Book Title: Diksha Batrishi Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious

View full book text
Previous | Next

Page 55
________________ નિરંતર સ્વાધ્યાય થવાથી જેવું તત્ત્વજ્ઞાન પ્રાપ્ત થાય છે; એવું તત્ત્વજ્ઞાન બીજે ક્યાંય પ્રાપ્ત કરી શકાતું નથી. સંયમજીવનની વિશેષતા જ એ છે કે ત્યાં જ તત્ત્વજ્ઞાનની પ્રાપ્તિ થાય છે. અને એ તત્ત્વજ્ઞાન અનાદિકાળની સંગવાસનાનું નિરસન કરે છે. માત્ર દીક્ષાથી અનાદિકાળની વાસના દૂર થતી નથી. એ દીક્ષા તત્ત્વજ્ઞાનને અનુસરતી હોવી જોઈએ-એ ભૂલવું ના જોઈએ. આજે મોટા ભાગે રાગાદિ દૂર કરવાનું લક્ષ્ય ન હોવાથી તત્ત્વજ્ઞાનની આવશ્યકતા જણાતી નથી. મોહનું વિષ તત્ત્વજ્ઞાનથી જ દૂર થાય છે-એ યાદ રહે તો દીક્ષાની આરાધનામાં ખૂબ જ આનંદ આવે. ચોક્કસ લક્ષ્યથી શરૂ કરેલી કોઈ પણ પ્રવૃત્તિ ગમે તેટલી કષ્ટપ્રદ હોય તોપણ લક્ષ્યસિદ્ધિ સુધી આનંદનો અનુભવ કરાવતી હોય છે. લક્ષ્યસિદ્ધિ પછી તો એ આનંદ અનેકગુણો વધી જાય છે. લક્ષ્યવિહીન ક્રિયાઓ આનંદનું કારણ બનતી નથી. પરમપદને પ્રાપ્ત કરવાના લક્ષ્યથી ગ્રહણ કરેલી દીક્ષા તત્ત્વજ્ઞાનને અનુસરતી જ હોવી જોઈએ, અન્યથા એ પરમપદને પ્રાપ્ત કરાવનારી નહીં બને. તત્ત્વજ્ઞાન રાગાદિ-વાસનાનો નાશ કરવા દ્વારા પરમપદનું કારણ બને છે.. 1126-2211 ઉપર જણાવ્યા મુજબ પૂ. સાધુભગવંતોને શરીર પ્રત્યે પણ મમત્વ ન હોવાથી રાગ અને દ્વેષના અભાવે જે સામ્યાવસ્થા છે-તેને જણાવાય છે यः समः सर्वभूतेषु त्रसेषु स्थावरेषु च । અત વ ચ તથૈવ રીક્ષા સામાયિાત્મિા ર૮-રા પર

Loading...

Page Navigation
1 ... 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74