Book Title: Diksha Batrishi Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious

View full book text
Previous | Next

Page 50
________________ સંયમજીવનમાં શરીર પ્રત્યેના રાગની દુષ્ટતાને જણાવવા માટે પ્રકારાન્તરથી જણાવાય છેशरीराद्यनुरागस्तु न गतो यस्य तत्त्वतः । तेषामेकाकिभावोऽपि क्रोधादिनियतः स्मृतः ॥२८-१९॥ જેમના શરીર પ્રત્યેનો અનુરાગ ગયો નથી; તેમની એકાકી ચર્યા વગેરે વસ્તુતઃ ક્રોધાદિ કષાયના કારણે છે.”-આ પ્રમાણે ઓગણીશમા શ્લોકનો અર્થ છે. આશય સ્પષ્ટ છે કે સંયમજીવનમાં કોઈ પણ પરપદાર્થની અપેક્ષા ન હોવાથી પૂ. સાધુમહાત્માઓ “એકાકી' (અસહાય) હોય છે. સર્વથા નિઃસહાય જીવવાના સ્વભાવવાળા પૂ. સાધુભગવંતો ગચ્છમાં રહેતા હોવા છતાં એકાકી છે. શ્રી વીતરાગ પરમાત્માએ ઉપદેશેલો પરમતારક દીક્ષાનો માર્ગ જો તેઓશ્રીની પરમતારક આજ્ઞા મુજબ આરાધાય તો ખરેખર જ અદ્ભુત છે. અપેક્ષાનું નામ નહિ અને સુખની કોઈ સીમા નહિ-આવી અવસ્થાનું નામ જ ખરેખર દીક્ષા છે. પરંતુ આવી દીક્ષામાં શરીર પ્રત્યે કે વિષયો પ્રત્યે અનુરાગ હોય તો એ એકાકી અવસ્થા ક્રોધાદિના કારણે છે-એ માન્યા વિના ચાલે એવું નથી. ચાલુ વ્યવહારમાં આપણને એ જોવા મળે છે કે કષાયના આવેશવાળો માણસ સર્વથા નિઃસહાય બનીને એકાંતમાં બેસી જાય છે. રાજાની રાણીઓ પણ એ રીતે કોપગૃહમાં જતી. પરંતુ ત્યાં જેમ શરીરથી મુક્ત થવાનો આશય નથી, પરંતુ બીજા કોઈ પદાર્થ પ્રત્યે ઉત્કટ રાગ કારણભૂત હોય છે તેમ અહીં પણ શરીરાદિ પ્રત્યેનો અનુરાગ કારણભૂત હોય તો તેવી દીક્ષામાં તે

Loading...

Page Navigation
1 ... 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74