________________
“દીક્ષાની પરિણતિ પ્રાપ્ત થયે છતે બાહ્મયુદ્ધથી વિરામ પામી દુર્લભ એવા વૈરી(શરીર)ને પામી પંડિતજનો શરીરની સાથે જ યુદ્ધ કરે છે.’’-આ પ્રમાણે સત્તરમી ગાથાનો સામાન્ય અર્થ છે. કહેવાનો આશય એ છે કે-આગમાનુસારી આરાધના કરતી વખતે મુખ્યપણે શરીરનું મમત્વ નડતું હોય છે. શરીર પ્રત્યે થોડું પણ મમત્વ ન હોય તો દીક્ષાની આરાધના કરતાં કોઈ રોકતું નથી.
આમ જોઈએ તો સામાન્ય રીતે શરીરના રાગના કારણે જ મોટા ભાગના લોકો દીક્ષા લેવા માટે થોડો પણ પ્રયત્ન કરતા નથી. અને દીક્ષા લીધા પછી શરીરના રાગને લઈને દીક્ષા પાળી પણ શકતા નથી. ભૂતકાળના પાપના યોગે દુ:ખ તો ગૃહસ્થપણામાં પણ આવે અને સાધુપણામાં પણ આવે. છતાં ઊંડે ઊંડે એમ જ લાગ્યા કરે કે ગૃહસ્થપણામાં દુ:ખનો પ્રતીકાર શક્ય છે અને સાધુપણામાં એ ખૂબ જ મર્યાદિત બને છે. ગૃહસ્થપણામાં ગમે તે કરી શકાય. સાધુપણામાં એમ ન બને. આવું વિચારવા છતાં દુ:ખની સ્થિતિમાં કોઈ ફેર પડતો નથી. પરંતુ શરીર પ્રત્યે મમત્વ પ્રગાઢ હોય છે. તેથી આત્મા દીક્ષા અંગે વિચારી શકતો નથી. શરીરથી મુક્ત બનવાનો વિચાર જ આવતો નથી. દુઃખથી અને એના કારણ તરીકે સામાન્યતઃ પાપથી મુક્ત થવાનો વિચાર આવે, પરંતુ આથી નિસ્તાર થતો નથી. દુ:ખના બદલે શરીરથી અને પાપના બદલે કર્મથી મુક્ત બનવાનો નિર્ણય થાય તો દીક્ષા લેવાનું અને લીધા પછી આરાધવાનું ખૂબ જ સરળ બને. શરીરનું મમત્વ બંન્નેમાં અવરોધ ઊભો કરે છે. મોટા
૪૩