Book Title: Diksha Batrishi Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious

View full book text
Previous | Next

Page 61
________________ “આ (પૂર્વોક્ત) રીતે શુદ્ધ ઉપયોગ સ્વરૂપ દીક્ષા છે એ વ્યવસ્થિત (ચોક્કસ-નિશ્ચિત) થાય છે. આહાર-વિહારાદિ ક્રિયાકાળમાં પણ સંસ્કારસ્વરૂપે તેનો ઉચ્છેદ થતો નથી. અર્થાદ્ સંસ્કારસ્વરૂપે તે હોય છે.’’-આ પ્રમાણે પચીશમા શ્લોકનો અર્થ છે. એના આશયને સ્પષ્ટ કરતાં ફરમાવ્યું છે કે જ્યાં સ્વશરીર પ્રત્યે પણ મમત્વ નથી, દુ:ખમાં અરતિ નથી અને સુખમાં આનંદ વગેરે નથી; એવી દીક્ષા માત્ર સમ્યજ્ઞાનના આનંદ સ્વરૂપ શુદ્ધ આત્માના સ્વભાવમાં જ રમણતા કરવા સ્વરૂપ છે. આવી દીક્ષા શુદ્ધ ઉપયોગ સ્વરૂપે વ્યવસ્થિત છે. કારણ કે અહીં અશુદ્ધ બનાવનાર એવા રાગાદિ કષાયનો લેશ પણ નથી. સ્વભાવની રમણતામાંથી વિભાવમાં પ્રવૃત્ત બનાવવાનું કામ કષાયોનું છે. શુભ પ્રવૃત્તિ પણ પરમાર્થથી એક જાતનો વિભાવ જ છે. સર્વથા સ્વભાવની રમણતાને પ્રાપ્ત ન કરીએ ત્યાં સુધી તે વિભાવોથી જ સ્વભાવ સુધી પહોંચાય છે. પૂ. સાધુભગવંતોને તત્ત્વજ્ઞાનના ઊંડા પરીચયથી એનો પૂર્ણ ખ્યાલ છે, તેથી શુભપ્રવૃત્તિઓની સાથે સ્વભાવને પ્રગટ કરવા માટે તેઓ સતત પ્રયત્નશીલ હોય છે. એ પ્રયત્નના એકમાત્ર ફળરૂપે શરીર પ્રત્યે પણ મમત્વને દૂર કરી સ્વભાવમાં રમણતાને પ્રામ કરી લે છે. જેથી તેઓશ્રીની દીક્ષા, શુદ્ધઉપયોગસ્વરૂપે રહે છે. જોકે પૂ. સાધુભગવંતો આહાર, વિહાર અને પ્રતિલેખનાદિની ક્રિયાઓ કરે તે વખતે શુદ્ધઉપયોગસ્વરૂપ દીક્ષાનો ઉચ્છેદ (નાશ) થશે; પરંતુ ત્યારે-આહારાદિના વ્યવહારકાળમાં પણ શુદ્ધ ઉપયોગ સ્વરૂપ દીક્ષાના સંસ્કાર વિદ્યમાન છે. તેથી સંસ્કારરૂપે તેનો ૫૮

Loading...

Page Navigation
1 ... 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74