Book Title: Diksha Batrishi Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious

View full book text
Previous | Next

Page 71
________________ પ્રમોદાદિભાવોના પરિકર્મ (પૂર્વાભ્યાસ)માં ઉપયોગી બને છે. આમ હોવા છતાં શરૂઆતની કક્ષા વખતે જે અવસ્થા છે તેને ઉત્તર અવસ્થાની પ્રત્યે પ્રતિબંધક જ માનવાની હોય તો સમાધિની પ્રારંભિક અવસ્થાને પણ વ્યુત્થાન માનવાનો પ્રસંગ આવશે. તેથી શંકાકારની વાતમાં કોઈ દમ નથી - એ સમજી શકાય છે. H૨૮-૩૦ના પ્રસદ્ગથી દિગંબરોની માન્યતાનું નિરાકરણ કરાય છે.विचित्रत्वमनालोच्य बकुशत्वादिना श्रुतम् । दीक्षाशुधैकरूपेण वृथा भ्रान्तं दिगंबरैः ॥२८-३१॥ બકુશ, કુશીલ વગેરે સ્વરૂપે દીક્ષાની વિચિત્રતા અનેકરૂપતા આગમથી સાંભળેલી હોવા છતાં તેનો વિચાર કર્યા વિના; દીક્ષાનું શુદ્ધ એક જ સ્વરૂપ હોય છે' -આ પ્રમાણે માનીને દિગંબરો નાહક ભ્રમિત થાય છે.-આ પ્રમાણે એકત્રીશમા શ્લોકનો અક્ષરાર્થ છે. કહેવાનો આશય એ છે કે, સામાન્ય રીતે બકુશ કે કુશીલાદિ પરિણામના કારણે દીક્ષાનું સ્વરૂપ એકસરખું હોતું નથી. સંયમનાં અસંખ્ય અધ્યવસાયસ્થાનો છે તેથી પણ દીક્ષાના અસંખ્ય પરિણામો છે-આ પ્રમાણે પ્રવચન-આગમથી જાણેલું હોવા છતાં દીક્ષાનું એક જ જાતનું પરમોપેક્ષાત્મક સ્વરૂપ છે-આવું દિગંબરો કહે છે. સર્વત્ર ઉદાસીનતા સ્વરૂપ પરમોપેક્ષા છે. આવું સ્વરૂપ વ્યવહારકાળમાં હોતું નથી. દીક્ષાનું પારણ્ય (પરમરૂપતા) વ્યવહારકાળમાં દિગંબરો માનતા નથી. શુદ્ધ દીક્ષાના કારણનું

Loading...

Page Navigation
1 ... 69 70 71 72 73 74