________________
વચનાનુષ્ઠાન હોય છે અને પછી એ અનુષ્ઠાનોના કારણે ઉત્પન્ન થનારું અસંગ અનુષ્ઠાન હોય છે. આ પ્રમાણે છઠ્ઠી ગાથાનો શબ્દાર્થ છે. વચનક્ષમા, ધર્મક્ષમા, વચનાનુષ્ઠાન અને અસંગાનુષ્ઠાનાદિનું સ્વરૂપ આગળના શ્લોકોથી ગ્રંથકારશ્રી સ્વયં જણાવશે.
એ પૂર્વે અહીં એ યાદ રાખવું જોઈએ કે દીક્ષા લીધા પછી પાંચ મહાવ્રતોનું પાલન બાવીશ પરીષહોને સહન કરવા નિર્દોષ ભિક્ષા, નવકલ્પી વિહાર; દશ પ્રકારના શ્રમણધર્મનું વિશુદ્ધ પાલન; પાંચ સમિતિ અને ત્રણ ગુમિનું પાલન પંદર કલાકનો સ્વાધ્યાય; અને ગુરુષારતન્ય વગેરે અનેક આચારોનું અપ્રમત્તપણે પાલન કરવાનું છે. આ બધામાં દશ પ્રકારના યતિધર્માન્તર્ગત ક્ષમા ધર્મની પ્રધાનતા હોવાથી આ શ્લોમાં ક્ષમાધર્મથી દીક્ષાનું સ્વરૂપ સમજાવ્યું છે. શ્રી જિનશાસનનો સાર ક્ષમાધર્મ છે. એના અસ્તિત્વમાં જ બીજા બધા ધર્મોનું અસ્તિત્વ છે. ક્ષમાના અભાવમાં બીજા બધા ધર્મોનું કોઈ મહત્વ નથી. “સહનશીલતાએ મુનિજીવનનો પ્રાણ છે. સખેદ માનવું પડે એમ છે કે વર્તમાનમાં ક્ષમાધર્મની ચિકાર ઉપેક્ષા સેવાય છે. એનું મુખ્ય કારણ સહનશીલતાના અભાવ કરતાં પણ સહન કરવાની વૃત્તિનો અભાવ છે. દીક્ષામાં જેનું નામ પણ ના જોઈએ તે-સહન ન કરવાની વૃત્તિ-નું અસ્તિત્વ ક્યાંથી વ્યાપી ગયું તે જ સમજાતું નથી. દેખીતી રીતે કોઈ પણ જાતનો વાંક ન હોય તો પણ તે અંગે જે પણ સહેવું પડે તે કોઈ પણ જાતના પ્રતીકાર વિના સહન કરી લેવું જોઈએ-એમ સ્પષ્ટપણે સાધુઓને ઉપદેશ્ય છે. આવી સ્થિતિમાં સ્પષ્ટ રીતે વાંક હોવા