Book Title: Diksha Batrishi Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious

View full book text
Previous | Next

Page 67
________________ ઈષ્ટ કે અનિષ્ટપણાનો ત્યાગ કરી માત્ર વિષયસ્વરૂપે ભાવના કરવી તેને સમતા કહેવાય છે. અને મનવચનકાયાના વિકલ્પાદિમો નાશ કરવો તેને “વૃત્તિસંક્ષય’ કહેવાય છે.-આ પાંચ પ્રકારનો યોગ છે. યોગબિંદુ' ગ્રંથમાં એનું સવિસ્તર વર્ણન છે. વ્યવહારનયને આશ્રયીને અધ્યાત્મ અને ભાવના તાત્વિક યોગ છે તેમ જ નિશ્ચયનયને આશ્રયીને ધ્યાનાદિ તાત્ત્વિક યોગ છે. વ્યવહાર કે નિશ્ચયની તે તે ભૂમિકામાં વિવેક્ષાભેદ હોવા છતાં સામાન્યથી અધ્યાત્માદિ પાંચ પ્રકારનો યોગ છે.... ૨૮-૨ના આ પૂર્વે “અધ્યાત્મિવિ' આ શ્લોકમાં જે વાત જણાવી છે, તે “વ્યવહારનયને આશ્રયીને અધ્યાત્મ અને ભાવના નામના યોગ વખતે ધ્યાનયોગ હોતો નથી. ધ્યાનયોગ વખતે ધ્યાનથી અધ્યાત્મ અને ભાવનાનો ઉપક્ષય થાય છે. અને જ્યારે અધ્યાત્મ કે ભાવના હોય છે ત્યારે ધ્યાનયોગ હોતો નથી-” આ પ્રમાણે સમજીને જણાવી છે. હવે તે વખતે વસ્તુતઃ ધ્યાન પણ હોય છે-એ જણાવાય છે. व्यवहारेऽपि च ध्यानमक्षतप्रसरं सदा । મનોવાદિયાનાં સુવ્યાપારિચ તત્ત્વત: ર૮-૨૮ાા “અધ્યાત્મ કે ભાવના સ્વરૂપ યોગ વખતે પણ ધ્યાન અખંડિતપણે પ્રવર્તે છે. કારણ કે મન, વચન અને કાયાની સ–વૃત્તિ ધ્યાન છે.” આ પ્રમાણે અઠ્ઠાવીસમા શ્લોકનો સામાન્ય અર્થ છે. કહેવાનો આશય એ છે કે યોગની શરૂઆતમાં અધ્યાત્મ અને ભાવના સ્વરૂપ યોગ હોય છે. એ વખતે ચિત્તની અશુભ

Loading...

Page Navigation
1 ... 65 66 67 68 69 70 71 72 73 74