવવા સમાના પ્રકારો જણાવાય છે.