Book Title: Diksha Batrishi Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious

View full book text
Previous | Next

Page 64
________________ છે'-આ પ્રમાણે પણ નહીં કહેવું જોઈએ. કારણ કે શુદ્ધ-ઉપયોગ જ નજીકનો ઉપકારી છે અને શુભ ઉપયોગ નજીકનો ઉપકારી નથી-એવું નથી. શુદ્ધ ઉપયોગમાં જ સન્નિહિત (નજીની) ઉપકારિતા માનેલી નથી, શુભ ઉપયોગમાં પણ એ મનાય છે. “શુભ-ઉપયોગ શુદ્ધ-ઉપયોગ દ્વારા મોક્ષની પ્રત્યે કારણ બને છે. તેથી શુભ-ઉપયોગ ગૌણ કારણ છે. શુભઉપયોગમાં શુદ્ધોપયોગનું આક્ષેપકત્વ છે. શુદ્ધોપયોગમાં આવું આક્ષેપકત્વ ન હોવાથી તે મોક્ષની પ્રત્યે મુખ્ય કારણ છે. આ પ્રમાણે નહિ કહેવું જોઈએ. કારણ કે શુદ્ધોપયોગ પણ સર્વસંવરભાવ દ્વારા મોક્ષનું કારણ બને છે. તેથી શુદ્ધોપયોગમાં પણ આક્ષેપક્વ અબાધિત છે. આશય એ છે કે “સન્નિહિતોપકારકત્વનો, નજીકમાં જેને ઉપકારક છે તેને સન્નિહિતોપકારક કહેવાય છે અને તેમાં સન્નિહિતોપકારત્વ રહે છે. આ પ્રમાણે અર્થ કરવાથી શુભઉપયોગમાં જ સન્નિહિતોપકારત્વ મનાશે. કારણ કે તેની નજીકમાં શુદ્ધોપયોગ સ્વરૂપ ઉપકારક છે. આવું શંકાકારે જણાવ્યું, ત્યારે તેના નિરાકરણમાં ગ્રંથકારશ્રીએ જણાવ્યું કે શુદ્ધોપયોગની નજીકમાં સર્વસંવરભાવસ્વરૂપ ઉપકારક હોવાથી તેમાં પણ સન્નિહિતોપકારકત્વ છે. આ વાતને જણાવવા ગ્રંથકારશ્રીએ ‘ગાપિચ ર તસ્ય.. ઈત્યાદિનો ઉલ્લેખ કર્યો છે. જેનો આક્ષેપ થાય છે તેને આક્ષેપિક કહેવાય છે. સન્નિહિતોપકારકત્વનો, શુદ્ધ-ઉપયોગ અને સર્વસંવરભાવના આક્ષેપના કારણે આક્ષેપ થાય છે, માટે તે આક્ષેપિક છે. અને તે શુદ્ધોપયોગમાં પણ અબાધિત છે. આક્ષેપિક જ્યાં હોય ત્યાં મુખ્યસ્વરૂપે કારણતા ન

Loading...

Page Navigation
1 ... 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74