________________
અનુસરવાનું કેટલું અઘરું છે-એ આગમનું અનુસરણ કરનારને જ સમજાય છે. ‘આજ્ઞા પાળવી છે-' એવો નિર્ણય થાય; એટલે તુરત જ વિઘ્નોની પરંપરા ઊભી થાય છે, જેની વાત પણ આત્માને વિચલિત બનાવતી હોય છે. જેને આજ્ઞા માનવી નથી એને દીક્ષામાં કોઈ જ તકલીફ નથી. યથેચ્છપણે વર્તનારને કોઈ બંધન નથી હોતું. તેઓ સદસા વિવેકથી સર્વથા પર હોય છે. એવા લોકોને વીરતાનું કોઈ જ પ્રયોજન હોતું નથી. એવા લોકો માટે આ દીક્ષાનો પંથ ખરેખર જ દુર છે. આ સંસારમાં લગભગ ડગલે ને પગલે આગમના અનુસરણમાંથી આત્માને દૂર લઈ જનારાં પ્રબળ નિમિત્તો પડેલાં છે. આવા વખતે એ નિમિત્તોને ખસેડીને આગમના અનુસરણમાં સ્થિર રહેવા માટે ‘વીરતા’ની અપેક્ષા છે. એવી વીરતાને વરેલા વીર પુરુષો માટે આ દીક્ષાનો માર્ગ સુચર છે. માત્ર શરીરથી શફ્ટ અને કીર્તિને પામેલા માટે આ દીક્ષાનો માર્ગ દુશ્ર્વર છે. આથી સ્પષ્ટ રીતે સમજાશે કે આગમનું અનુસરણ કરનારા વીર પુરુષો માટે આ દીક્ષાનો માર્ગ સુચર છે. અને આગમનું અનુસરણ નહિ કરનારાઓ માટે એ દીક્ષાનો માર્ગ દુધર છે.
૨૮-૧૬
દીક્ષાના માર્ગને સારી રીતે આરાધવા માટે આગમનું અનુસરણ કરવું જોઈએ-એ સમજાયા પછી આગમના અનુસરણ માટે શું કરવું જોઈએ-તે જણાવવા માટે કહે છે
शरीरेणैव युध्यन्ते दीक्षापरिणती बुधाः । दुर्लभं वैरिणं प्राप्य व्यावृत्ता बाह्ययुद्धतः ॥ २८-१७॥
૪૨