________________
પ્રવૃત્તિ કર્મબંધનું કારણ છે. દીક્ષામાં કર્મનિર્જરા અને સંવરભાવ હોવો જોઈએ.” આવી શંકાનું નિરાકરણ કરવા માટે આ ઓગણત્રીશમો શ્લોક છે. એનો અર્થ સ્પષ્ટ છે કે; ‘“મન, વચન અને કાયાના શુભયોગને આશ્રયીને દીક્ષામાં આરંભ નથી-એ પ્રમાણે શ્રી ભગવતી વગેરે આગમમાં વ્યવસ્થિત (સિદ્ધ) છે. અનારંભ ચારિત્રગુણસ્વરૂપ હોવાથી શુભયોગને લઈને સ્વભાવ (આત્મરમણતા)માં સારી રીતે લીન થવાય છે.
સદ્દીક્ષામાં શુભ યોગને આશ્રયીને શ્રી ભગવતી વગેરે આગમમાં આરંભનો અભાવ વ્યવસ્થિત છે, ‘‘ત્યાં (દીક્ષામાં) જે તે પ્રમત્ત સંયત ગુણસ્થાનકે રહેલા પૂ. સાધુભગવંતો છે, તેમના શુભયોગને આશ્રયીને આરંભ મનાતો નથી.’-આ પ્રમાણે આગમના તે વચનનો અર્થ છે. સદ્દીક્ષામાં શુભયોગને આશ્રયીને અનારંભિત્વ (આરંભાભાવ) હોવાથી સ્વભાંવ (આત્મરમણતા)માં સારી રીતે સ્થિરતા પ્રાપ્ત થાય છે. કારણ કે અનારમ્તિત્વ એ ચારિત્રના ગુણ સ્વરૂપ છે. જ્ઞાનાદિનો પ્રકર્ષ નથી તોપણ જ્ઞાનવાન ગુરુ ભગવંતનું પારતંત્ર્ય (આજ્ઞાધીનપણું) સ્વરૂપ યોગ્યતાના કારણે સ્વભાવમાં સમવસ્થિતિ શક્ય બને છે. તેમ જ શુભયોગમાં નિરંતર અપ્રમત્ત હોવાથી વિશુદ્ધ પરિણામના કારણે સ્વભાવમાં સમવસ્થિતિ (રમણતા-સ્થિરતા) પ્રાપ્ત થાય છે. માત્ર ‘અનારંભિત્વ’થી સ્વભાવસમવસ્થિતિ પ્રાપ્ત થતી નથી. જ્ઞાનાદિનો પ્રકર્ષ; જ્ઞાનવત્ પૂ. ગુરુદેવશ્રીનું પારતંત્ર્ય અને અપ્રમાદથી ઉત્પન્ન વિશુદ્ધિ વગેરે આત્મરમણતાસ્વરૂપ સ્વભાવસમવસ્થિતિનાં કારણો છે. ૨૮-૨૯॥
૬૬