________________
ભાવના હોય તો સત્ત્વ કેળવીને સાહસ કરીને પ્રવ્રજ્યાના પંથે ચાલી પડવું જોઈએ. પછી તો અહીંના સંયોગો જ એવા છે કે અસ્થિરને સ્થિર બનાવી દેશે. બેસેલાને ઊભા કરશે. ઊભા રહેલાને ચલાવશે અને ચાલતાને દોડાવશે. દોડતાં ઈષ્ટ સ્થાને મજેથી પહોંચાશે. સાહસ અને સર્વ ક્યા ક્ષેત્રમાં જોઈતું નથી ? ક્ષણવાર માની લઈએ કે કોઈ વાર પડી જવાશે તો શું થશે-આવો વિચાર આત્માને સત્ત્વથી વિચલિત કરી દે છે. આવા અવસરે પડી જવાશે તો પાછા ઊભા થઈશું. આમ પણ અત્યારે ક્યાં ઊભા છીએ, પડેલા જ છીએ ને ?....ઈત્યાદિ વિચાર કરીને થોડું સત્ત્વ કેળવીને સાહસ ખેડી લેવાની જરૂર છે. સત્ત્વ અને સાહસ ક્યા ક્ષેત્રમાં નથી-આ બધી વાત જેને દીક્ષા ગમે છે તેના માટે છે. જેને દીક્ષા ગમતી નથી તેમના માટે આ વાત નથી. તેઓ બિચારા દયાપાત્ર છે-એવાઓને દીક્ષા ગમે, તેવો ઉપદેશ આપવાનો છે.
આ દીક્ષા બત્રીશીના ચોવીસ શ્લોકો દ્વારા જણાવેલી વાતથી સ્પષ્ટપણે સમજી શકાશે કે પોતાના શરીર પ્રત્યે પણ મમત્વ વિનાના અને તત્ત્વજ્ઞાનને અનુસરનારા પૂ. સાધુભગવંતોને સામાયિકના પરિણામ સ્વરૂપ દીક્ષા છે. તેમની ભિક્ષાટનાદિની પ્રવૃત્તિ અસપ્રતિપત્તિના કારણે હોવાથી મોહજન્ય નથી. આ રીતે રાગાદિપરિણતિને આધીન બન્યા વિના માત્ર આત્મગુણોમાં રમનારા પૂ. સાધુભગવંતોની દીક્ષાનું જ સ્વરૂપ છે, તે જણાવાય છેशुद्धोपयोगरूपेयमित्थं च व्यवतिष्ठते । व्यवहारेऽपि नैवास्या व्युच्छेदो वासनात्मना ॥२८-२५॥