Book Title: Diksha Batrishi Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious

View full book text
Previous | Next

Page 72
________________ અવલંબન વ્યવહારકાળમાં હોવાથી ઉપરના (ઉત્તરોત્તર) ઉત્કર્ષનો અભાવ હોય છે. કારણ કે વ્યવહારકાળમાં તેવો ઉત્કર્ષ પ્રાપ્ત થઈ - શક્તો નથી. જે વસ્તુ અભ્યસ્ત દશાથી પ્રાપ્ત થાય છે તે વસ્તુ અભ્યાસદશામાં તો ન જ મળે-એ સમજી શકાય છે. આમ છતાં વ્યવહારકાળમાં સર્વથા દીક્ષા હોતી જ નથી-એમ માન્યા વિના દિગંબરો વસ્ત્ર, પાત્ર વગેરે સંયમનાં ઉપકરણો ધારણ કરે તો તેમને કોઈ દોષ નથી. “વસ્ત્રાપાત્ર રાખવાથી મમત્વનો પ્રસંગ આવે છે' -આ માન્યતા બરાબર નથી. કારણ કે આહાર, પાન, ઘાસ વગેરે ગ્રહણ કરવા છતાં જો મમત્વનો પ્રસંગ આવતો નથી તો ધર્મોપકરણ રાખવા છતાં સમજણપૂર્વક ત્યારે પણ મમત્વનો પરિહાર કરી શકાશે. ઈત્યાદિ વિસ્તારથી શાસ્ત્રવાર્તાસમુચ્ચયની સ્યાદ્વાદ-કલ્પલતા નામની ટીકામાં ગ્રંથકારશ્રીએ જણાવ્યું છે. જિજ્ઞાસુવ એના અધ્યયન વગેરેથી જાણી લેવું જોઈએ..... 1/૨૮-૩૧ પ્રકરણાર્થનો ઉપસંહાર કરાય છેचित्रा क्रियात्मना चेयमेका सामायिकात्मना । तस्मात् समुच्चयेनार्यैः परमानन्दकृन्मता ॥२८-३२॥ આ દીક્ષા તે તે ક્લિાસ્વરૂપે અનેક પ્રકારની છે. અને સામાયિકના પરિણામરૂપે એક જ છે. તેથી બન્નેના સમુચ્ચયથી શિર પુરુષોએ તેને પરમાનંદને કરનારી માની છે. આ પ્રમાણે બત્રીશમા શ્લોકનો અર્થ છે. આશય અત્યંત સ્પષ્ટ છે. સદ્દીક્ષા શક SSSS

Loading...

Page Navigation
1 ... 70 71 72 73 74