Book Title: Diksha Batrishi Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious

View full book text
Previous | Next

Page 48
________________ અત્યાર સુધી દુઃખ અને દુઃખના સાધનભૂત અનિષ્ટ સંયોગોને શત્રુ માનીને યુદ્ધ ચાલતું હતું, પરંતુ હવે આગમના પરિશીલન વગેરેથી સમજાય છે કે વાસ્તવિક શત્રુ શરીર છે. તેથી તે બાહ્યયુદ્ધનો ત્યાગ કરીને માત્ર શરીરની સાથે જ દીક્ષાની પરિણતિમાં યુદ્ધ કરે છે. કોઈ શ૩ વર્ષો પછી નજરે પડે અને ત્યારે એની ઉપર વિના વિલંબે પૂરી તાકાતથી જેમ તૂટી પડાય છે, તેમ દીક્ષાની પરિણતિ દરમ્યાન બુદ્ધિમાન આત્માઓ શરીર ઉપર તૂટી પડે છે. કારણ કે આજ સુધી શરીરને મિત્ર માનવાથી કેવી વિષમ અવસ્થાને આપણે પામ્યા-એનો વાસ્તવિક ખ્યાલ આવવાથી હવે જે શરીરને શત્રુ માનવાનું બન્યું છે. આજે સુધી એ ના બન્યું. ર૮-૧ળા ઉપર જણાવ્યા મુજબ શરીરને દુર્લભ એવા શત્રુજેવું માનીને પંડિતજનો માત્ર શરીરની સાથે જ નિરંતર યુદ્ધ કરે છે, પરંતુ શરીર સર્વથા ક્ષીણ હશે તો દીક્ષા આરાધી નહિ શકાય તેથી તેની સારસંભાળ તો રાખવી જોઈએ ને-આવી શંકાના નિરાકરણ માટે જણાવાય છેसर्वो यदर्थमारम्भः क्रियतेऽनन्तदुःखकृत् । सर्पलालनमङ्गस्य पालनं तस्य वैरिणः ॥२८-१८॥ - “અનંતદુ:ખને કરનારો બધો આરંભ (હિંસાદિ પાપવ્યાપાર) જે માટે કરાય છે, તે વૈરી એવા શરીરના પાલન સ્વરૂપ બધો આરંભ સર્ષના લાલન-પાલન જેવો છે.”-આ પ્રમાણે અઢારમી ગાથાનો અર્થ છે. પરમાર્થ એ છે કે સંયમની

Loading...

Page Navigation
1 ... 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74