Book Title: Diksha Batrishi Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious

View full book text
Previous | Next

Page 51
________________ એકાકીભાવ કષાયનિયત જ છે-એ સ્પષ્ટ છે. રાગની તીવ્રતા થાય ત્યારે તે રાગને અનુરાગ કહેવાય છે. શરીરાદિની પ્રત્યે અનુરાગ હોય ત્યારે પરની અપેક્ષા રહેવાની જ. એ અપેક્ષા જ્યારે પૂર્ણ ન થાય ત્યારે પર પ્રત્યે દ્વેષ થાય છે અને તેથી એકાકીભાવમાં સ્થિર થવાય છે. એના મૂળમાં ક્રોધાદિ કષાય હોય છે, શરીરાદિથી મુક્ત થવાનો આશય નથી. ૨૮-૧૯ ઉપર જણાવ્યા મુજબ શરીર પ્રત્યે પણ અનુરાગ ન હોય તો પૂ. સાધુભગવંત ભિક્ષાએ જવા-આવવાદિની ક્રિયાઓ કેમ કરે છે-એ શંકા કરવા સાથે તેના નિરાકરણ માટે જણાવાય છેनन्वेवं तं विना साधोः कथं भिक्षाटनाद्यपि । न तस्य मोहजन्यत्वादसङ्गप्रतिपत्तितः ॥२८-२०॥ સામાન્ય રીતે આહારાદિ માટે ભિક્ષાએ જવા-આવવાદિની ક્રિયાઓ મોહના કારણે થતી હોય છે. પૂ. સાધુભગવંતોને શરીરાદિ પ્રત્યે રાગ ન હોવાથી તેમને ભિક્ષાટનાદિનો સંભવ કઈ રીતે સંગત બને-આ પ્રમાણે શંકા છે. શ્લોકના ઉત્તરાદ્ધથી જવાબ અપાય છે. પૂ. સાધુભગવંતોની ભિક્ષાટનાદિની ક્રિયાઓ મોહજન્ય નથી, પરંતુ અસંગના કારણે છે. આ શ્લોકનો અર્થ સ્પષ્ટ છે. શંકાકારે ભિક્ષાટનાદિની ફિયાને મોહજન્ય માનીને શંકા કરી છે. એના સમાધાનમાં એ ક્રિયાઓને અસદ્ગાનુષ્ઠાન તરીકે માનીને પૂર્વશંકાનું નિરાકરણ કર્યું છે. પૂ. સાધુભગવંતો મોહથી જન્ય (ઉત્પન્ન) કોઈ પણ અનુષ્ઠાન કરતા નથી અને વચનાનુષ્ઠાનના કારણે તેઓને અસદ્ગાનુષ્ઠાનની પ્રાપ્તિ થઈ શકે છે તેથી પૂ. સાધુભગવંતોને

Loading...

Page Navigation
1 ... 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74