Book Title: Diksha Batrishi Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious

View full book text
Previous | Next

Page 53
________________ આગમાનુસારી સાધનાના પ્રબળ સામર્થ્યથી એની પ્રાપ્તિ થાય છે. આત્મસાત્ થયેલી તે તે સ્વાધ્યાયાદિની પ્રવૃત્તિ માત્ર પૂર્વવેધ(વેગ)થી ચાલતી હોય છે. આગમનું આલંબન લઈને પ્રવર્તેલી કોઈ પણ પ્રવૃત્તિ વખતે આગમના પણ અનુસંધાનનો અભાવ હોય છે, છતાં તે આગમાનુસારી અને સર્વ દોષથી રહિત હોય છે. આવી પ્રતિપત્તિને અસગપ્રતિપત્તિ કહેવાય છે, જે મોક્ષની ઈચ્છાનો અનુરોધ કરે છે; અવરોધ કરતી નથી. અસદ્ગપ્રતિપત્તિનું એકમાત્ર સાધન વચનપ્રતિપત્તિ છે. લોકોત્તર દીક્ષાના માર્ગની આરાધના, શ્રી વીતરાગપરમાત્માના પરમતારક વચનના કારણે જ કરીએ તો વચનપ્રતિપત્તિ શક્ય બનશે. અન્યથા રાગાદિને લઈને કરાતી પ્રતિપત્તિ સસદ્ગપ્રતિપત્તિસ્વરૂપ બનશે. એવી મોહજન્ય ભિક્ષાટનાદિની પણ પ્રવૃત્તિથી વિસ્તાર નહિ થાય. દીક્ષાને સફળ બનાવવા માટે આજ્ઞાને પ્રધાન બનાવવી પડશે. સાક્ષાદ્દ વિદ્યમાન એવા પૂ. ગુર્નાદિકની આજ્ઞાને નહિ માનનારા ભગવાન શ્રી તીર્થંકરદેવની આજ્ઞા માની શકશે નહીં. અનાદિકાળથી સસંગપ્રતિપત્તિ ચાલતી આવી છે. એને દૂર કરનારી વચનપ્રતિપત્તિ છે, જે અસંગપ્રતિપત્તિનું કારણ છે..... (૨૮-૨૧ અનાદિકાળની મમત્વવાસના છે. તેને દૂર કરવાનો જે ઉપાય છે તે જણાવાય છેअनादिकालानुगता महती सङ्गवासना । तत्त्वज्ञानानुगतया दीक्षयैव निरस्यते ।।२८-२२॥

Loading...

Page Navigation
1 ... 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74