Book Title: Diksha Batrishi Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious

View full book text
Previous | Next

Page 59
________________ ઉત્કટ ઈચ્છા; માર્ગ પ્રત્યેની પૂર્ણ શ્રદ્ધા અને ગુરુપરતંત્ર્ય વગેરે ગુણોને પ્રાપ્ત જ નહિ, આત્મસાત્ કરવા માટે ખૂબ જ અપ્રમત્ત બનવું રહ્યું. ભવોભવની સાધનાનું પરિબળ એમાં બહુ જ ઉપયોગી બને છે. તત્ત્વજ્ઞાનના પરીચયથી ખૂબ જ સરળતાથી એવી યોગ્યતા મેળવી શકાય છે. વર્તમાનમાં આપણે જે સર્કલમાં જીવીએ છીએ એ સર્કલનો ત્યાગ કર્યા વિના દીક્ષાનો વાસ્તવિક રીતે પ્રારંભ પણ નહિ થાય. આજે ધર્માર્થીઓમાં એક અપલક્ષણનું પ્રમાણ ઘણું છે. લગભગ સૌને સર્કલનો ત્યાગ કર્યા વિના સાધનાનો પ્રારંભ કરી સિદ્ધિને પામવાની ભાવના છે. દીક્ષાનું અદ્ભુત સ્વરૂપ આત્મસ્વરૂપને પ્રગટાવવાનું અચિંત્ય સામર્થ્ય અને ક્ષણવારમાં અનંતર્મસરાયનો સર્વથા ક્ષય કરવાની પ્રચંડ શતિને જાણ્યા પછી ખરી રીતે બેસી રહેવાનો કોઈ અર્થ નથી. ઘણા લોકો વૈરાગ્યની રાહ જોઈ રહ્યા છે. કેટલાક લોકોને થોડો ડર છે, તો કેટલાક લોકોને દુઃખ સહન નહિ થાય તો શું?...આવી જાતના કેટલાય વિચારો આવ્યા કરે છે. મારી દષ્ટિએ તો એ બધામાં કોઈ તથ્ય નથી. દીક્ષાની ઉત્તમતા અને એકાંતે કલ્યાણકારિતાની પ્રતીતિ થતી હોય તો એક વખત વર્તમાન સર્કલમાંથી બહાર નીકળી જવું જોઈએ. આજે પૂ. સાધુભગવંતોને ગમે તેટલું શીતાદિ પરીસહોનું ઉત્કટ દુઃખ પડે તોપણ અગ્નિ સેવવાનો, પંખા વગેરે વાપરવાનો, રાત્રિભોજન, અભક્ષ્યભક્ષણ અને અપેયપાન વગેરેનો વિચારસરખોય નથી આવતો-આ પ્રભાવ સર્કલત્યાગનો છે. પાણીમાં પડ્યા વગર જમીન ઉપર ઊભા રહીને પાણીનો ડર કઈ રીતે જાય ? સહેજ પણ દીક્ષા લેવાની

Loading...

Page Navigation
1 ... 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74