Book Title: Diksha Batrishi Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious

View full book text
Previous | Next

Page 47
________________ ભાગના મુમુક્ષુ આત્માઓને પૂછવામાં આવે કે દીક્ષા કેમ લો છો ? તો શરીરથી અને કર્મથી મુક્ત થયું છે-આવો હૈયાથી જવાબ આપનારા લગભગ નહીં મળે. સંસારમાં પાપ બહુ કરવાં પડે, સંસાર દુ:ખમય છે.. વગેરે જવાબ આપનારા હજુ મળી આવે. પરંતુ એ જવાબ વાસ્તવિક નથી. અનંતજ્ઞાનીઓએ ફરમાવેલા ઉદ્દેશને અનુરૂપ નથી. લક્ષ્ય વિનાની પ્રવૃત્તિ લક્ષ્યવેધી કઈ રીતે બને ? શરીરથી મુક્ત બનવા માટે દીક્ષા છે-એનું સ્મરણ નિરંતર હોવું જોઈએ. શરીર સારું હશે તો સંયમ સારું પળાશે-એમ વિચારનારા પ્રાયઃ શરીરને સારું બનાવવા અને એ ખરાબ ન બને એનો પ્રયત્ન કરવા પોતાનું સમગ્ર જીવન ધરી દે છે. સંયમની સાધના શરીરની સાધનામાં જ પૂરી થાય છે. શરીર સારું હશે ત્યારે દીક્ષા સારી રીતે પળાશે-એમ માનવાના બદલે, ‘શરીર સારું નહીં લાગે ત્યારે દીક્ષા સારી રીતે પળાશે.’-એમ માનવાનો હવે સમય આવી લાગ્યો છે. આથી સમજી શકાશે કે શરીરને સંયમની સાધનામાં સહાયક માનવાના બદલે શત્રુ (અવરોધક) માનવું જોઈએ. બુદ્ધિમાન આત્માઓને એનો સંપૂર્ણ ખ્યાલ હોવાથી દીક્ષાની પરિણતિ પ્રામ થયા પછી તેઓ માત્ર શરીરની સાથે યુદ્ધ કરે છે. શરીર પ્રત્યે મમત્વ સેવ્યા વિના ઉપેક્ષા સેવવા સ્વરૂપ એ યુદ્ધ છે. શરીરનો નાશ ન થાય પરંતુ એના મમત્વનો ચોક્કસ નાશ થઈ શકે છે. વિહિત તે તે સંયમયોગોની સાધનાથી જેનું મમત્વ નષ્ટ થયું છેએવું તે શરીર સંયમની સાધનામાં કોઈ અવરોધ ઊભો નહીં કરે. ૪૪

Loading...

Page Navigation
1 ... 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74