________________
રીતે એમાં સામ્ય હોવાથી જેમ સુખમાં અરતિ થતી નથી તેમ દુઃખમાં અરતિ કરવી ના જોઈએ. દુઃખમાં જેમ રતિ થતી નથી તેમ સુખમાં પણ રતિ કરવી ના જોઈએ... ઈત્યાદિ સારી રીતે સમજનારા પૂ. સાધુભગવંતોને દીક્ષામાં અરતિ કે આનંદનો કોઈ અવકાશ જ નથી. અરતિ અને આનંદનાં બાહ્ય નિમિત્તો મળવા છતાં તેની અસર દીક્ષામાં વર્તાતી નથી. અરતિ કે આનંદના તે તે નિમિત્તોનું પારમાર્થિક સ્વરૂપ જાણવાના કારણે તે તે પ્રસંગે ઔદાસીન્ય બરાબર જાળવી લેવાય છે. આ વસ્તુને સ્પષ્ટ કરતાં ઉત્તરાર્ધમાં ગ્રંથકારશ્રીએ દષ્ટાંત આપ્યું છે. આકાશમાં સૂર્ય હોય તો અંધકાર અને તારાઓનાં કિરણોનો પ્રચાર આકાશમાં ન હોય તેમ આત્મામાં તત્ત્વજ્ઞાનસ્વરૂપ સૂર્ય વિદ્યમાન હોય તો અરતિસ્વરૂપ અંધકાર અને તારાઓનાં કિરણો સ્વરૂપ આનંદનો પ્રચાર ન હોય-એ સમજી શકાય છે. અરતિ અને આનંદ ત્યાં જ વર્તાય કે જ્યાં તત્ત્વજ્ઞાન ન હોય. પૂ. સાધુભગવંતોની દીક્ષા તત્ત્વજ્ઞાનને અનુસરનારી હોવાથી ત્યાં અરતિ અને આનંદનો અવકાશ જ નથી, તેથી સામાયિકસ્વરૂપ દીક્ષા તેઓશ્રીમાં સારી રીતે રહે છે.. ર૮-ર૪
તત્ત્વજ્ઞાનને અનુસરનારી દીક્ષા સામાયિકસ્વરૂપ છે. સર્વ જીવોને વિશે અને સર્વ સુખદુ:ખનાં નિમિત્તોને વિશે સામ્યભાવસ્વરૂપ સામાયિકનો પરિણામ તત્ત્વજ્ઞાનને અનુસરવાથી જ પ્રાપ્ત થાય છે. એ સ્પષ્ટ રીતે સમજાય છે. દીક્ષાનું આ અભુત સ્વરૂપ પામવાનું ઘણું કપરું છે. પ્રચંડ સત્ત્વ, સંસાર પ્રત્યે અત્યંત નિર્વેદ, આજે જ મોક્ષ જોઈએ છે એવી મોક્ષની