________________
મુંડન (ત્યાગ) પછી જે ગ્રહણ કરાય છે અને માથાનું મુંડન કરવાથી જે જણાય છે તેને “સદ્દીક્ષા' કહેવાય છે.”-આ અર્થને જણાવનારા ચૌદમા શ્લોકમાં સદ્દીક્ષાનું સ્વરૂપ; ખૂબ જ અલ્પ શબ્દોથી માર્મિક રીતે વર્ણવ્યું છે. પાંચ ઈન્દ્રિયો અને ચાર કષાયોનો ત્યાગ જેના મૂળમાં છે એ સદ્દીક્ષા છે. માત્ર જૈનદર્શનમાં જ નહિ, દુનિયાનાં સઘળાં ય દર્શનમાં એ વાત સ્પષ્ટપણે જણાવાઈ છે. વિષય અને કષાયના પરિત્યાગ વિના સદ્દીક્ષાની પ્રાપ્તિ થતી નથી.
શ્લોમાં જણાવ્યા મુજબ ઈન્દ્રિયોનું મુંડન અને કષાયોનું મુંડન કર્યા પછી જ માથું મુંડાવાનું છે. પાંચ ઈન્દ્રિયોના ત્રેવીસ વિષયોમાં અનુકૂળ વિષયો પ્રત્યે રાગ ન કરવો, એને મનથી પણ ઈચ્છવા નહિ અને એને મેળવવાદિ માટે પ્રયત્ન કરવો નહિ. વસ્તુની આવશ્યકતા હોવાથી તેની શોધ કરીને મેળવી લેવી અને વસ્તુ અનુકૂળ છે, ફાવે છે, ભાવે છે, ઠીક રહે છે... વગેરે સમજીને મેળવી લેવી-એ બે વચ્ચે ઘણું અંતર છે. એને સમજીને કોઈ પણ જાતની માયા સેવ્યા વિના અનુકૂળતાનો ત્યાગ કરી આવશ્યક્તા મુજબ વસ્તુનો ઉપયોગ કરવો. તેમ જ પ્રતિકૂળ વિષયો પ્રત્યે દ્વેષ ન કરવો. એ ક્યારે જાય એમ મનથી પણ ચિતવવું નહિ અને એને ટાળવાદિ માટે પ્રયત્ન કરવો નહિ. આવશ્યક્તા ન હોય તો વસ્તુને છોડી દેવી અને વસ્તુ પ્રતિકૂળ છે; ફાવતી નથી; ભાવતી નથી; ઠીક રહેતું નથી.. વગેરે સમજીને વસ્તુને છોડી દેવી-એ બેમાં ઘણું અંતર છે. એને બરાબર સમજી લઈને પ્રતિકૂળતાના કારણે કોઈનો ત્યાગ કર્યા વિના