Book Title: Diksha Batrishi Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious

View full book text
Previous | Next

Page 57
________________ કર્મજન્ય વિભાગોમાં પણ પૂ. સાધુભગવંતોને સામ્ય હોય છે તે જણાવાય છેनारत्यानन्दयोरस्यामवकाशः कदाचन । प्रचारो भानुमत्यभ्रे न तमस्तारकत्विषोः ॥२८-२४॥ આશય એ છે કે પૂર્વે જણાવ્યા મુજબ છકાય જીવોની પ્રત્યે સમભાવ રાખ્યા પછી પણ પૂર્વોપાર્જિત શુભાશુભ કર્મના ઉદયમાં આનંદ અને અરતિ થતી હોય છે. અને તેથી આત્માની સમતા ટકતી નથી. આવા પ્રસંગે સામાયિકસ્વરૂપ દીક્ષા કઈ રીતે રહે-આવી શંકાના સમાધાન માટે ચોવીશમા શ્લોકમાં ફરમાવ્યું છે કે, “આ સામાયિકસ્વરૂપ દીક્ષામાં ક્યારે પણ અરતિ અને આનંદને અવકાશ નથી; જે આકાશમાં સૂર્ય હોય તે આકાશમાં અંધકાર અને તારાઓનાં કિરણોનો પ્રચાર ન હોય.” આ પ્રમાણે ચોવીસમા શ્લોકનો અર્થ છે. પૂ. સાધુભગવંતોને તત્ત્વજ્ઞાનને અનુસરનારી દીક્ષા હોવાથી તેઓ સારી રીતે સમજે છે કે આત્માને અને આત્માના જ્ઞાનાદિને છોડીને શરીરાદિની સાથે આત્માને કોઈ સંબંધ નથી. કર્મજન્ય સુખ- દુઃખાદિ દ્વન્દો પણ આત્માનાં નથી. કર્મના સંયોગાદિને લઈને તેની વિદ્યમાનતાદિ છે, તેથી તેમાં હર્ષ કે વિષાદ, રતિ કે અરતિ કરવાનું કોઈ પણ રીતે ઉચિત નથી. બીજાનાં સુખદુઃખાદિમાં જેમ આપણે રતિ વગેરે કરતા નથી તેમ આપણા કર્મે આવેલાં સુખદુઃખાદિમાં રતિ વગેરે કરવાનું કોઈ જ કારણ નથી. સુખ અને દુઃખ બંન્ને કર્મથી જન્ય હોવાના કારણે એક છે. બીજી અનેક

Loading...

Page Navigation
1 ... 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74