Book Title: Diksha Batrishi Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious

View full book text
Previous | Next

Page 63
________________ દીક્ષાના પ્રારંભે વચનાનુષ્ઠાન હોય છે, અને ત્યાર બાદ અમે કરી અસંગાનુષ્ઠાનની પ્રાપ્તિ થતી હોય છે. વચનાનુષ્ઠાન અને અસદ્ગાનુષ્ઠાન મોક્ષસાધક છે. અસહ્વાનુષ્ઠાનમાં શુદ્ધોપયોગસ્વરૂપ દીક્ષા છે અને વચનાનુષ્ઠાનમાં શુભપયોગસ્વરૂપ દીક્ષા છે. આ રીતે શુભ ઉપયોગ અને શુદ્ધોપયોગ બંન્ને મોક્ષના સાધક હોવા છતાં શુદ્ધોપયોગને જ પ્રધાનપણે મોક્ષની પ્રત્યે જેઓ કારણ માને છે તેમની વાત બરાબર નથી-તે જણાવાય છે. શ્લોકનો અર્થ સ્પષ્ટ છે કે-જે વાદીઓ શુભ ઉપયોગ અને શુદ્ધ ઉપયોગ-એ બંન્નેમાં મોક્ષસ્વરૂપ ફળની પ્રત્યે સાધારણ રીતે મુખ્ય સ્વરૂપે કારણતા માનતા નથી; તેઓના મતે છેલ્લી ક્ષણ સ્વરૂપ શૈલેશી અવસ્થામાં જ સર્વસંવરભાવ હોવાથી મોક્ષની પ્રત્યે પ્રધાનકારણતા માનવી જોઈએ. શુદ્ધ ઉપયોગમાં પણ મોક્ષની પ્રત્યે મુખ્યસ્વરૂપે કારણતા માનવી ના જોઈએ. “સર્વસંવરભાવની પ્રાપ્તિ માટે શુદ્ધોપયોગ ઉપકારક હોવાથી તેને મોક્ષની પ્રત્યે મુખ્યસ્વરૂપે કારણ માનીએ છીએ-' આ પ્રમાણે કહેવાનું બરાબર નથી, કારણ કે સર્વસંવરભાવસ્વરૂપ શૈલેશી અવસ્થામાં જેમ શુદ્ધોપયોગ ઉપકારી છે તેમ શુભ ઉપયોગ પણ ઉપકારી છે. બન્નેમાં એવી કોઈ વિશેષતા નથી; કે જેથી શુદ્ધોપયોગને મુખ્યસ્વરૂપે અને શુભ ઉપયોગને ગૌણસ્વરૂપે મોક્ષની પ્રત્યે કારણ મનાય. સર્વસંવરભાવની પ્રત્યે શુભ-ઉપયોગ અને શુદ્ધ-ઉપયોગ બન્ને ઉપકારક હોવા છતાં શુદ્ધ-ઉપયોગ સન્નિહિત (નજીકમાનો) ઉપકારી છે. તેથી તેને મોક્ષની પ્રત્યે મુખ્યસ્વરૂપે કારણ મનાય

Loading...

Page Navigation
1 ... 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74